શું બિહારના યુવકે કરી લીધુ હતું ગૂગલ હેક અને મળી કરોડોની નોકરી? જાણો સત્ય શું છે

|

Feb 06, 2022 | 7:57 AM

સર્ચ એન્જિન ગૂગલ (Google)માં ખામીઓ શોધનાર ઋતુરાજ વિશે ફેક ન્યૂઝ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમને ગૂગલ તરફથી કરોડો રૂપિયાનું પેકેજ મળ્યું છે. જાણો સત્ય શું છે.

શું બિહારના યુવકે કરી લીધુ હતું ગૂગલ હેક અને મળી કરોડોની નોકરી? જાણો સત્ય શું છે
Rituraj (PC:aajtak)

Follow us on

તાજેતરમાં બિહારના બેગુસરાયના રહેવાસી ઋતુરાજે (Rituraj) વિશ્વના સૌથી મોટા સર્ચ એન્જિન ગૂગલ (Google)માં બગ અથવા ખામી શોધી કાઢી. ઘણી કંપનીઓ તેમની એપ્લિકેશનો અથવા વેબસાઈટ્સમાં ભૂલો શોધનારને પુરસ્કાર આપે છે આ માટે કંપનીઓ પાસે બગ બાઉન્ટી પ્રોગ્રામ છે. જ્યારે ઋતુરાજને ગૂગલમાં સિક્યોરિટી બગની ખબર પડી ત્યારે કંપનીએ તેના વિશે ગંભીરતા દર્શાવી. હવે આ અંગેના ઘણા ફેક ન્યૂઝ (Fake News) ખૂબ જ ઝડપથી વાયરલ થવા લાગ્યા છે.

ફેક ન્યૂઝમાં દાવો કરવામાં આવ્યો હતો કે ઋતુરાજે જ ગૂગલ હેક કર્યું હતું. લોકોએ સોશિયલ મીડિયા અને વોટ્સએપ પર કોઈ પણ વિચાર કર્યા વિના આ ફેક ન્યૂઝ શેર કરવાનું શરૂ કરી દીધું. આ ફેક ન્યૂઝમાં એવા દાવા કરવામાં આવ્યા છે જે સાંભળીને જ તમને હસવું આવી જશે. એવો દાવો કરવામાં આવ્યો હતો કે ઋતુરાજે ગૂગલ હેક કર્યું હતું, ત્યારબાદ કંપનીએ તેને 3.66 કરોડ રૂપિયાની નોકરી આપી હતી.

વાયરલ પોસ્ટ

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

Fake Viral Massage Screenshot

આજતકના સાથીદાર લલનટોપે આ મામલે તપાસ કરવા માટે ઋતુરાજ સાથે વાત કરી. તેમણે આખું સત્ય કહ્યું. ઋતુરાજે જણાવ્યું કે તેણે એક બગ શોધી કાઢ્યો જે પ્રાયોરિટી 2માં છે. ઈન્ટરનેટ પર એવું બને છે કે કંપનીઓ બગ્સ અથવા ભૂલો શોધનારાઓને પુરસ્કાર આપે છે. તેને ગૂગલમાં 3.36 કરોડના પગારે મળેલી નોકરી અંગે તેણે કહ્યું કે તેને આવું કંઈ મળ્યું નથી.

ઋતુરાજે કહ્યું કે બગ શોધવા અને તેને હેક કરવામાં ઘણો તફાવત છે. તેઓએ હમણાં જ ભૂલ શોધી કાઢી. રાતોરાત પાસપોર્ટ બની જવાના મુદ્દે તેમણે કહ્યું કે તેમનો પાસપોર્ટ હજુ બન્યો નથી. હાલમાં ગૂગલે માત્ર ઋતુરાજના નામનો ઉલ્લેખ કર્યો છે અને પુરસ્કાર આપવામાં આવ્યો નથી.

ઋતુરાજ વિશે એવો દાવો કરવામાં આવ્યો હતો કે તે IIT મણિપુરમાંથી અભ્યાસ કરે છે જ્યારે મણિપુરમાં IIT નથી. તે મણિપુર ટ્રિપલ આઈટીમાંથી B.Tech કરી રહ્યો છે. તેનું સપનું છે કે તેણે આગળ જર્મની અથવા ઈઝરાયેલમાંથી અભ્યાસ કરે. નિષ્ણાતોના મતે આ ફેક ન્યૂઝ ફેલાવવાનું સૌથી મોટું કારણ ભાવનાત્મક જોડાણ હતું. રાજ્યનું નામ ઉન્નત થવાના આનંદમાં લોકો તેની ખરાઈ કર્યા વિના સમાચાર શેર કરતા ગયા.

આ પણ વાંચો: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેતરમાં લીલા ચણાનો આનંદ માણ્યો, સોશિયલ મીડિયા પર વીડિયો થયો Viral

આ પણ વાંચો: અમદાવાદીઓને મળ્યુ નવુ નજરાણુ, હવે સાયન્સ સિટીમાં પણ હેલિકોપ્ટર જોયરાઈડ સેવા શરૂ

Next Article