મુંબઈ પોલીસે રસ્તાની પર વગાડી Bella Ciaoની ધૂન, જોતા જ રહી ગયા લોકો, VIDEO VIRAL
પોલીસકર્મીઓ નેટફ્લિક્સની વેબસિરિઝ મની હેઈસ્ટની મોસ્ટ પોપ્યુલર ટ્યુન બેલા સિયાઓને રસ્તા વચ્ચે બેન્ડ પર વગાડી લોકોનું મનોરંજન કરી રહ્યા છે. મુંબઈ પોલીસ કમિશનરના ટ્વિટર હેન્ડલ દ્વારા શેર કરવામાં આવેલ આ વીડિયો જોઈ શકો છો, જેમાં પોલીસ બેન્ડના સભ્યો બેલા સિયાઓની ધૂન વગાડી રહ્યા છે.
તમને Netflix ની પ્રખ્યાત વેબ સિરીઝ Money Heist નું પ્રખ્યાત ગીત Bella Ciao યાદ હશે. આ વેબ સિરીઝ પછી આ ઇટાલિયન લોકગીત ઘર-ઘરનું પોપ્યુલર બની ગયું છે. મની હેઇસ્ટને રિલીઝ થયાને ઘણો સમય થઈ ગયો છે, પરંતુ લોકો બેલા Ciaoની ટ્યુનને ભૂલી શક્યા નથી. ઘણીવાર સંગીત પ્રેમીઓ આ ગીતને પોતાની રીતે કંપોઝ કરે છે અને તેને સોશિયલ મીડિયા પર રજૂ કરતા રહે છે. ત્યારે હવે આ મામલે મુંબઈ પોલીસ પણ પાછળ નથી, જેમણે આ ગીતને શ્રેષ્ઠ રીતે રજૂ કર્યું છે.
સોશિયલ મીડિયા પર આપણે અવાર નવાર એકથી એક ચડિયાતા વીડિયો જોતા હોઈએ છીએ અને તે હવે મંનોરંજનનું એક માધ્યમ પણ બની ગયુ છે. અત્યારે મોટા ભાગના લોકો રિલ્સ બનાવી કે વીડિયો બનાવી તેમાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરતા હોય છે અને અન્ય લોકોનું મનોરંજન કરતા હોય છે. ત્યારે આવો એક વીડિયો સામે આવ્યો છે જેમાં કોઈ વ્યક્તિ નહી પણ ખુદ પોલીસ કર્મીઓ જોવા મળી રહ્યા છે અને તેમા પણ વાયરલ થઈ રહેલ આ વીડિયો મુંબઈ પોલીસનો છે.
મુંબઈ પોલીસના અતરંગી અંદાજ
સામાન્ય રીતે યુનિફોર્મવાળા લોકોને જોઈને એવું લાગે છે કે તેઓ કોઈ કડક અધિકારી કે કર્મચારી હશે, જે સહેજ પણ ભૂલને છોડશે નહીં. તેમને હમેશા યુનિફોર્મમાં જોઈને કોઈ માની જ ન શકે કે તેને સંગીત અને વાદ્યો સાથે કંઈક લેવાદેવા છે, પરંતુ મુંબઈ પોલીસે આવી દરેક વિચારસરણીને ખોટી સાબિત કરી બતાવી છે કે પોલીસકર્મીઓ નેટફ્લિક્સની વેબસિરિઝ મની હેઈસ્ટની મોસ્ટ પોપ્યુલર ટ્યુન બેલા સિયાઓને રસ્તા વચ્ચે બેન્ડ પર વગાડી લોકોનું મનોરંજન કરી રહ્યા છે. મુંબઈ પોલીસ કમિશનરના ટ્વિટર હેન્ડલ દ્વારા શેર કરવામાં આવેલ આ વીડિયો જોઈ શકો છો, જેમાં પોલીસ બેન્ડના સભ્યો બેલા સિયાઓની ધૂન વગાડી રહ્યા છે.
Mumbaikars!.Pl enjoy,, Our police band performing for you!!
Dates: 20-21, 27-28 May and dt. 03, 04 June 2023#KhakiStudio#Weekend pic.twitter.com/MRDSHOYcdM
— पोलीस आयुक्त, बृहन्मुंबई – CP Mumbai Police (@CPMumbaiPolice) May 21, 2023
લોકોએ કર્યા વખાણ
આ શાનદાર પ્રદર્શન જોઈને લોકો પોલીસકર્મીઓના બેન્ડના વખાણ કરતા થાકતા નથી. એક યુઝરે લખ્યું કે આ મુંબઈ પોલીસની ટીમનું શાનદાર પ્રદર્શન છે. આ માટે તેમને શુભેચ્છાઓ. એક યુઝરે કમેન્ટ કરી કે આ એક શાનદાર ટેલેન્ટ છે. એક યુઝરે લખ્યું કે, સોશિયલ મીડિયા પર શેર થવાને કારણે આખો દેશ તેનો આનંદ લઈ રહ્યો છે. ત્યાં અત્યાર સુધી, મુંબઈ પોલીસના અદ્ભુત પ્રદર્શનને 57.9K વ્યુઝ મળ્યા છે.
વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો