Sabarkantha : ચિલોડા-શામળાજી નેશનલ હાઇવે પરના ઓવરબ્રિજના સમારકામ માટે નીતિન ગડકરીને કરી રજૂઆત, જુઓ Video

સાબરકાંઠા જિલ્લાના ચિલોડા-શામળાજી નેશનલ હાઇવે પરના ઓવરબ્રિજની નબળી ગુણવત્તા અંગે સાંસદ શોભના બારૈયાએ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને રજૂઆત કરી છે. સાંસદ શોભાનાબેન બારૈયાએ નીતિન ગડકરીને ચિલોડા-શામળાજી નેશનલ હાઈવેની સમસ્યાની રજૂઆત કરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 09, 2024 | 11:58 AM

સાબરકાંઠા જિલ્લાના ચિલોડા-શામળાજી નેશનલ હાઇવે પરના ઓવરબ્રિજની નબળી ગુણવત્તા અંગે સાંસદ શોભના બારૈયાએ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને રજૂઆત કરી છે. સાંસદ શોભાનાબેન બારૈયાએ નીતિન ગડકરીને ચિલોડા-શામળાજી નેશનલ હાઈવેની સમસ્યાની રજૂઆત કરી છે. હાઈવે પરના ઓવરબ્રિજનું મજબૂતીકરણ કરવા, રસ્તા પરના ખાડાના સમારકામ માટે રજૂઆત કરી છે. ઝડપથી સિક્સ લાઈન હાઈવેનું કાર્ય પૂર્ણ કરવા નીતિન ગડકરીએ સાંસદને ખાતરી આપી છે.

ચિલોડા – શામળાજી નેશનલ હાઈવે પરના ઓવરબ્રિજ પર ગાબડા પડવાથી અકસ્માત થવાની શક્યતાઓમાં વધી જાય છે. તેમજ આ ઓવરબ્રિજની પર ખાડા પડવાના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. જેના પગલે સાબરકાંઠાના સાંસદ શોભના બારૈયાએ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને બ્રિજનું મજબૂતીકરણ માટે રજૂઆત કરી છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">