Ahmedabad : રાયપુર દરવાજા નજીક સરનામુ પુછવાના બહાને1 કિલો સોનાની લૂંટ, લૂંટારુઓના CCTV આવ્યા સામે, જુઓ Video
અમદાવાદમાં ફરી એક વાર લૂંટની ઘટના બની છે. અમદાવાદના રાયપુર દરવાજા નજીક 1 કિલો સોનાની લૂંટની ઘટના સામે આવી છે. જવેલર્સના કર્મચારીને સરનામુ પુછવાના બહાને 2 અજાણ્યા શખ્સોએ આંતરી લીધો હતો.
અમદાવાદમાં ફરી એક વાર લૂંટની ઘટના બની છે. અમદાવાદના રાયપુર દરવાજા નજીક 1 કિલો સોનાની લૂંટની ઘટના સામે આવી છે. જવેલર્સના કર્મચારીને સરનામુ પુછવાના બહાને 2 અજાણ્યા શખ્સોએ આંતરી લીધો હતો. ત્યારબાદ લૂંટ કરી ફરાર થયો છે. સ્કૂટર પર જઈ રહેલા કર્મચારીને નિશાન બનાવ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે તપાસ તેજ કરી છે.
લૂંટ પહેલા પેટ્રોલ પંપ પર કર્મચારી સાથે લૂંટારુઓ વાતચીત કર્યાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે. પેટ્રોલ પંપ પરના સીસીટીવીમાં શંકાસ્પદ ઈસમો કેદ થયા છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર શાહ આલમ થઈ નારોલ તરફ લૂંટારુઓ ભાગ્યા હોવાનું અનુમાન કરવામાં આવ્યુ છે. જો કે પોલીસ દ્વારા ભોગ બનનાર કર્મચારીની પણ ઉલટ તપાસ અને પૂછપરછ કરી છે.
પોલીસે કર્મચારીની કરી ઉલટ તપાસ
જમાલપુરમાં આવેલી અશરફી જવેલર્સના 19 વર્ષી કર્મચારી ધર્મ ઠક્કર પાસે રહેલા 1 કિલો સોનની લૂંટ થઈ છે. ધર્મ ઠક્કરે સમગ્ર ઘટનાની જાણ કાગપીઠ પોલીસ સ્ટેશનમાં કરી હતી. કાગપીઠ પોલીસે ફકિયાદ નોંધી ધર્મ ઠક્કરે જણાવેલી માહિતીનું ક્રોસ વેરિફિકેશન કરી કર્યુ હતુ.
ત્યાર બાદ અમદાવાદના એન્ટ્રી એકઝીટ પોઇન્ટ ના વિસ્તારો ના ccctv ફૂટેજ ની ચકાસણી કરી શહેર પોલીસ ની જુદી જુદી ટિમો દ્વારા લૂંટારુઓ નું પગેરું મેળવવાની કવાયત શરૂ કરવામાં આવી છે. કાગપીઠ પોલીસ સ્ટેશનની પોલીસ અને ઝોન 6ના LCBની ટીમે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

સર્વજ્ઞાતિ સમૂહલગ્નના આયોજક ફરાર, ભૂદેવોએ શરુ કરાવી લગ્નની વિધિ

આ 4 રાશિના જાતકોની આજે કિસ્મત ચમકશે, ધનલાભના સંકેત

ગુજરાતમાં બેવડી ઋતુનો થશે અનુભવ, આ જિલ્લામાં કાળઝાળ ગરમીની આગાહી

BZ ફાઇનાન્સ કેસ: CID ક્રાઇમ દ્વારા કોર્ટમાં ચાર્જશીટ રજૂ, જુઓ Video
