AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રામ મંદિર: હનુમાન ચાલીસા સાથે અયોધ્યાની પ્રથમ ફ્લાઈટે ભરી ઉડાન, પાયલટે લગાવ્યા જય શ્રી રામના નારા, જુઓ વીડિયો

અયોધ્યા માટે પ્રથમ ફ્લાઈટ ટેકઓફનો વીડિયો ટ્વિટર પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં લોકો ફ્લાઈટમાં બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરી રહ્યા છે. પાયલટ આશુતોષ શેખરે આ ફ્લાઈટની કમાન સંભાળી હતી અને તેમણે જય શ્રી રામના નારા સાથે મુસાફરોનું સ્વાગત કર્યું હતું. તેમણે આ ઐતિહાસિક ક્ષણનો ભાગ બનવા બદલ દરેકનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.

રામ મંદિર: હનુમાન ચાલીસા સાથે અયોધ્યાની પ્રથમ ફ્લાઈટે ભરી ઉડાન, પાયલટે લગાવ્યા જય શ્રી રામના નારા, જુઓ વીડિયો
| Updated on: Dec 31, 2023 | 1:01 PM
Share

પીએમ મોદીએ અયોધ્યાના ઈતિહાસમાં એક નવો અધ્યાય ઉમેર્યો છે. 30 ડિસેમ્બરના રોજ, તેમણે મહર્ષિ વાલ્મિકી આંતરરાષ્ટ્રીય હવાઈમથકનું ઉદ્ઘાટન કર્યું હતું, ત્યારબાદ અયોધ્યા માટે ઈન્ડિગોની પ્રથમ ફ્લાઈટ દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઉપડી હતી.

પરંતુ ફ્લાઈટ પહેલા ફ્લાઈટમાં એક એવો ખાસ નજારો જોવા મળ્યો, જેને જોઈને દરેક વ્યક્તિ ભગવાન શ્રી રામની ભક્તિમાં તલ્લીન થઈ જવા મજબૂર થઈ ગયા હતા. આનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.

મહત્વનું છે કે, આ ફ્લાઈટ ઉડતા પહેલા હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવ્યો હતો, જેણે દરેકને ભક્તિમાં લીન કરી દીધા હતા. આ મનોહર દ્રશ્ય ઉડાન પહેલાનું હતું. તમને જણાવી દઈએ કે, પાયલટ આશુતોષ શેખરે આ ફ્લાઈટની કમાન સંભાળી હતી અને તેમણે જય શ્રી રામના નારા સાથે મુસાફરોનું સ્વાગત કર્યું હતું.

તેમણે આ ઐતિહાસિક ક્ષણનો ભાગ બનવા બદલ દરેકનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. કેપ્ટન શેખરે કહ્યું કે આજનો દિવસ તેમના માટે પણ ખૂબ જ ગર્વનો દિવસ છે, કારણ કે તેમને આ ફ્લાઈટનું નેતૃત્વ કરવાની જવાબદારી મળી છે.

અયોધ્યાની પ્રથમ ફ્લાઈટમાં હનુમાન ચાલીસાના પાઠ ગુંજ્યા

ટ્વિટર પર વાયરલ થઈ રહેલા આ વીડિયો પર ઘણા યુઝર્સે પોતાની પ્રતિક્રિયાઓ પણ આપી છે. આવી સ્થિતિમાં એક યુઝરે લખ્યું કે આ ફ્લાઈટમાં બેઠેલા દરેક વ્યક્તિએ ઘણું પુણ્યનું કામ કર્યું હશે. ત્યારે અન્ય એક યુઝરે લખ્યું કે જય શ્રી રામના નારાથી સમગ્ર વાતાવરણ ભક્તિથી ભરાઈ ગયું છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 5 હજારથી વધુ લાઈક્સ મળી ચૂકી છે અને ઘણી અનેકવાર શેર પણ કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, આ વીડિયો ANIના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ ‘@ANI’ પરથી શેર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: અયોધ્યામાં બનેલા ભવ્ય મંદિરના ગર્ભગૃહમાં નહીં હોય માતા સીતાની પ્રતિમા, માત્ર રામલલ્લા બિરાજમાન થશે, જાણો કારણ?

g clip-path="url(#clip0_868_265)">