રીંછને લાકડી વડે મારવા ગયેલા લોકોની હાલત થઈ ખરાબ, માંડ માંડ જીવ બચાવીને ભાગ્યા, જુઓ Bear Attack Video
આ દિવસોમાં એક વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે જેમાં આવું જ દ્રશ્ય જોવા મળી રહ્યું છે. કેટલાક લોકો લાકડી વડે રીંછને મારવાનો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ તે કંઈક એવું કરે છે કે લોકોના હોશ ઉડી જાય છે.
Viral Video: રીંછ કેટલા ખતરનાક પ્રાણી હોય છે તે વિશે તમને ભાગ્યે જ સંપૂર્ણ જાણકારી હશે કારણ કે તમે હંમેશા તેમને સુંદર તસવીરોવાળી ફિલ્મો કે કાર્ટૂનમાં જોયા જ હશે. પરંતુ વાસ્તવમાં તેઓ ખૂબ જ ખતરનાક અને જીવલેણ જીવો છે. તેમની સામે ટકી રહેવુ અન્ય પ્રાણીઓ માટે પણ મુશ્કેલ હોય છે. આવી સ્થિતિમાં, વિચારો કે જો કોઈ વિશાળ રીંછ માણસ પર હુમલો કરે તો શું થશે?
આ પણ વાંચો: Video Viral: 4 હજારમાં ખરીદેલી ખુરશી નિકળી ઐતિહાસિક, ઓક્શનમાં વેચાતા મળ્યા લાખો રુપિયા!
આ દિવસોમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં આવું જ દ્રશ્ય જોવા મળી રહ્યું છે. કેટલાક લોકો લાકડી વડે રીંછને મારવાનો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ તે કંઈક એવું કરે છે કે લોકોના હોશ ઉડી જાય છે.
View this post on Instagram
તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ @ladakh_videos પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં રીંછ હુમલો કરતા જોવા મળે છે. વીડિયોની સાથે લખેલા કેપ્શનમાં દાવો કરવામાં આવ્યો છે કે આ વીડિયો લદ્દાખનો છે, પરંતુ કોમેન્ટ સેક્શનમાં કેટલાક લોકો તેને તિબેટ અને કેટલાક લોકો કઝાકિસ્તાનથી જણાવી રહ્યા છે. તે સ્પષ્ટ નથી કે આ વીડિયો ક્યા સ્થળનો છે. પરંતુ તે ખૂબ ભયાનક છે.
વાયરલ થયેલો વીડિયો પહાડી વિસ્તારનો છે. દૂરથી સફેદ પર્વતો દેખાય છે. કેટલાક વાહનો સામેથી પસાર થઈ રહ્યા છે અને તેમની બાજુમાં ઓછી ઉંચાઈના મકાનો બાંધવામાં આવ્યા છે. કેટલાક લોકો તે ઘરોની છત પર ઉભા છે અને તેમના હાથમાં લાકડી છે. નીચે એક મોટું રીંછ છે જે ઘરના પરિસરમાં પ્રવેશ્યું છે.
જ્યારે લોકો તેને લાકડીઓથી ડરાવી દે છે, તો ભાગવાને બદલે, રીંછ ગુસ્સે થઈ જાય છે અને તેમના પર હુમલો કરે છે. તેનું વજનદાર શરીર જોઈને લાગતું નથી કે તે ઉપર ચઢી શકશે, પરંતુ રીંછ ઉપર ચઢી જાય છે અને તે લોકોનો પીછો કરવા લાગે છે. દરેક જણ ત્યાંથી ઝડપથી દોડે છે અને કોઈક રીતે પોતાનો જીવ બચાવે છે.
આ વીડિયોને 41 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે જ્યારે ઘણા લોકોએ કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપ્યો છે. એકે આ દ્રશ્યને ટેમ્પલ રન વીડિયો ગેમ સાથે જોડ્યું અને એકે કહ્યું કે ટેડી માત્ર ક્યૂટ જ નથી હોતા, તે આવા પણ હોય છે. એકે કહ્યું કે વીડિયો તિબેટનો છે જ્યારે એકે કહ્યુ કઝાકિસ્તાનનો છે.
વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો