Ambaji : આજે ભાદરવી પૂનમના મેળાનો છેલ્લો દિવસ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મુલાકાતે, જુઓ Video
આજે અંબાજીમાં ભાદરવી પુનમના મેળાનો છેલ્લો દિવસ છે. છેલ્લા 6 દિવસમાં 27 લાખ ભક્તોએ અંબાજીની મુલાકાત લીધી છે. આજે પણ મોટી સંખ્યામાં ભક્તો અંબાજી મંદિરની મુલાકાત લેશે. આજે રાત્રીના 12 કલાકે મેળાની પૂર્ણાહૂતિ કરવામાં આવશે.
આજે અંબાજીમાં ભાદરવી પુનમના મેળાનો છેલ્લો દિવસ છે. છેલ્લા 6 દિવસમાં 27 લાખ ભક્તોએ અંબાજીની મુલાકાત લીધી છે. આજે પણ મોટી સંખ્યામાં ભક્તો અંબાજી મંદિરની મુલાકાતે આજે રાત્રીના 12 કલાકે મેળાની પૂર્ણાહૂતિ કરવામાં આવશે. જો કે આવતીકાલથી અંબાજી મંદિરમાં દર્શન રાબેતા મુજબ થશે.
આજે ભાદરવી પૂનમના મેળાના અંતિમ દિવસે ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી અંબાજીની મુલાકાતે છે. માડીના દર્શન બાદ કંટ્રોલ પોઈન્ટની મુલાકાત લેશે. અંબાજી મંદિરના શિખર ઉપર ધજારોહણ પણ કરશે. આ ઉપરાંત ગૃહરાજ્યપ્રધાન પોલીસકર્મીઓનું સન્માન કરશે.
ભાદરવી પૂનમના પગલે અંબાજીમાં ભારે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જ્યારે મા અંબાના દર્શન કરવા માટે લોકો દૂરથી આવીને લાંબી કતારોમાં ઉભા રહ્યાં હતા. ત્યારે મા ભગવતીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.
Latest Videos