Elon Musk ની સેટેલાઈટ ઈન્ટરનેટ સર્વિસની ભારતમાં થશે એન્ટ્રી, યુઝર્સને સ્લો ઈન્ટરનેટથી મળશે રાહત

|

Sep 18, 2023 | 7:02 PM

સ્ટારલિંક એ એક સેટેલાઇટ સિસ્ટમ છે જે દૂરના વિસ્તારોમાં રહેતા લોકોને ઇન્ટરનેટ સેવા પૂરી પાડવા સક્ષમ છે. સામાન્ય ઇન્ટરનેટ સેવા કરતા ઘણી વધુ સરળતા સાથે, તેમજ ખૂબ જ વધારે ઝડપ સાથે. મે 2023 સુધીમાં સ્ટારલિંક પાસે 4000 થી વધારે સેટેલાઈટ હતા. 2021 માં, સ્ટારલિંક ભારતમાં નોંધાયેલ છે, જે સ્ટારલિંક સેટેલાઇટ કોમ્યુનિકેશન્સ પ્રાઇવેટ લિમિટેડ તરીકે ઓળખાય છે.

Elon Musk ની સેટેલાઈટ ઈન્ટરનેટ સર્વિસની ભારતમાં થશે એન્ટ્રી, યુઝર્સને સ્લો ઈન્ટરનેટથી મળશે રાહત
Elon Musk - Starlink

Follow us on

આ મહિનાના અંતમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાવા જઈ રહી છે, જેમાં એલોન મસ્કની (Elon Musk) બહુપ્રતીક્ષિત સ્ટારલિંક ઈન્ટરનેટ સેવા અંગે ચર્ચા થવાની છે. ઉચ્ચસ્તરીય બેઠકમાં સ્ટારલિંકના ગ્લોબલ મોબાઇલ પર્સનલ કોમ્યુનિકેશન બાય સેટેલાઇટ (GMPCS) સર્વિસ લાયસન્સ માટેની દરખાસ્ત પર વિચારણા થવાની અપેક્ષા છે.

ભારતમાં હાઈ-સ્પીડ ઈન્ટરનેટ ચલાવી શકાશે

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે બેઠકમાં દરખાસ્ત મંજૂર થવાની સંભાવના છે, જોકે છેલ્લી ઘડીમાં કેટલીક ગરબડ થઈ શકે છે. તેથી આ પ્રક્રિયા પૂર્ણ થવામાં સમય લાગે તો નવાઈ નહીં. જેટલી ઝડપથી આ સર્વિસને મંજૂરી મળશે તેટલા વહેલા ભારતમાં હાઈ-સ્પીડ ઈન્ટરનેટ ચલાવી શકાશે. રિલાયન્સ જિયો અને સુનીલ મિત્તલની વન વેબ ભારતમાં GMPPCS લાઇસન્સ મેળવી ચૂકી છે.

અવકાશ વિભાગની મંજૂરી લેવી પડશે

રિપોર્ટ અનુસાર GMPCS લાયસન્સ હોવા છતાં, Starlink ને દેશમાં કામગીરી શરૂ કરતા પહેલા વિવિધ સરકારી વિભાગ અને અવકાશ વિભાગની મંજૂરી પણ લેવી પડશે. 2021 ના ​​અંતમાં, એલોન મસ્ક સમર્થિત કંપનીને ટેલિકોમ મંત્રાલય દ્વારા સેવાઓ માટે ગ્રાહકો પાસેથી એડવાન્સ પૈસા લેવા બદલ ઠપકો આપવામાં આવ્યો હતો, જ્યારે તેણે લાઇસન્સ પણ ખરીદ્યું ન હતું.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

સ્ટારલિંક પાસે 4000 થી વધારે સેટેલાઈટ

સ્ટારલિંક એ એક સેટેલાઇટ સિસ્ટમ છે જે દૂરના વિસ્તારોમાં રહેતા લોકોને ઇન્ટરનેટ સેવા પૂરી પાડવા સક્ષમ છે. સામાન્ય ઇન્ટરનેટ સેવા કરતા ઘણી વધુ સરળતા સાથે, તેમજ ખૂબ જ વધારે ઝડપ સાથે. મે 2023 સુધીમાં સ્ટારલિંક પાસે 4000 થી વધારે સેટેલાઈટ હતા. 2021 માં, સ્ટારલિંક ભારતમાં નોંધાયેલ છે, જે સ્ટારલિંક સેટેલાઇટ કોમ્યુનિકેશન્સ પ્રાઇવેટ લિમિટેડ તરીકે ઓળખાય છે.

સ્ટારલિંક કેવી રીતે કામ કરે છે?

મોટાભાગની સેટેલાઇટ ઈન્ટરનેટ સેવાઓ સિંગલ જીઓસ્ટેશનરી ઉપગ્રહોમાંથી આવે છે જે 35,786 કિમી પર ગ્રહની પરિક્રમા કરે છે. પરિણામે, વપરાશકર્તાઓ અને ઉપગ્રહ વચ્ચેનો રાઉન્ડ-ટ્રીપ ડેટા સમય જેને લેટન્સી તરીકે પણ ઓળખવામાં આવે છે તે ઊંચો છે. તે સ્ટ્રીમિંગ, ઓનલાઈન ગેમિંગ, વિડિયો કોલ્સ વગેરેને સપોર્ટ કરવાનું લગભગ અશક્ય બનાવે છે.

આ પણ વાંચો : Customer Care No. Fraud: જો તમે પણ Google પર કસ્ટમર કેર નંબર સર્ચ કરો છો તો સાવધાન રહો, તમે બની શકો છો છેતરપિંડીનો શિકાર

સ્ટારલિંક એ હજારો ઉપગ્રહોનું નક્ષત્ર છે જે પૃથ્વીની ખૂબ જ નજીક, લગભગ 550 કિમીના અંતરે પરિભ્રમણ કરે છે અને સમગ્ર વિશ્વને આવરી લે છે. સ્ટારલિંક ઉપગ્રહો નીચલી ભ્રમણકક્ષામાં છે, લેટન્સી નોંધપાત્ર રીતે ઓછી છે. તેથી તે દૂરના વિસ્તારોમાં હાઈ-સ્પીડ ઈન્ટરનેટ સેવા પૂરી પાડી શકે છે.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article