ટીમ ઈન્ડિયા સામે પથ્થરમારો, ફાઈનલમાં હાર બાદ બાંગ્લાદેશમાં હંગામો, પરિણામ બદલવું પડ્યું
કોઈ ટૂર્નામેન્ટની ફાઈનલમાં આવું દ્રશ્ય જોવા મળશે એવી કોઈને અપેક્ષા નહોતી. ભારત સામે ફાઇનલ મેચમાં હાર બાદ બાંગ્લાદેશના સમર્થકોએ મેદાન પર જ પથ્થરમારો શરૂ કરી દીધો અને હંગામો એટલો વધી ગયો કે મેચનું પરિણામ બદલવું પડ્યું અને બંને ટીમને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી SAFF અન્ડર-19 મહિલા ફૂટબોલમાં મોટો હોબાળો થયો છે. સ્થિતિ એવી હતી કે શરૂઆતમાં ભારતીય ટીમને વિજેતા જાહેર કરવામાં આવી હતી, પરંતુ બાદમાં બંને ટીમોને સંયુક્ત વિજેતા જાહેર કરવી પડી હતી. ઢાકામાં આયોજિત આ મેચમાં બાંગ્લાદેશના સમર્થકોએ રેફરીના નિર્ણય વિરુદ્ધ પથ્થરો અને બોટલો મેદાનમાં ફેંકવાનું શરૂ કરી દીધું હતું, જેના કારણે સ્થિતિ નિયંત્રણની બહાર થઈ ગઈ હતી.
ભારતને વિજેતા જાહેર કરાતા વિવાદ
વાસ્તવમાં ઢાકામાં રમાઈ રહેલી ભારત અને બાંગ્લાદેશની અન્ડર-19 મહિલા ટીમ વચ્ચે ફૂટબોલની ફાઈનલ 11-11થી ટાઈ થઈ હતી. મેચ બાદ રેફરીએ નિર્ણય લીધો કે મેચનું પરિણામ સિક્કો ઉછાળીને નક્કી કરવામાં આવશે. જ્યારે આવું થયું ત્યારે ટીમ ઈન્ડિયાએ ચેમ્પિયનશિપ જીતી લીધી, પરંતુ ચાહકોને તે પસંદ ન આવ્યું.
#U19SAFFWomens #YoungTigresses #IndianFootball ⚽️ pic.twitter.com/ndXJb6soRr
— Indian Football Team (@IndianFootball) February 8, 2024
રેફરીએ બાંગ્લાદેશની પેનલ્ટીની માંગ નકારી
બાંગ્લાદેશની ટીમ પેનલ્ટી લંબાવવાની માંગ કરી રહી હતી, પરંતુ રેફરીએ તેમ ન કર્યું. જેના કારણે ચાહકો બેકાબૂ બની ગયા હતા અને મેદાન પર પથ્થરો અને બોટલો ફેંકવા લાગ્યા હતા અને હોબાળો મચી ગયો હતો. આ હંગામા વચ્ચે ભારતીય ટીમ પોતાની જીતનો જશ્ન મનાવી રહી હતી, તેઓ જીતી તો ગયા પરંતુ મેદાન છોડી શક્યા ન હતા.
Breaking News () – India and Bangladesh have been announced as the Joint Champions of 2024 #SAFF U–19 Women’s Championship which has been held in Dhaka, Bangladesh!
Although team #India will be handed over the champions trophy & will bring it home! pic.twitter.com/AkeDBzPVBs
— IFTWC – Indian Football (@IFTWC) February 8, 2024
સમર્થકોએ મેદાનમાં હંગામો મચાવ્યો
લાંબા વિવાદ બાદ ફેડરેશને પોતાનો નિર્ણય બદલવો પડ્યો અને અંતે ભારત અને બાંગ્લાદેશ બંનેને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવ્યા. જ્યારે ભારતીય ટીમ મેદાન છોડવાનો પ્રયાસ કરી રહી હતી, ત્યારે બાંગ્લાદેશની ટીમ મેદાન પર જ રહી હતી અને નિર્ણયનો વિરોધ કરી રહી હતી, જેના કારણે સમર્થકો પણ મેદાનમાં તેમની સાથે રહ્યા હતા અને હંગામો મચાવતા હતા. આશ્ચર્યજનક વાત એ છે કે ભારત અને બાંગ્લાદેશને સંયુક્ત રીતે વિજેતા જાહેર કરવામાં આવે તો પણ ચેમ્પિયન્સ ટ્રોફી ભારતને જ આપવામાં આવશે.
આ પણ વાંચો: Prithvi Show Century: લોકો ઉડાવી રહ્યા હતા મજાક, સદી ફટકારી અપાયો જોરદાર જવાબ