Customer Care No. Fraud: જો તમે પણ Google પર કસ્ટમર કેર નંબર સર્ચ કરો છો તો સાવધાન રહો, તમે બની શકો છો છેતરપિંડીનો શિકાર

Google પર કોઈપણ બેંકના કસ્ટમર કેર નંબરને સર્ચ કરવા નહીં, કારણ કે છેતરપિંડી કરનારાઓ અહીં ફેક વેબસાઈટ અને ફેક કસ્ટમર કેર નંબર મૂકે છે. તે એકદમ ઓરિજનલ જેવા જ લાગે છે અને તમે કહી શકતા નથી કે તે ફેક છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એટલે કે RBI એ પણ લોકોને ગૂગલ પર સર્ચ કરીને આપેલા કસ્ટમર કેર નંબર પર કોલ કરવાની મનાઈ કરી છે.

Customer Care No. Fraud: જો તમે પણ Google પર કસ્ટમર કેર નંબર સર્ચ કરો છો તો સાવધાન રહો, તમે બની શકો છો છેતરપિંડીનો શિકાર
Customer Care No. Fraud
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 18, 2023 | 12:46 PM

આજના સમયમાં લગભગ દરેક કામ કરવાની રીત બદલાઈ છે. ખાસ કરીને બેંકિંગ ક્ષેત્રમાં ઘણો બદલાવ આવ્યો છે. હાલમાં બધા કાર્ય માટે બેંકમાં જવાની જરૂરિયાત રહી નથી, કારણ કે ઘણા કામ હવે ઓનલાઈન બેંકિંગ (Online Banking) કે ફોન બેંકિંગ દ્વારા કરી શકાય છે. ઘણા લોકો ગ્રાહક સંભાળ સાથે વાત કરવા માટે કસ્ટમર કેર નંબર (Customer Care No. Fraud) શોધે છે અને આજકાલ લોકો દરેક વસ્તુ માટે Google પર જાય છે.

તમે છેતરાઈ શકો છો

લોકો Google પર કસ્ટમર કેર નંબર પણ સર્ચ કરે છે, પરંતુ જો તમે પણ Google પર બેંક સંબંધિત કસ્ટમર કેર નંબર સર્ચ કરો છો, તો તે તમારા માટે મુશ્કેલી ઉભી કરી શકે છે અને તમે છેતરાઈ શકો છો. ચાલો જાણીએ કે આવું કેમ ન કરવું જોઈએ અને તમે કસ્ટમર કેર નંબર ક્યાંથી મેળવી શકો છો.

કસ્ટમર કેર નંબર પર કોલ કરવાની મનાઈ કરી

Google પર કોઈપણ બેંકના કસ્ટમર કેર નંબરને સર્ચ કરવા નહીં, કારણ કે છેતરપિંડી કરનારાઓ અહીં ફેક વેબસાઈટ અને ફેક કસ્ટમર કેર નંબર મૂકે છે. તે એકદમ ઓરિજનલ જેવા જ લાગે છે અને તમે કહી શકતા નથી કે તે ફેક છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એટલે કે RBI એ પણ લોકોને ગૂગલ પર સર્ચ કરીને આપેલા કસ્ટમર કેર નંબર પર કોલ કરવાની મનાઈ કરી છે. તે ફેક હોય છે અને ફ્રોડ કરનારા લોકો તેમની વાતોમાં લલચાવીને છેતરપિંડી કરે છે. તેથી આ રીતે નંબર સર્ચ કરવાનું ટાળવું જોઈએ.

કસ્ટમર કેર નંબર ક્યાંથી મેળવવા

હવે તમેને થતું હશે કે ગૂગલ પરથી કસ્ટમર કેર નંબર લેવાનો જ નથી, તો પછી તમે કોઈ કામ માટે કસ્ટમર કેરમાં વાત કરવા માટે શું કરવું. સૌપ્રથમ તો તમારે તમારી બેંકની સત્તાવાર વેબસાઇટ પર આપેલા કસ્ટમર કેર નંબર પર જ કોલ કરવો જોઈએ.

આ પણ વાંચો : Phone Call Fraud: જો તમને આ નંબરો પરથી ફોન આવે તો ઉપાડશો નહીં, તમારું બેંક એકાઉન્ટ ખાલી થઈ જશે, જાણો કેવી રીતે થાય છે ફ્રોડ

આ સિવાય જો તમે વેબસાઇટ વગેરે શોધી શકતા નથી, તો આવી સ્થિતિમાં તમને તમારા ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડની પાછળની બાજુએ તમારી બેંકના કસ્ટમર કેર નંબર લખેલા જોવા મળશે. આ સિવાય તમે બેંક પાસબુક પર કસ્ટમર કેર નંબર પણ મેળવી શકો છો.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

IAS હસમુખ અઢિયાના નામે 50 લાખની ઠગાઈ આચરનાર ઝડપાયો,
IAS હસમુખ અઢિયાના નામે 50 લાખની ઠગાઈ આચરનાર ઝડપાયો,
નાગપુરમાં ભારે વરસાદ બાદ દેવેન્દ્ર ફડણવીસે સ્થિતિની સમીક્ષા કરી
નાગપુરમાં ભારે વરસાદ બાદ દેવેન્દ્ર ફડણવીસે સ્થિતિની સમીક્ષા કરી
21 ઓક્ટોબરથી રાજ્યમાં ટેકાના ભાવે ખરીદી થશે શરૂ, 25 સપ્ટે.થી નોંધણી
21 ઓક્ટોબરથી રાજ્યમાં ટેકાના ભાવે ખરીદી થશે શરૂ, 25 સપ્ટે.થી નોંધણી
ભાવનગરમાં હાર્ટએટેક આવતાં વધુ એક યુવાનનું મોત
ભાવનગરમાં હાર્ટએટેક આવતાં વધુ એક યુવાનનું મોત
તંત્રનો અણઘડ વહીવટ, રેલવે કોરિડોર બનાવવામાં પુરી દેવાયો પાણીના કાંસ
તંત્રનો અણઘડ વહીવટ, રેલવે કોરિડોર બનાવવામાં પુરી દેવાયો પાણીના કાંસ
રીલ્સ બનાવવાના શોખીન લૂંટારુઓ, પોલીસને આરોપી સુધી પહોંચવાની કડી બની
રીલ્સ બનાવવાના શોખીન લૂંટારુઓ, પોલીસને આરોપી સુધી પહોંચવાની કડી બની
Video -કેનેડામાં ભારતીયો સુરક્ષિત છે કે પછી વિધાર્થીઓનું ભાવિ અધ્ધરતાલ
Video -કેનેડામાં ભારતીયો સુરક્ષિત છે કે પછી વિધાર્થીઓનું ભાવિ અધ્ધરતાલ
સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક મેઘમહેર, રાજકોટ, અમરેલી, જૂનાગઢમા વરસાદી ઝાપટા
સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક મેઘમહેર, રાજકોટ, અમરેલી, જૂનાગઢમા વરસાદી ઝાપટા
સ્નાતકોને ટેક્ષટાઈલ ક્ષેત્રમાં મળશે મહિને 62,000થી વધુ પગાર
સ્નાતકોને ટેક્ષટાઈલ ક્ષેત્રમાં મળશે મહિને 62,000થી વધુ પગાર
ડાકોરમાં ભારે વરસાદ, વરસાદી પાણીનો નિકાલ નહીં થતા હાલાકી સર્જાઈ
ડાકોરમાં ભારે વરસાદ, વરસાદી પાણીનો નિકાલ નહીં થતા હાલાકી સર્જાઈ