બરોડા ડેરીના ચેરમેન અને વાઈસ ચેરમેનના નામને લઈ પ્રદેશ ભાજપના અધ્યક્ષના બંગલા પર ચર્ચા કરવામાં આવી રહી છે. ગાંધીનગર સ્થિત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલના ઘરે ચર્ચા ચાલી રહી છે. બરોડા ડેરીના હોદ્દેદારોના નામ નક્કી કરવાને લઈ ડીરેક્ટરોને ગાંધીનગરથી તેડુ આવ્યુ હતુ. જ્યાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલના ઘરે આગેવાનો પહોંચ્યા છે અને આ માટે ચર્ચાઓ ચાલી રહી છે. વડોદરા અને છોટા ઉદેપુરના ધારાસભ્યો અને સાંસદને પણ ઉપસ્થિત રહેવા માટે જણાવ્યુ હતુ.
ગાંધીનગમાં ચર્ચા બાદ આ અંગે નિર્ણય કરવામાં આવશે. બરોડા ડેરીના ચેરમેન અને વાઈસ ચેરમેનના નામ ચર્ચાના અંતે નક્કી કરવામાં આવશે. જે નામની જાહેરાત બેઠક બાદ કરવામાં આવશે. આમ બરોડા ડેરીના નવા હોદ્દેદારોના નામ જાહેર થવાને લઈ જોવાઈ રહેલી રાહનો અંત આવશે. નવા નામની જાહેરાત ગાંધીનગરથી જ થશે એમ માનવામાં આવી રહ્યુ છે. સીઆર પાટીલ ચર્ચા બાદ નામ અંગે મહોર લગાવશે.
Published On - 7:19 pm, Tue, 27 June 23