Ahmedabad : સાયકલની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ, 77 લાખનો મુદ્દામાલ જપ્ત કરી 2 આરોપીની ધરપકડ, જુઓ Video
ગુજરાતમાં દારુબંધી વચ્ચે દારુની રેલમછેલ જોવા મળે છે. ત્યારે ફરી એક વાર અમદાવાદ માંથી દારુની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. ટ્રકમાં સાયકલની આડમાં દારુની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. PCB ટીમની તપાસમાં ગોતા બ્રિજ પાસે ટ્રકમાંથી દારૂનો જથ્થો ઝડપાયો છે.
ગુજરાતમાં દારુબંધી વચ્ચે દારુની રેલમછેલ જોવા મળે છે. ત્યારે ફરી એક વાર અમદાવાદમાંથી દારુની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. ટ્રકમાં સાયકલની આડમાં દારુની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. PCB ટીમની તપાસમાં ગોતા બ્રિજ પાસે ટ્રકમાંથી દારૂનો જથ્થો ઝડપાયો છે.
પોલીસે દારુના જથ્થા સાથે 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. રાજસ્થાનથી દારુનો જથ્થો લવાતો હોવાનો ખુલાસો થયો છે. 49.26 લાખથી વધુની કિંમતની 21 હજાર 168 દારૂની બોટલો કબજે કરાઈ છે. તેમજ દારૂ, સાયકલના ટાયર, ટ્રક મળી કુલ 77 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
ખેડામાંથી ઝડપાયો દારુનો જથ્થો !
બીજી તરફ ખેડામાં બંધ ગોડાઉનમાંથી વિદેશી દારુ ઝડપાયો છે. ખેડાના કનેરા હાઈવે નજીક બંધ ગોડાઉનમાં SMCએ દરોડા પાડ્યા હતા. દરોડામાં 800 પેટીથી વધુ દારુનો જથ્થો ઝડપાયો છે. વિદેશી દારુ સાથે 9 બુટલેગરની ધરપકડ કરી છે.