Bhakti : શું તમે જાણો છો કે કેવી રીતે શુક્રાચાર્ય દૈત્યના ગુરુ બન્યા? જાણવા માટે વાંચો આ પોસ્ટ
Bhakti : શુક્રાચાર્ય દૈત્યો અને રાક્ષસોના ગુરુ હતા. પરંતુ શું તમે જાણો છો કે કેવી રીતે તેઓ દૈત્ય અને રાક્ષસોના ગુરુ બન્યા? આજે તમને જણાવીશું શુક્રાચાર્યની એક ઋષિથી દૈત્ય ગુરુ બનવાની કથા વિષે.
Bhakti : શુક્રાચાર્ય દૈત્યો અને રાક્ષસોના ગુરુ હતા. પરંતુ શું તમે જાણો છો કે કેવી રીતે તેઓ દૈત્ય અને રાક્ષસોના ગુરુ બન્યા? આજે તમને જણાવીશું શુક્રાચાર્યની એક ઋષિથી દૈત્ય ગુરુ બનવાની કથા વિષે. પુરાણોના વર્ણન અનુસાર શુક્રાચાર્ય મહર્ષિ ભૃગુના પુત્ર અને ભગવાન વિષ્ણુના પરમ ભક્ત પ્રહલાદના ભાણીયા હતા. મહર્ષિ ભૃગુની પહેલી પત્નીનું નામ હતું ખ્યાતિ, જે દક્ષના પુત્રી હતા. ખ્યાતિ અને મહર્ષિ ભૃગુને ધાતા અને વિધાતા એમ બે પુત્રો, તેમજ એક પુત્રી – લક્ષ્મી હતા. લક્ષ્મીના વિવાહ તેમેણે ભગવાન વિષ્ણુ સાથે કર્યા. મહર્ષિ ભૃગુને ઉશનસ અને ચ્યવન જેવા અન્ય પુત્ર પણ હતા. માનવામાં આવે છે કે ઉશનસ આગળ જઈને શુક્રાચાર્યના નામે ઓળખાયા.