Prithvi Show Century: લોકો ઉડાવી રહ્યા હતા મજાક, સદી ફટકારી અપાયો જોરદાર જવાબ
ટીમ ઈન્ડિયામાંથી બહાર રહેલો પૃથ્વી શો ફરી એકવાર ફોર્મમાં પાછો ફર્યો છે. આ જમણા હાથના બેટ્સમેને રણજી ટ્રોફીમાં છત્તીસગઢ સામે તોફાની સદી ફટકારી હતી. શો લાંબા સમયથી ઈજા સાથે સંઘર્ષ કરી રહ્યો હતો અને છેલ્લી મેચમાં નિષ્ફળ રહ્યો હતો પરંતુ છત્તીસગઢ સામે પ્રથમ દાવમાં તેનું બેટ જોરદાર બોલતું હતું.
પૃથ્વી શો ભલે ટીમ ઈન્ડિયામાંથી બહાર હોય પરંતુ તમે આ ખેલાડીને નજરઅંદાજ ન કરી શકો. શોએ ફરી એકવાર તોફાની ઈનિંગ રમીને ચાહકોનું દિલ જીતી લીધું છે. આ જમણા હાથના ઓપનિંગ બેટ્સમેને રણજી ટ્રોફીમાં છત્તીસગઢ સામે શાનદાર સદી ફટકારી હતી. મુંબઈ તરફથી રમતા પૃથ્વી શોએ લગભગ 100ના સ્ટ્રાઈક રેટથી તેની 13મી ફર્સ્ટ ક્લાસ સદી પૂરી કરી. પૃથ્વી શોએ પોતાની સ્ટાઈલમાં રમીને ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા હતા.
શો માટે આ સદી છે ખાસ
પૃથ્વી શો માટે આ સદી ખાસ છે કારણ કે તે લાંબા સમયથી મેદાનની બહાર હતો. પૃથ્વી શોને ગયા વર્ષે ઓગસ્ટમાં નોર્થમ્પટનશાયર તરફથી રમતી વખતે ઘૂંટણની ઈજા થઈ હતી અને ત્યારથી તે નેશનલ ક્રિકેટ એકેડમીમાં સાજા થવાનો પ્રયાસ કરી રહ્યો હતો. શોએ 2 ફેબ્રુઆરીએ બંગાળ સામે પુનરાગમન કર્યું હતું અને સારી બેટિંગ કરી હતી, પરંતુ 35 રન બનાવીને આઉટ થયો હતો. જો કે છત્તીસગઢ સામે તેણે સદી ફટકારી ફરી ફોર્મમાં આવવાના સંકેત આપી દીધા છે. લાંબા સમય બાદ ફટકારેલી આ સદી તેના માટે ખાસ છે.
HUNDRED FOR PRITHVI SHAW…!!!
He was injured, missed SMAT, VHT, half part of Ranji Trophy but he has returned in some brilliant touch & smashed his 13th first class hundred from 80 innings. pic.twitter.com/QEzszBbkyH
— Johns. (@CricCrazyJohns) February 9, 2024
ઈજા પહેલા શો ફોર્મમાં જ હતો
પૃથ્વી શો ઈજા પહેલા પણ શાનદાર ફોર્મમાં હતો. તેણે ઈંગ્લેન્ડમાં રમાયેલા વન ડે કપમાં નોર્થમ્પટન તરફથી રમતા 244 રન બનાવ્યા હતા. આ પછી તેણે ડરહામ સામે અણનમ 125 રન બનાવ્યા. જોકે, આ પછી તેને ઈજા થઈ હતી.
દિલ્હી કેપિટલ્સ માટે સારા સમાચા
પૃથ્વી શોનું ફોર્મમાં આવવું એ દિલ્હી કેપિટલ્સ માટે સારા સમાચાર છે. તે IPL 2024માં ટીમનો મહત્વનો ખેલાડી હશે. હવે શોને માત્ર તેની ફિટનેસનું ધ્યાન રાખવું પડશે અને તે ચોક્કસપણે રન બનાવશે. શોનું વજન સતત વધી રહ્યું છે જેના કારણે ચાહકો તેની મજાક ઉડાવી રહ્યા છે. આશા છે કે આવું જ થાય અને આ ખેલાડી આઈપીએલમાં સારું પ્રદર્શન કરે અને ટીમ ઈન્ડિયામાં જલ્દી પરત ફરે.
આ પણ વાંચો: IND vs ENG: વિરાટ કોહલી પછી આ ખેલાડીઓ પણ આખી શ્રેણીમાંથી બહાર! ટીમ ઈન્ડિયા પર નવી મુશ્કેલી