Ahmedabad : વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ સોમવારથી કોંગ્રેસની સમીક્ષા બેઠકો યોજાશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભૂંડી હાર બાદ આવતીકાલથી કોંગ્રેસની સમીક્ષા બેઠકો યોજાશે. જેમા સાંજે 4 કલાકે કોંગ્રેસના 17 ધારાસભ્યોની બેઠક મળશે. જેમાં સોમવારે ઉત્તર ગુજરાત કોંગ્રેસના ઉમેદવારો સાથે પ્રમુખની બેઠક યોજાશે.182 વિધાનસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવારોની ઝોન મુજબ બેઠકો મળશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભૂંડી હાર બાદ આવતીકાલથી કોંગ્રેસની સમીક્ષા બેઠકો યોજાશે. જેમા સાંજે 4 કલાકે કોંગ્રેસના 17 ધારાસભ્યોની બેઠક મળશે. જેમાં સોમવારે ઉત્તર ગુજરાત કોંગ્રેસના ઉમેદવારો સાથે પ્રમુખની બેઠક યોજાશે.182 વિધાનસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવારોની ઝોન મુજબ બેઠકો મળશે. હારના કારણો અંગે બેઠકમાં ચર્ચા કરાશે. જેમા ચૂંટણીમાં કોંગ્રસ ક્યાં નબળું પડ્યું એના તારણો કાઢવામાં આવશે. આ સમીક્ષા બેઠકમાં પૂર્વ પ્રમુખો અને પૂર્વ નેતા વિપક્ષો હાજર રહેશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માં ભાજપે 156 બેઠકો સાથે જીત મેળવી છે. કોંગ્રેસના ધુરંધર મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીના સમયમાં 149 બેઠક બાદ વર્ષ 2022ની ચૂંટણીમાં ભાજપે 156 બેઠક લાવીને જુના રેકોર્ડને ઈતિહાસ કરી નાખ્યો છે. જો કે જીતેલી આ તમામ 156 બેઠકો પૈકી ભાજપે કોંગ્રેસમાંથી ભાજપમાં સામેલ થયેલા 12 ભૂતપૂર્વ ધારાસભ્યો અને બે ભૂતપૂર્વ કોંગ્રેસના ધારાસભ્યના પુત્રને ટિકિટ આપી હતી. એટલે કે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કુલ 14ને ટિકિટ મળી હતી. જેમાંથી કુલ 11 લોકોએ જીત મેળવી છે.
કોંગ્રેસના પૂર્વ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ સહિત કોંગ્રેસના અનેક લોકો ચૂંટણી પહેલા ભાજપમાં સામેલ થયા હતા. જેમાંથી કોંગ્રેસે 14ને ટિકિટ આપી હતી. જેમાંથી ત્રણ લોકોને બાદ કરતા તમામે ભાજપની ટિકિટ પર જીત મેળવી છે. વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટી (AAP)ના ભૂપેન્દ્ર ભાયાણીએ પૂર્વ કોંગ્રેસી અને હાલમાં ભાજપના નેતા એવા હર્ષદ રિબડિયાને હરાવ્યા છે. જવાહર ચાવડાએ માર્ચ 2019માં કોંગ્રેસના ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યું હતું અને બાદમાં ભાજપની ટિકિટ પર પેટાચૂંટણી જીતી હતી, જો કે 2022ની ચૂંટણીમાં તેઓ કોંગ્રેસના અરવિંદ લાડાણી સામે લગભગ 3,000 મતોથી હારી ગયા છે.