Surat : વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો 3 લાખનો દંડ, જુઓ Video

Surat : વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો 3 લાખનો દંડ, જુઓ Video

Baldev Suthar
| Edited By: | Updated on: Sep 18, 2024 | 2:50 PM

સુરતના ડિંડોલીમાં વકીલને PI દ્વારા લાત મારવાની ઘટના બની હતી. હાઈકોર્ટે PI એચ સોલંકીને 3 લાખનો દંડ ફટકાર્યો છે. એકને માફ કરીશું તો 10 પોલીસવાળા આ ધંધા કરશે તેવુ કોર્ટે જણાવ્યુ છે.

સુરતના ડિંડોલીમાં વકીલને PI દ્વારા લાત મારવાની ઘટના બની હતી. હાઈકોર્ટે PI એચ સોલંકીને 3 લાખનો દંડ ફટકાર્યો છે. એકને માફ કરીશું તો 10 પોલીસવાળા આ ધંધા કરશે તેવુ કોર્ટે જણાવ્યુ છે. જ્યારે નિર્દોષ વ્યક્તિને લાત મારનારા PIને 3 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. જો કે આ સમગ્ર ઘટના એક મહિના પહેલા એટલે કે આશરે 18 ઓગસ્ટે બની હતી. આ તમામ ઘટના CCTVમાં કેદ થઈ હતી.

શું હતી સમગ્ર ઘટના

એક મહિના પહેલા સુરતના ડિંડોલીમાં નાઈટ પેટ્રોલિંગ માટે નીકળેલા પીઆઈ એચ સોલંકીએ પીસીઆર વાનમાંથી ઉતરીને કારના દરવાજા પાસે ઉભેલા વકિલને લાત મારી હોવાની ઘટના બની હતી. જો કે આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી.

g clip-path="url(#clip0_868_265)">