AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેતરમાં લીલા ચણાનો આનંદ માણ્યો, સોશિયલ મીડિયા પર વીડિયો થયો Viral

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક ખેડૂતની જેમ ખેતરોમાં ફરતા જોવા મળ્યા હતા અને ખૂબ જ ઉત્સાહથી ચણા ખાતા જોવા મળ્યા હતા. આ વીડિયો ન્યૂઝ એજન્સી ANI દ્વારા તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર શેર કરવામાં આવ્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેતરમાં લીલા ચણાનો આનંદ માણ્યો, સોશિયલ મીડિયા પર વીડિયો થયો Viral
Pm Narendra Modi (Image: Snap From Twitter)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 06, 2022 | 7:23 AM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (Pm Narendra Modi) હૈદરાબાદ મુલાકાત દરમિયાન તેમણે 11મી સદીના ભક્તિ સંપ્રદાયના સંત શ્રી રામાનુજાચાર્યની સ્મૃતિમાં ‘સ્ટેચ્યુ ઑફ ઈક્વાલિટી’ (Statue of Equality)ની પ્રતિમાનું અનાવરણ કરીને અને ઈન્ટરનેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ક્રોપ રિસર્ચની સેમી-એરિડ ટ્રોપિક્સ (ICRISAT) ખાતે રાષ્ટ્રને સમર્પિત કર્યું. ગોલ્ડન જ્યુબિલી સેલિબ્રેશનના ઉદ્ઘાટન માટે પીએમ મોદી અચાનક ખેતરોમાં ઉગેલા પાકને જોતા નજરે પડ્યા, ત્યારબાદ પ્રોટોકોલની પરવા કર્યા વિના તેમણે કાર રોકી અને સંસ્થાના ખેતરોમાં ગયા. ખેતરમાં ચણા જોઈને પીએમ મોદી ત્યાં ગયા અને તેને તોડીને ખાધા. પીએમ થોડો સમય ખેતરોમાં રહ્યા, પછી કાર્યક્રમ પ્રમાણે આગળ વધ્યા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક ખેડૂતની જેમ ખેતરોમાં ફરતા જોવા મળ્યા હતા અને ખૂબ જ ઉત્સાહથી ચણા ખાતા જોવા મળ્યા હતા. આ વીડિયો ન્યૂઝ એજન્સી ANI દ્વારા તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર શેર કરવામાં આવ્યો હતો, જેની સાથે તેણે કેપ્શન લખ્યું હતું કે, ‘વડાપ્રધાન મોદી હૈદરાબાદના ICRISAT ફાર્મમાં ‘લીલા ચણા’ નો આનંદ માણે છે.’ ત્યારે આ વીડિયો વાયરલ થયો હતો.

સમાચાર લખાય છે ત્યાં સુધી આ વીડિયોને 2.3 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે અને લોકો તેના પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, ‘મોદીજીએ “લીલા” ચણા ખાધા…! બીજી તરફ વીડિયો પર કોમેન્ટ કરતાં અન્ય એક યુઝરે લખ્યું, ‘ધોયા વિના ખાવું યોગ્ય નથી.’ અન્ય એક યુઝરે વીડિયો પર કટાક્ષ કરતા લખ્યું કે, ‘હવે કોંગ્રેસ કહેશે કે મોદીજીએ ખેડૂતોના બે ચણા ફ્રીમા ખાધા’ ઘણા યુઝર્સે આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા પણ આપી છે.

આ પણ વાંચો: Statue Of Equality: રામાનુજાચાર્યજીનો જન્મ દક્ષિણમાં થયો, પરંતુ તેમનો પ્રભાવ સમગ્ર ભારત પર છે: વડાપ્રધાન નરેન્દ્ર મોદી

આ પણ વાંચો: U19 World Cup Final: રાજ બાવા-રવિ કુમારે ઇંગ્લેન્ડનો નિકાળ્યો દમ, ભારતને ટાઇટલ જીતવા માટે 190 રનની જરૂર

g clip-path="url(#clip0_868_265)">