Junagadh : જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ, જાણો શું છે આ રોગના લક્ષણો, જુઓ Video
ગુજરાતમાં લાંબા સમય પછી કાવાસાકી રોગનો કેસ સામે આવ્યો છે. આ રોગ જવલ્લેજ જોવા મળે છે. ગીર સોમનાથના તાલાળા ગામની 6 વર્ષની બાળકીમાં કાવાસાકીના લક્ષણો જોવા મળતા જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.
ગુજરાતમાં લાંબા સમય પછી કાવાસાકી રોગનો કેસ સામે આવ્યો છે. આ રોગ જવલ્લેજ જોવા મળે છે. ગીર સોમનાથના તાલાળા ગામની 6 વર્ષની બાળકીમાં કાવાસાકીના લક્ષણો જોવા મળતા જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં પ્રથમવાર કાવાસાકી રોગની પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.
જૂનાગઢ સિવિલ હોસ્પિટલના બાળકોના વિભાગના તબીબો દ્વારા કાવાસાકી રોગનું નિદાન થયા બાદ જૂનાગઢ સિવિલ ખાતે બાળકીને ICUમાં રાખવામાં આવી હતી. બાળકીની સંપૂર્ણ સારવાર કર્યા બાદ તેને રજા અપાઇ. હાલ આ રોગના બીજા કોઇ કેસ નહીં હોવાનું જુનાગઢ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડેન ડો.કૃતાર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યું છે.
શું છે કાવાસાકી રોગના લક્ષણો ?
- રક્તવાહિનીઓમાં સોજો આવવો
- મોઢું અને જીભ લાલ થઇ જવી
- તાવ આવવો
- સાથળમાં સોજા ચડી જવા
કેવી રીતે રોગનું પડ્યું નામ ?
પ્રાપ્તથતી વિગતો અનુસાર જાપાનના તબીબ કાવાસાકીના નામ પરથી નામ આપવામાં આવ્યું છે. કાવાસાકીએ આ રોગના 50 કેસનું નિદાન અને સારવાર કર્યું હોવાના પગલે રોગનું આ નામ આપવામાં આવ્યુ હતું.