Viral Video : માર્કેટમાં આવી ગઈ છે કેળાની પાણીપુરી, ગુજરાતના સ્ટ્રીટ વેન્ડરનો વીડિયો થયો વાયરલ
હાલમાં જ પાણીપુરી લવર્સ માટે એક નવી વેરાયટી માર્કેટમાં આવી ગઈ છે. કેળાની પાણીપુરીનો એક વીડિયો હાલ વાયરલ થયો છે. જેમાં સ્ટ્રીટ વેન્ડર બટાકાની જગ્યાએ કેળાનો મસાલો બનાવી પાણીપૂરી વેચી રહ્યો છે.
સ્ટ્રીટ ફૂડમાં મહિલાઓની પહેલી પસંદ એવી પાણીપુરીનો એક નવો કોમ્બો માર્કેટમાં આવ્યો છે, જેમાં બટાકાની જગ્યાએ કેળાનો ઉપયોગ કરી ગુજરાતના સ્ટ્રીટ વેન્ડરે કમાલ કરી છે. જેનો વીડિયો સોશિયલ મિડીયામાં ખૂબ વાયરલ થયો છે.
કેળા-ચણા પાણીપુરી
ગુજરાતીઓનો સ્ટ્રીટ ફૂડ પ્રત્યે પ્રેમ હવે કોઇથી છુપાયો નથી અને તેમાં પણ એક વાનગીમાં નવું કઇંક ઉમેરવાની કળાનું તો શું જ કહેવું. ભારતમાં લોકોના સૌથી ફેવરિટ સ્ટ્રીટ ફૂડ પાણીપુરીમાં પણ હવે અનેક ફ્લેવર હોય છે ત્યારે ગુજરાતના એક પાણીપુરી વેચનારે અલગ જ વિચાર સાથે પાણીપુરીમાં બટાકાના સ્થાને કેળાં ઉમેરી અજીબ ચીલો ચીતર્યો છે.
વીડિયો સોશિયલ મિડીયામાં થયો વાયરલ
સ્ટ્રીટ વેન્ડર દ્વારા કેળાની પાણીપુરી બનાવતો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયોમાં એક માણસ કેળાને કોથમીર, મસાલા, મરચાં અને ચણા સાથે ભેળવી રહ્યો છે. બટાકાના બદલે કેળાને પાણીપુરીના મસાલામાં મિક્સ કરી રહ્યો છે. પાણીપુરીના મસાલો તૈયાર કર્યા બાદ વેન્ડર લોકોને પાણીપુરી ખવડાવે છે અને લોકો તેનો આનંદ પણ માણી રહ્યા છે. આ વીડિયો ગુજરાતનો છે.
Hurting the food sentiments of Pani Puri lover’s on the TL
Presenting Banana Chana Pani Puri🙈 pic.twitter.com/961X9wnuLz
— Mohammed Futurewala (@MFuturewala) June 22, 2023
બટાકાને બદલે કેળાની વાનગીઓ
પાણીપુરીમાં બટાકાના સ્થાને કેળાંનો ઉપયોગ કરવાનો વિચાર ગુજરાતમાં ખૂબ જ જૂનો છે અને આ વિચાર જૈન લોકો સાથે જોડાયેલો છે. ગુજરાતમાં જૈનોની સંખ્યા અન્ય રાજ્યોની સરખામણીમાં વધુ છે અને જૈન આસ્થાના કારણે અનેકવાર ગુજરાતમાં બટાકાને બદલે કેળાની વાનગીઓ બનાવવામાં આવે છે.
ગુજરાતમાં માત્ર પાણીપુરી જ નહીં પરંતુ અનેક ફાસ્ટ ફૂડમાં અલગ-અલગ ફ્લેવર અને વેરાયટી જોવા મળે છે. લોકો પણ આ ફાસ્ટ ફૂડને ખૂબ એન્જોય કરે છે એન એટલા માટે જ અહી દરેક પ્રકારના ફૂડ ફેમસ છે. જેમાં પાણીપુરી સૌથી ફેવરિટ છે.
લોકોની પ્રતિક્રિયા
આ વીડિયો મોહમ્મદ ફ્યુચરવાલાએ ટ્વિટર પર શેર કર્યો હતો. જેમાં તેણે કેપ્શનમાં લખ્યું હતું, “ પાણીપુરી પ્રેમીઓ માટે પ્રસ્તુત છે કેળા ચણા પાણી પુરી,” આ વીડિયો શેર કર્યા બાદ અનેક લોકોએ તેના પર કોમેન્ટ્સ કરી હતી. અનેક લોકોએ આ નવા ફૂડ આઇડિયાની પ્રશંસા કરી હતી તો અનેક લોકોને આ નવી કેળાં પાણીપુરી પસંદ ન આવી.
વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો