Chandrayaan 3 : ચંદ્રના હાઈવે પર વધી રહ્યો છે ટ્રાફિક ! ISROનું ચંદ્રયાન-3 ભ્રમણકક્ષામાં એકલું નથી, જુઓ Video
ચંદ્રયાન-3 સતત ચંદ્ર તરફ આગળ વધી રહ્યું છે, પરંતુ તે ચંદ્રની ભ્રમણકક્ષામાં એકલું નથી, ભ્રમણકક્ષામાં પહેલાથી જ ઘણા મિશન લોન્ચ કરવામાં આવ્યા છે, જેઓ સતત ચંદ્રની પરિક્રમા કરી રહ્યા છે, ઈસરોનું પોતાનું ચંદ્રયાન-2નું ઓર્બિટર ચંદ્રની નજીકની ભ્રમણકક્ષામાં સતત પરિક્રમા કરી રહ્યું છે.
ચંદ્રયાન-3 ધીમે-ધીમે ચંદ્ર તરફ આગળ વધી રહ્યું છે, હાલમાં તે ચંદ્રની ચોથી ભ્રમણકક્ષામાં પરિભ્રમણ કરી રહ્યું છે. 16 ઓગસ્ટની સાંજે, તે આગામી સ્ટોપ નક્કી કરશે અને બીજા જ દિવસે, પ્રોપલ્શન મોડ્યુલથી અલગ થશે. ત્યારબાદ ચંદ્ર પર લેન્ડિંગ માટે અભ્યાસ શરૂ કરશે. આ સાંભળવામાં ખૂબ જ સરળ લાગે છે, પરંતુ તે જેટલું સરળ લાગે છે, તેટલું જ ક્રિટિકલ છે.
આ પણ વાંચો : Chandrayaan 3 : ચંદ્ર પર અન્ય 6 મિશન પહેલેથી જ સક્રિય, ચંદ્રયાન-3 માટે કેટલો મોટો ખતરો ?
વાસ્તવમાં ચંદ્રયાન-3 ચંદ્રની ભ્રમણકક્ષામાં એકલું નથી, અહીં એકદમ ટ્રાફિક જામની સ્થિતિ છે. ચંદ્રયાન-3 ઉપરાંત ભારતના ચંદ્રયાન-2 ઓર્બિટર, નાસાનું ઓર્બિટર, નાસાના થીમિસ મિશનના બે ઓર્બિટર અને કોરિયા પાથફાઈન્ડર લુનર ઓર્બિટર અને નાસાના કેપસ્ટોનનો અહીં સમાવેશ થાય છે.
હવે ચંદ્રયાન-3 કેવી રીતે વધશે આગળ
ચંદ્રયાન-3 એ 16 ઓગસ્ટ, 2023 ના રોજ તમામ ચંદ્ર-બાઉન્ડ એટલે કે જે 5 ભ્રમણકક્ષા હતી જેમાંથી 4 પૂર્ણ કરી દીધી છે, અને આ ભ્રમણકક્ષા ચંદ્રથી માત્ર 100 કિમી દૂર હશે. બીજા જ દિવસે, પ્રોપલ્શન મોડ્યુલને ચંદ્રયાન-3થી અલગ કરવામાં આવશે અને માત્ર લેન્ડર અને રોવર જ બાકી રહેશે જે આગળ મુસાફરી કરશે. પ્રોપલ્શન મોડ્યુલને અલગ કર્યા પછી, ચંદ્રયાન-3 તેની ગતિને નિયંત્રિત કરશે અને ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગની પ્રક્રિયા શરૂ કરશે. તે 23 ઓગસ્ટે સોફ્ટ લેન્ડિંગનો પ્રયાસ કરશે. જો આ પ્રયાસ સફળ થશે તો ભારત ચંદ્ર પર પગ મૂકનારો વિશ્વનો ચોથો દેશ બની જશે.
આગળનો પ્રવાસ કેટલો મુશ્કેલ છે
ચંદ્રયાન-3 સતત છેલ્લા સ્ટોપ તરફ આગળ વધી રહ્યું છે, પરંતુ તેની યાત્રા સરળ નથી બની રહી. હકીકતમાં નાસાનું એક ઓર્બિટર ચંદ્રની ભ્રમણકક્ષામાં 50X200 કિમીની ઉંચાઈએ આગળ વધી રહ્યું છે, તે ચંદ્રની સપાટીના નકશા પ્રદાન કરે છે. તે જૂન 2009માં લોન્ચ કરવામાં આવ્યું હતું. આ સિવાય નાસાએ આર્ટેમિસ પી-1 અને પી-2ને પણ 2011માં ચંદ્રની ભ્રમણકક્ષામાં મોકલ્યા હતા. 2019 માં ભારત દ્વારા લોન્ચ કરાયેલા ચંદ્રયાન-2 નું ઓર્બિટર હજી પણ સતત કામ કરી રહ્યું છે અને ચંદ્રની ભ્રમણકક્ષામાં પરિભ્રમણ કરી રહ્યું છે. તે હાલમાં ચંદ્રની 100 કિમીની ભ્રમણકક્ષામાં સક્રિય છે. આ ઉપરાંત કોરિયા પાથફાઈન્ડર લુનાર અને કેપસ્ટોન પણ સતત સક્રિય છે.
દક્ષિણ ધ્રુવ પર ઉતરશે
ચંદ્રયાન-3 ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરશે. અહીં લેન્ડિંગ એ એક મોટો પડકાર છે, તે ISRO માટે વધુ પડકારજનક છે કારણ કે 2019 માં લેન્ડર વિક્રમ દક્ષિણ ધ્રુવ પર જ લેન્ડ કરવાનો પ્રયાસ કરતી વખતે ક્રેશ લેન્ડિંગ થયું હતું. આ વખતે પણ ચંદ્રયાન-3 સાથે મોકલવામાં આવેલા લેન્ડરનું નામ પણ વિક્રમ છે, આ સિવાય લેન્ડરમાં રહેલા રોવરનું નામ પ્રજ્ઞાન છે, જે ચંદ્રની સપાટી પર ફરશે અને માહિતી એકઠી કરીને પૃથ્વી પર મોકલશે.
હવે વધશે ટ્રાફિક
ચંદ્રની ભ્રમણકક્ષાનો ટ્રાફિક વધુ વધવા જઈ રહ્યો છે, હકીકતમાં રશિયાનું લુના-25 ચંદ્ર મિશન લોન્ચ કરવામાં આવ્યું છે, જે એક-બે દિવસમાં સીધું ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચી જશે અને ચંદ્રયાન 3 સાથે ચંદ્રની ભ્રમણકક્ષામાં આગળ વધશે. ખાસ વાત એ છે કે રશિયાનું લુના-25 પણ ભારતના ચંદ્રયાન-3ની જેમ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરશે. આ સિવાય નાસાનો આર્ટેમિસ પ્રોગ્રામ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યો છે, જે ચંદ્રની ભ્રમણકક્ષામાં વધુ ટ્રાફિક વધારશે.
ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો