LSG vs SRH IPL 2023 Highlights : સુપર જાયન્ટ્સની બીજી જીત, 16 ઓવરમાં ચેઝ કર્યો ટાર્ગેટ
LSG vs SRH IPL 2023 Highlights Updates : 122 રનના ટાર્ગેટને લખનઉ સુપર જાયન્ટ્સે 5 વિકેટના નુકશાન સાથે 16મી ઓવરમાં જ ચેઝ કરી લીધો હતો. હૈદરાબાદ સામે 5 વિકેટથી જીત મેળવી લખનઉની ટીમ પોઈન્ટ ટેબલ પર ટોપ પર પહોંચ્યું છે.

આઈપીએલની 16મી સિઝનની 10મી મેચ હાલમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાઈ હતી. લખનઉના એકના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચમાં હૈદરાબાદની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી હતી. પણ આ નિર્ણય તેમને જ ભારે પડયો હતો. 20 ઓવરના અંતે આ ટીમ 8 વિકેટના નુકશાન સાથે 121 રન બનાવી શકી હતી. 122 રનના ટાર્ગેટને લખનઉ સુપર જાયન્ટ્સે 5 વિકેટના નુકશાન સાથે 16મી ઓવરમાં જ ચેઝ કરી લીધો હતો. હૈદરાબાદ સામે 5 વિકેટથી જીત મેળવી લખનઉની ટીમ પોઈન્ટ ટેબલ પર ટોપ પર પહોંચ્યું છે.
લખનઉ સુપર જાયન્ટ્સનું પ્રદર્શન
લખનઉના બોલરના ધમાકેદાર પ્રદર્શનને કારણે હૈદરાબાદની ટીમ આઈપીએલનો 2023નો સૌથી ઓછો સ્કોર બનાવ્યો હતો. પ્રથમ ઈનિંગમાં લખનઉ તરફથી ગુજ્જુ ઓલરાઉન્ડર કૃણાલ પંડયાએ 4 ઓવરમાં 18 રન આપીને 3 વિકેટ લીધી હતી. યસ ઠાકુર અને રવિ બિશ્નોઈએ 1-1 વિકેટ લીધી હતી. જ્યારે અમિત મિશ્રાએ 4 ઓવરમાં 23 રન આપીને 2 વિકેટ લીધી હતી.
બીજી ઈનિંગમાં રાહુલ-કૃણાલે જીતનો પાયો નાંખ્યો હતો. પણ જીતની નજીક પહોંચીને પણ લખનઉ ઘણી વિકેટ ગુમાવી હતી. બીજી ઈનિંગમાં લખનઉ તરફથી માયર્સે 13 રન, દીપક હુડ્ડાએ 7 રન, કૃણાલ પંડયાએ 34 રન, કેએલ રાહુલે 34 રન, સ્ટોઈનિશે 10 રન, શેપર્ડે 0 રન અને નિકોલસ પૂરને 11 રન બનાવ્યા હતા. બીજી ઈનિંગમાં લખનઉની ટીમે 3 સિક્સર અને 13 ચોગ્ગા ફટકાર્યા હતા.
સનરાઈઝર્સ હૈદરાબાદનું પ્રદર્શન
હૈદરાબાદની ઓપનિંગ જોડી અને કેપ્ટન એડન માર્કરામ પોતાના પ્રથમ મેચમાં જ ફલોપ ગયા હતા. એક સમયે સુંદર અને રાહુલ ત્રિપાઠીએ બાજી સંભાળી હતી, પણ તેઓ મોટો સ્કોર ઊભો કરી શકયા ન હતા. પ્રથમ ઈનિંગમાં હૈદરાબાદ તરફથી અનમોલપ્રીત સિંહે 31 રન, મયંક અગ્રવાલે 8 રન, કેપ્ટન એડન માર્કરામે 0 રન, હૈરી બ્રુકે 3 રન, રાહુલ ત્રિપાઠીએ 34 રન, વોશિંગટન સુંદરે 16 રન , આદિલ રાશિદે 4 રન, ઉમરાન મલિકે 0 રન, અબ્દુલ સમદે 21 રન બનાવ્યા હતા. આ ઈનિંગમાં 4 સિક્સર અને 10 ચોગ્ગા જોવા મળ્યા હતા.
બીજી ઈનિંગમાં હૈદરાબાદ તરફથી આદિલ રશિદે 3 ઓવરમાં 23 રન આપીને 2 વિકેટ લીધી હતી. જ્યારે ભુવનેશ્વર, ફારુકી અને ઉમરાન મલિકે 1-1 વિકેટ લીધી હતી.
LIVE NEWS & UPDATES
-
LSG vs SRH Live Score : લખનઉની 5 વિકેટથી જીત
લખનઉની ટીમે હૈદરાબાદ સામે 5 વિકેટથી જીત મેળવી છે. આ ટીમે 16મી ઓવરમાં જ ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. લખનઉની ટીમે પોતાના હોમ ગ્રાઉન્ડ પર બીજી જીત મેળવી છે. કૃણાલ પંડયાએ આ મેચમાં ઓલરાઉન્ડર પ્રદર્શન કર્યું છે.
-
LSG vs SRH Live Score : લખનઉની ત્રીજી વિકેટ પડી
લખનઉની ત્રીજી વિકેટ પડી, કૃણાલ પંડયા 34 રન બનાવી ઉમરાન મલિકની ઓવરમાં આઉટ થયો.લખનઉની જીત લગભગ પાક્કી. 13 ઓવર બાદ લખનઉનો સ્કોર 109/3
-
-
LSG vs SRH Live Score : 11 ઓવર બાદ લખનઉનો સ્કોર 91/2
કેપ્ટન રાહુલ 31 રન અને કૃણાલ પંડયા 28 રન સાથે રમી રહ્યાં છે. 11 ઓવર બાદ લખનઉનો સ્કોર 91/2. લખનઉને જીતવા માટે 54 બોલમાં 31 રનની જરુર
-
LSG vs SRH Live Score : 9 ઓવર બાદ લખનઉનો સ્કોર 72/2
કેપ્ટન રાહુલ 30 રન અને કૃણાલ પંડયા 15 રન સાથે રમી રહ્યાં છે. 9 ઓવર બાદ લખનઉનો સ્કોર 72/2. લખનઉને જીત માટે 66 બોલમાં 50 રનની જરુર
-
LSG vs SRH Live Score : 7 ઓવર બાદ લખનઉનો સ્કોર 55/2
કેપ્ટન રાહુલ 25 રન અને કૃણાલ પંડયા 1 રન સાથે રમી રહ્યાં છે. 7 ઓવર બાદ લખનઉનો સ્કોર 55/2
-
-
LSG vs SRH Live Score : લખનઉની બીજી વિકેટ પડી
લખનઉની બીજી વિકેટ પડી, ભુવનેશ્વરની ઓવરમાં હુડ્ડા 7 રન બનાવી કેચ આઉટ થયો. 6 ઓવર બાદ લખનઉનો સ્કોર 45/2
-
LSG vs SRH Live Score : લખનઉની પ્રથમ વિકેટ પડી
લખનઉની પ્રથમ વિકેટ પડી, માયર્સ 13 રન બનાવી આઉટ. 4.3 ઓવરમાં લખનઉનો સ્કોર 34/1
-
LSG vs SRH Live Score : 4 ઓવર બાદ લખનઉનો સ્કોર 35/0
કેપ્ટન રાહુલ 13 રન અને માયર્સ 17 રન સાથે રમી રહ્યાં છે.4 ઓવર બાદ લખનઉનો સ્કોર 35/0. આ ઓવરમાં કેપ્ટન રાહુલની બેટની ચોગ્ગો જોવા મળ્યો.
-
LSG vs SRH Live Score : 3 ઓવર બાદ લખનઉનો સ્કોર 29/0
કેપ્ટન રાહુલ 12 રન અને માયર્સ 12 રન સાથે રમી રહ્યાં છે.3 ઓવર બાદ લખનઉનો સ્કોર 29/0. આ ઓવરમાં એક ચોગ્ગો જોવા મળ્યો.
-
LSG vs SRH Live Score : 2 ઓવર બાદ લખનઉનો સ્કોર 24/0
2 ઓવર બાદ લખનઉનો સ્કોર 24/0. કેપ્ટન રાહુલ અને ઓલરાઉન્ડર માયર્સ લખનઉ તરફથી ઓપનિંગ માટે આવ્યા છે. હૈદરાબાદની ટીમે 122 રનનો ટાર્ગેટ આપ્યો છે.
-
LSG vs SRH IPL 2023 Live Score : 20 ઓવર બાદ સનરાઈઝર્સ હૈદરાબાદનો સ્કોર 121/8
20 ઓવર બાદ સનરાઈઝર્સ હૈદરાબાદનો સ્કોર 121/8. આઈપીએલની 16મી સિઝનનો આ હમણા સુધીનો સૌથી ઓછો સ્કોર છે. અંતિમ ઓવરમાં એક વિકેટ અને બે સિક્સર જોવા મળી.
-
LSG vs SRH IPL 2023 Live Score : હૈદરાબાદની સાતમી વિકેટ પડી
હૈદરાબાદની સાતમી વિકેટ પડી, અમિત મિશ્રાની ઓવરમાં આદિલ રાશિદ 4 રન બનાવી આઉટ થયો . 19 ઓવર બાદ હૈદરાબાદનો સ્કોર 108/7
-
LSG vs SRH IPL 2023 Live Score : હૈદરાબાદની છઠ્ઠી વિકેટ પડી
હૈદરાબાદની છઠ્ઠી વિકેટ પડી, વોશિંગ્ટન સુંદર 16 રન બનાવી આઉટ થયો. 18.5 ઓવર બાદ હૈદરાબાદનો સ્કોર 119/6
-
LSG vs SRH IPL 2023 Live Score : હૈદરાબાદની પાંચમી વિકેટ પડી
સનરાઇઝર્સ હૈદરાબાદની અડધી ટીમ પવેલિયનમાં, રાહુલ ત્રિપાઠી 34 રન બનાવી આઉટ. 17.3 ઓવર બાદ હૈદરાબાદનો સ્કોર 98/5
-
LSG vs SRH IPL 2023 Live Score : 17 ઓવર બાદ હૈદરાબાદનો સ્કોર 91/4
હૈદરાબાદની સ્થિતિ ખરાબ, હૈદરાબાદ તરફથી સુંદર 14 રન અને રાહુલ ત્રિપાઠી 33 રન સાથે રમી રહ્યાં છે.17 ઓવર બાદ હૈદરાબાદનો સ્કોર 91/4. આ ઓવરમાં એક ચોગ્ગો જોવા મળ્યો.
-
LSG vs SRH IPL 2023 Live Score : 15 ઓવર બાદ હૈદરાબાદનો સ્કોર 83/4
હૈદરાબાદની સ્થિતિ ખરાબ, હૈદરાબાદ તરફથી સુંદર 11 રન અને રાહુલ ત્રિપાઠી 27 રન સાથે રમી રહ્યાં છે. અમિત મિશ્રાની ઓવરમાં અંતિમ બોલ પર ચોગ્ગો જોવા મળ્યો.
-
LSG vs SRH IPL 2023 Live Score : 14 ઓવર બાદ હૈદરાબાદનો સ્કોર 76/4
હૈદરાબાદની સ્થિતિ ખરાબ, હૈદરાબાદ તરફથી સુંદર 9 રન અને રાહુલ ત્રિપાઠી 22 રન સાથે રમી રહ્યાં છે. 14 ઓવર બાદ હૈદરાબાદનો સ્કોર 76/4. સુંદર અને રાહુલ ત્રિપાઠીએ હૈદરાબાદની ઈનિંગ સંભાળી
-
LSG vs SRH IPL 2023 Live Score : 12 ઓવર બાદ હૈદરાબાદનો સ્કોર 69/4
હૈદરાબાદની સ્થિતિ ખરાબ, હૈદરાબાદ તરફથી સુંદર 5 રન અને રાહુલ ત્રિપાઠી 20 રન સાથે રમી રહ્યાં છે. 12 ઓવર બાદ હૈદરાબાદનો સ્કોર 69/4
-
LSG vs SRH IPL 2023 Live Score : 10 ઓવર બાદ હૈદરાબાદનો સ્કોર 64/4
હૈદરાબાદની સ્થિતિ ખરાબ, હૈદરાબાદ તરફથી સુંદર 2 રન અને રાહુલ ત્રિપાઠી 18 રન સાથે રમી રહ્યાં છે.10 ઓવર બાદ હૈદરાબાદનો સ્કોર 64/4
-
LSG vs SRH IPL 2023 Live Score : સનરાઇઝર્સ હૈદરાબાદની ચોથી વિકેટ પડી
સનરાઇઝર્સ હૈદરાબાદની ચોથી વિકેટ પડી, રવિ બિશ્નોઈની ઓવરમાં બ્રૂક 3 રન પર રન આઉટ થયો. 9 ઓવર બાદ હૈદરાબાદનો સ્કોર 55/4
-
LSG vs SRH IPL 2023 Live Score : સનરાઇઝર્સ હૈદરાબાદની ત્રીજી વિકેટ પડી
સનરાઇઝર્સ હૈદરાબાદની ત્રીજી વિકેટ પડી, ગુજ્જુ બોલર કૃણાલ પંડયાની ઓવરમાં હૈદરાબાદની સતત બીજી વિકેટ પડી, હૈદરાબાદનો કેપ્ટન પ્રથમ બોલ પર જ આઉટ થયો. 8 ઓવર બાદ હૈદારબાદનો સ્કોર 50/3
-
LSG vs SRH IPL 2023 Live Score : સનરાઇઝર્સ હૈદરાબાદની બીજી વિકેટ પડી
સનરાઇઝર્સ હૈદરાબાદની બીજી વિકેટ પડી, ગુજ્જુ બોલર કૃણાલની ઓવરમાં અનમોલપ્રીત 31 રન બનાવી આઉટ
-
LSG vs SRH IPL 2023 Live Score : 7 ઓવર બાદ લખનઉનો સ્કોર 48/1
રાહુલ ત્રિપાઠી 8 રન અને અનમોલપ્રીત સિંહ 30 રન સાથે રમી રહ્યાં છે. 7 ઓવર બાદ લખનઉનો સ્કોર 48/1
-
LSG vs SRH IPL 2023 Live Score : 6 ઓવર બાદ લખનઉનો સ્કોર 43/1
રાહુલ ત્રિપાઠી 7 રન અને અનમોલપ્રીત સિંહ 27 રન સાથે રમી રહ્યાં છે. 6 ઓવર બાદ લખનઉનો સ્કોર 43/1. આ ઓવરમાં એક ચોગ્ગો જોવા મળ્યો.
-
LSG vs SRH IPL 2023 Live Score : 5 ઓવર બાદ લખનઉનો સ્કોર 22/1
રાહુલ ત્રિપાઠી 2 રન અને અનમોલપ્રીત સિંહ 22 રન સાથે રમી રહ્યાં છે. કૃણાલની ઓવરમાં અંતિમ 2 બોલ પર 2 ચોગ્ગા જોવા મળ્યા. 5 ઓવર બાદ લખનઉનો સ્કોર 22/1
-
LSG vs SRH IPL 2023 Live Score : 4 ઓવર બાદ લખનઉનો સ્કોર 24/1
રાહુલ ત્રિપાઠી 1 રન અને અનમોલપ્રીત સિંહ 14 રન સાથે રમી રહ્યાં છે. 4 ઓવર બાદ લખનઉનો સ્કોર 24/1
-
LSG vs SRH IPL 2023 Live Score : હૈદરાબાદની પ્રથમ વિકેટ પડી
હૈદરાબાદની પ્રથમ વિકેટ પડી, મયંક અગ્રવાલ 8 રન બનાવી આઉટ. 3 ઓવર બાદ હૈદરાબાદનો સ્કોર 21/1
-
LSG vs SRH IPL 2023 Live Score : 2 ઓવર બાદ લખનઉનો સ્કોર 15/0
મયંક અગ્રવાલ અને અનમોલપ્રીત સિંહ ઇનિંગ્સની શરૂઆત કરવા ઓપનર તરીકે આવ્યા છે. 2 ઓવર બાદ લખનઉનો સ્કોર 15/0. ઉનડકડની અંતિમ બોલ પર સિક્સર જોવા મળી.
-
LSG vs SRH IPL 2023 Live Score : 1 ઓવર બાદ લખનઉનો સ્કોર 5/0
મયંક અગ્રવાલ અને અનમોલપ્રીત સિંહ ઇનિંગ્સની શરૂઆત કરવા ઓપનર તરીકે આવ્યા છે. લખનઉ તરફથી કાયલ મેયર્સ પ્રથમ ઓવર નાંખી
-
LSG vs SRH IPL 2023 Live Updates : સનરાઇઝર્સ હૈદરાબાદની બેટિંગ શરુ
સનરાઇઝર્સ હૈદરાબાદની બેટિંગ શરુ, મયંક અગ્રવાલ-અનમોલપ્રીત સિંહ ઓપનર તરીકે મેદાનમાં આવ્યા
-
LSG vs SRH IPL 2023 Live Updates : બંને ટીમની પ્લેઈંગ ઈલેવન
સનરાઇઝર્સ હૈદરાબાદની પ્લેઇંગ ઇલેવન: મયંક અગ્રવાલ, અનમોલપ્રીત સિંહ (વિકેટકીપર), રાહુલ ત્રિપાઠી, એડન માર્કરામ (કેપ્ટન), હેરી બ્રુક, વોશિંગ્ટન સુંદર, અબ્દુલ સમદ, ભુવનેશ્વર કુમાર, ટી નટરાજન, ઉમરાન મલિક, આદિલ રશીદ
લખનઉ સુપર જાયન્ટ્સની પ્લેઇંગ ઇલેવન : કેએલ રાહુલ (કેપ્ટન), કાઇલ મેયર્સ, દીપક હુડા, માર્કસ સ્ટોઇનિસ, નિકોલસ પૂરન (વિકેટ કીપર), રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, અમિત મિશ્રા, યશ ઠાકુર, જયદેવ ઉનડકટ, રવિ બિશ્નોઈ
-
LSG vs SRH Live Updates : હૈદરાબાદે ટોસ જીત્યો
#SRH have won the toss and elect to bat first against #LSG at Lucknow.
Live – https://t.co/07o0jVbgvA #TATAIPL #LSGvSRH #IPL2023 pic.twitter.com/qIVKQ8uO7J
— IndianPremierLeague (@IPL) April 7, 2023
સનરાઇઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો. આ સિઝનમાં પ્રથમ વાર કોઈ કેપ્ટને ટોસ જીતીને બેટિંગ પસંદ કરી છે.
-
LSG vs SRH Live Updates : ટૂંક સમયમાં થશે ટોસ
હૈદરાબાદ અને લખનઉ વચ્ચેની મેચનો ટોસ આજે સાંજે 7 કલાકે થશે. જ્યારે મેચની શરુઆત સાંજે 7.30 કલાકે થશે.
-
LSG vs SRH Live Updates : સનરાઇઝર્સ હૈદરાબાદ સ્ક્વોડ
સનરાઇઝર્સ હૈદરાબાદ સ્ક્વોડ : એડન માર્કરામ (કેપ્ટન), અબ્દુલ સમદ, રાહુલ ત્રિપાઠી, ગ્લેન ફિલિપ્સ, અભિષેક શર્મા, માર્કો જેન્સન, વોશિંગ્ટન સુંદર, ફઝલહક ફારૂકી, કાર્તિક ત્યાગી, ભુવનેશ્વર કુમાર, ટી. નટરાજન, ઉમરાન મલિક, હેરી બ્રુક, મયંક અગ્રવાલ, હેનરિક ક્લાસેન, હેનરિચ ક્લાસેન. રાશિદ, મયંક માર્કંડે, વિવ્રાંત શર્મા, સમર્થ વ્યાસ, સનવીર સિંહ, ઉપેન્દ્ર યાદવ, મયંક ડાગર, નીતિશ કુમાર રેડ્ડી, અકેલ હોસીન, અનમોલપ્રીત સિંહ.
-
LSG vs SRH Live Updates : લખનઉ સુપર જાયન્ટ્સ સ્ક્વોડ
લખનઉ સુપર જાયન્ટ્સ સ્ક્વોડ- કેએલ રાહુલ (કેપ્ટન), આયુષ બદોની, કરણ શર્મા, મનન વોહરા, ક્વિન્ટન ડી કોક, માર્કસ સ્ટોઈનીસ, કૃષ્ણપ્પા ગૌથમ, દીપક હુડા, કાયલ મેયર્સ, કૃણાલ પંડ્યા, અવેશ ખાન, મોહસીન ખાન, માર્ક વૂડ, મયંક યાદવ, રવિ બિશ્નોઈ, નિકોલસ પૂરન, જયદેવ ઉનડકટ, યશ ઠાકુર, રોમારિયો શેફર્ડ, ડેનિયલ સેમ્સ, અમિત મિશ્રા, પ્રેરક માંકડ, સ્વપ્નિલ સિંહ, નવીન-ઉલ-હક, યુદ્ધવીર ચરક.
-
LSG vs SRH Live Updates : લખનઉ-હૈદારબાદનો હેડ ટુ હેડ રેકોર્ડ
Coming 🆙 next ⏳
Match 🔟 of #TATAIPL 2023👌👌@LucknowIPL 🆚 @SunRisers
Who do you reckon will win this one❓ pic.twitter.com/YOOkpjaHZd
— IndianPremierLeague (@IPL) April 7, 2023
આ બંને ટીમો આઈપીએલના ઈતિહાસમાં એક વાર આમને-સામને ઉતરી છે. આ એક માત્ર મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સનો વિજય થયો હતો. આજે હૈદરાબાદની ટીમ આ રેકોર્ડની બરાબરી કરવા માટે ઉતરશે.
-
LSG vs SRH Live Updates : મેદાન પર ઉતરશે કેપ્ટન એડમ માર્કરામ
સાઉથ આફ્રિકાના ખેલાડી એડમ માર્કરામ આ સિઝનમાં હૈદરાબાદની કેપ્ટનશિપ સંભાળશે. હૈદરાબાદની પ્રથમ મેચ સમયે તે નેશનલ ડ્યૂટી પર હતો, જેથી તે આઈપીએલમાં જોડાઈ શક્યો ન હતો. તેની ગેરહાજરીમાં ભુવનેશ્વર કુમારે કેપ્ટનશિપ કરી હતી. કેપ્ટન એડમ માર્કરામ હાજરીમાં હૈદરાબાદા પ્રથમ મેચ જીતવા માટે લખનઉના ગઢમાં ઉતરશે.
-
LSG vs SRH Live Updates : આજે હૈદરાબાદ અને લખનઉ વચ્ચે ટક્કર
IPL 2023ની 10મી મેચ લખનઉ સુપર જાયન્ટ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે. લખનઉની આ ત્રીજી મેચ છે. છેલ્લી મેચમાં તે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 12 રને હાર્યા હતા. આ પહેલા લખનઉએ દિલ્હી કેપિટલને 50 રનથી હરાવ્યું હતું. લખનઉ વિનિંગ ટ્રેક પર પાછા ફરવા માટે નજર રાખી રહ્યું છે. આ સાથે જ હૈદરાબાદની નજર જીતનું ખાતું ખોલવા પર છે. છેલ્લી મેચમાં રાજસ્થાન રોયલ્સનો 72 રને પરાજય થયો હતો.





