હૈદરાબાદી બિરયાનીમાં લખનવી રાયતુ ફેલાયું, યુઝર્સે કહ્યું – ‘કાવ્યા જી આ ટીમને વેચી દો’

|

Apr 07, 2023 | 11:14 PM

Lucknow Super Giants vs Sunrisers Hyderabad : 122 રનના ટાર્ગેટને લખનઉ સુપર જાયન્ટ્સે 5 વિકેટના નુકશાન સાથે 16મી ઓવરમાં જ ચેઝ કરી લીધો હતો. આ દરમિયાન હૈદરાબાદની માલિક કાવ્યા મારનના ફોટો અને અન્ય મીમ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. 

હૈદરાબાદી બિરયાનીમાં લખનવી રાયતુ ફેલાયું, યુઝર્સે કહ્યું - કાવ્યા જી આ ટીમને વેચી દો
KAVYA MARAN

Follow us on

આઈપીએલની 16મી સિઝનની 10મી મેચ હાલમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાઈ હતી. લખનઉના એકના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચમાં હૈદરાબાદની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી હતી પણ આ નિર્ણય તેમને જ ભારે પડયો હતો. 20 ઓવરના અંતે આ ટીમ 8 વિકેટના નુકશાન સાથે 121 રન બનાવી શકી હતી. 122 રનના ટાર્ગેટને લખનઉ સુપર જાયન્ટ્સે 5 વિકેટના નુકશાન સાથે 16મી ઓવરમાં જ ચેઝ કરી લીધો હતો. આ દરમિયાન હૈદરાબાદની માલિક કાવ્યા મારનના ફોટો અને અન્ય મીમ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.

આ રહ્યા એ વાયરલ મીમ્સ

 

પ્રીતિ ઝિન્ટા જેટલી જ સુંદર છે તેની ભત્રીજી, 12 વર્ષ પહેલા કર્યું હતું ડેબ્યૂ
Health Tips : ઉનાળામાં ગુંદ ખાવાથી આટલા રોગ થશે છૂમંતર !
માત્ર 189માં મળી રહ્યો 28 દિવસનો પ્લાન ! Jioની ધમાકેદાર ઓફર
ત્વાચા પરથી ટેનિંગ દૂર કરવાના 5 અસરકારક ઘરેલુ ઉપાય
રાત્રે ક્યારેય પાયલનો અવાજ સાંભળાયો છે? જાણો તે શુભ છે કે અશુભ
આમિર ખાન અને ગૌરી સ્પ્રૈટની ઉંમરમાં કેટલું અંતર છે? જાણો

 

 

 

 

 

 

લખનઉ સુપર જાયન્ટ્સનું પ્રદર્શન

લખનઉના બોલરના ધમાકેદાર પ્રદર્શનને કારણે હૈદરાબાદની ટીમ આઈપીએલનો 2023નો સૌથી ઓછો સ્કોર બનાવ્યો હતો. પ્રથમ ઈનિંગમાં લખનઉ તરફથી ગુજ્જુ ઓલરાઉન્ડર કૃણાલ પંડયાએ 4 ઓવરમાં 18 રન આપીને 3 વિકેટ લીધી હતી. યસ ઠાકુર અને રવિ બિશ્નોઈએ 1-1 વિકેટ લીધી હતી. જ્યારે અમિત મિશ્રાએ 4 ઓવરમાં 23 રન આપીને 2 વિકેટ લીધી હતી.

બીજી ઈનિંગમાં રાહુલ-કૃણાલે જીતનો પાયો નાંખ્યો હતો. પણ જીતની નજીક પહોંચીને પણ લખનઉ ઘણી વિકેટ ગુમાવી હતી. બીજી ઈનિંગમાં લખનઉ તરફથી માયર્સે 13 રન, દીપક હુડ્ડાએ 7 રન, કૃણાલ પંડયાએ 34 રન, કેએલ રાહુલે 34 રન, સ્ટોઈનિશે 10 રન, શેપર્ડે 0 રન અને નિકોલસ પૂરને 11 રન બનાવ્યા હતા. બીજી ઈનિંગમાં લખનઉની ટીમે 3 સિક્સર અને 13 ચોગ્ગા ફટકાર્યા હતા.

સનરાઈઝર્સ હૈદરાબાદનું પ્રદર્શન

હૈદરાબાદની ઓપનિંગ જોડી અને કેપ્ટન એડન માર્કરામ પોતાના પ્રથમ મેચમાં જ ફલોપ ગયા હતા. એક સમયે સુંદર અને રાહુલ ત્રિપાઠીએ બાજી સંભાળી હતી, પણ તેઓ મોટો સ્કોર ઊભો કરી શકયા ન હતા. પ્રથમ ઈનિંગમાં હૈદરાબાદ તરફથી અનમોલપ્રીત સિંહે 31 રન, મયંક અગ્રવાલે 8 રન, કેપ્ટન એડન માર્કરામે 0 રન, હૈરી બ્રુકે 3 રન, રાહુલ ત્રિપાઠીએ 34 રન, વોશિંગટન સુંદરે 16 રન , આદિલ રાશિદે 4 રન, ઉમરાન મલિકે 0 રન, અબ્દુલ સમદે 21 રન બનાવ્યા હતા. આ ઈનિંગમાં 4 સિક્સર અને 10 ચોગ્ગા જોવા મળ્યા હતા.

બીજી ઈનિંગમાં હૈદરાબાદ તરફથી આદિલ રશિદે 3 ઓવરમાં 23 રન આપીને 2 વિકેટ લીધી હતી. જ્યારે ભુવનેશ્વર, ફારુકી અને ઉમરાન મલિકે 1-1 વિકેટ લીધી હતી.

 

ટ્રેડિંગ સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

વાયરલ અને ટ્રેડિંગ વીડિયો સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

 

Next Article