અમદાવાદના ફ્લાવર શોએ તોડ્યો ચીનનો રેકોર્ડ, ગિનિસ બુકમાં મળ્યું સ્થાન
અમદાવાદના ફ્લાવર શોને ગિનિસ બુકમાં સ્થાન મળ્યુ છે. ધ લોન્ગેસ્ટ ફ્લાવર સ્ટ્રક્ચર તરીકે ગિનિસ બુકમાં સ્થાન આપવામાં આવ્યુ છે. ફ્લાવર શોએ ચીનનો રેકોર્ડ તોડ્યો છે. અમદાવાદના રિવરફ્રન્ટ પર ફ્લાવર શોને રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ખુલ્લો મુક્યો હતો. ફ્લાવર શો જબરદસ્ત આકર્ષણ ધરાવે છે અને જેની મુલાકાત લેવા મોટો ધસારો રહેતો હોય છે.
અમદાવાદમાં યોજાઈ રહેલા ફ્લાવર શોને ગિનિસ બુકમાં સ્થાન મળ્યુ છે. જબદરદસ્ત આકર્ષણ ધરાવતા ફ્લાવર શોએ તીનનો રેકોર્ડ તોડી દીધો છે. ગિનિસ બુકે ધ લોગેન્સ્ટ ફ્લવાર સ્ટ્રકચર તરીકે સ્થાન આપ્યુ છે. 221 મીટરની લંબાઈ ધરાવતા ફ્લાવર શોને સૌથી લોંગેસ્ટ સ્ટ્રક્ચર તરીકે છે અને આમ હવે ચીનના રેકોર્ડને બ્રેક કર્યો છે.
આ પણ વાંચો: દીવના દરિયાકાંઠે જામ્યો બીચ ગેમ્સ 2024 નો માહોલ, પ્રવાસીઓએ ઉઠાવી પૂરી મોજ, જુઓ
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સરાહનીય કાર્યને હવે ગૌરવ ભર્યુ સ્થાન મળ્યુ છે. ફ્લાવર શો પ્રત્યે ખૂબ જ આકર્ષણ છે અને એટલે જ અહીં મુલાકાતીઓનો ધસારો મોટા પ્રમાણમાં રહેતો હોય છે. આ વખતે ફ્લાવર શોમાં અનેક નવા આકર્ષણ તૈયાર કરવામાં આવ્યા છે. દેશ વિદેશના ફ્લાવર પ્લાન્ટનો ઉપયોગ અહીં કરવામાં આવ્યો છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Jan 10, 2024 07:53 PM