શું 4G કરતા સુપર ફાસ્ટ હશે 5G નેટવર્ક? નવી ટેક્નોલોજીથી બદલાઈ જશે લોકોનું જીવન, જાણો 5G નેટવર્ક વિશે

|

Jun 15, 2022 | 7:04 PM

5G Technology : દુનિયામાં ઘણા દેશોમાં 5જી ઈન્ટરનેટ ટેક્નોલોજીની શરુઆત થઈ ગઈ છે. કહેવાય છે કે 4જી ઈન્ટરનેટની સરખામણીમાં 5જી ઈન્ટરનેટ 10 ગણુ વધારે ઝડપી છે. ચાલો જાણીએ 5જી ઈન્ટરનેટ ટેક્નોલોજીથી કઈ રીતે બદલાઈ જશે દુનિયા અને લોકોના જીવન.

શું 4G કરતા સુપર ફાસ્ટ હશે 5G નેટવર્ક? નવી ટેક્નોલોજીથી બદલાઈ જશે લોકોનું જીવન, જાણો 5G નેટવર્ક વિશે
5G Network
Image Credit source: File Image

Follow us on

ટેક્નોલોજીએ લોકોનું જીવન બદલી નાખ્યુ છે. ટેક્નોલોજીથી મળતી સુવિધાઓએ લોકોનું જીવન વધારે સરળ બનાવી દીધુ છે. આપણે 5જી ઈન્ટરનેટ ટેકનોલોજી વિશે જાણીએ જ છે. કહેવાય છે કે 4G ઈન્ટરનેટની સરખામણીમાં 5G ઈન્ટરનેટ 10 ગણુ વધારે ઝડપી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની (PM Narendra Modi) અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે 5G સ્પેક્ટ્રમની હરાજી કરવા માટે ટેલિકોમ્યુનિકેશન વિભાગના પ્રસ્તાવને મંજૂરી આપી છે. 5G સ્પેક્ટ્રમ (5G Spectrum Auction) ની હરાજી જુલાઈના અંતમાં કરવામાં આવશે. 20 વર્ષની વેલિડિટી સાથે કુલ 72 GHz હરાજી માટે મૂકવામાં આવશે.

સરકારે કહ્યું કે ભારત 4G કરતા વહેલા 5G સેવાઓ શરૂ કરવા માટે તૈયાર છે. સરકારે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે ડિજિટલ ઈન્ડિયા, સ્ટાર્ટ-અપ ઈન્ડિયા, મેક ઈન ઈન્ડિયા અને તેના જેવા અન્ય ફ્લેગશિપ પ્રોગ્રામ્સ દ્વારા સરકારની નીતિગત પહેલોનો ડિજિટલ કનેક્ટિવિટી એક મહત્વપૂર્ણ ભાગ છે. ચાલો જાણીએ 5G ઈન્ટરનેટ ટેક્નોલોજીના આવવાથી કઈ રીતે બદલાઈ જશે લોકોનું જીવન.

આ છે 5Gની મહત્તમ ઝડપ

સૈદ્ધાંતિક રીતે કહીએ તો, 5G ની ઝડપ ખૂબ ઝડપી હોવાનું કહેવાય છે. પરંતુ વાસ્તવિક દુનિયામાં આ આંકડો ઘણો ઓછો છે. ઈન્ટરનેટની પીક સ્પીડ વાસ્તવમાં અન્ય ઘણી વસ્તુઓ પર પણ આધાર રાખે છે. જેમ કે 5G નેટવર્કનું કવરેજ કેટલું છે, તેની સાથે કેટલા ઉપકરણો જોડાયેલા છે. 5G ની મહત્તમ ડાઉનલોડ સ્પીડ 1Gbps થી 10Gbps સુધીની છે.

પનોતી હોય તો લોકોમાં દેખાય છે આ 5 લક્ષણો
Refrigerator Tips: ફ્રિજમાંથી આવે છે કટ-કટનો અવાજ? તો આ રીતે મીનિટોમાં કરો ઠીક
Hair tips : વાળના વિકાસ માટે કયું Oil સારું? બદામનું કે કોકોનટનું
ગાયે પોલીથીન ખાધી છે કે નહીં ? આ રીતે જાણો
No Muslim Country : દુનિયાનો એવો દેશ જ્યાં એક પણ મુસ્લિમ નથી!
Chanakya Niti: ઓછા સમયમાં જલદી ધનવાન બની જાય છે આ લોકો !

3G ટેક્નોલોજીની વાત કરીએ તો તેમાં મહત્તમ સ્પીડ 7.2Mbps હતી અને સરેરાશ સ્પીડ 1.5Mbps હતી. 4G ટેક્નોલોજીમાં મહત્તમ સ્પીડ વધીને 150Mbps થઈ ગઈ જ્યારે સરેરાશ સ્પીડ 10Mbps હતી. નવી ટેક્નોલોજી 5G વિશે એવું માનવામાં આવે છે કે આ ટેક્નોલોજી દરમિયાન મહત્તમ સ્પીડ 1 થી 10 Gpbs સુધી હશે જ્યારે સરેરાશ સ્પીડ યુઝર્સને 50Mbps મળશે.

5G ઈન્ટરનેટ ટેક્નોલોજીના અવરોધો

5G ટેક્નોલોજી સંબંધિત કેટલાક અવરોધો પણ છે. 5G ટેક્નોલોજી સાથે લિમિટેડ લોંગ રેન્જ કવરેજ એક મોટી સમસ્યા છે. સારા કવરેજ માટે વધુ 5G નોડ્સની જરૂર પડશે. 5G ટેકનોલોજીને વધુ સારા કવરેજ માટે વધુ પાવરની જરૂર પડશે છે. આ કારણે 5G ટેક્નોલોજી આવ્યા પછી તમારા ડિવાઈઝની બેટરીનો વપરાશ પણ વધુ થશે. અત્યાર સુધી મોટાભાગના ડિવાઈઝ કે જે ભારતમાં છે તે ફક્ત 4G ટેક્નોલોજીને સપોર્ટ કરે છે. 5G ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે 5G ડિવાઈઝની જરૂર પડશે.

5G ઈન્ટરનેટ ટેક્નોલોજીના ફાયદા

5G ટેક્નોલોજી સાથે તમે માત્ર HD ક્વોલિટીના વીડિયોની સાથે 3D વીડિયો પણ સરળતાથી ડાઉનલોડ કરી શકશો. આ હાઇ-સ્પીડ ડેટા સાથે તમે હવે બફરિંગ વિના ઇન્ટરનેટ પર કન્ટેનટ જોઈ શકશો. આ ટેક્નોલોજીના આવવાથી દેશમાં નેટવર્ક ક્ષમતા પણ વધુ સારી થશે.

Next Article