Paralympics 2024: મિકેનિકની પુત્રીએ ભારતને પાંચમો મેડલ અપાવ્યો, રૂબિના ફ્રાન્સિસે શૂટિંગમાં જીત્યો બ્રોન્ઝ મેડલ
શૂટર રૂબિના ફ્રાન્સિસે પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ભારતને પાંચમો મેડલ જીત્યો છે. રૂબિના ફ્રાન્સિસે મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ SH1 ઈવેન્ટની ફાઈનલમાં 211.1 પોઈન્ટના સ્કોર સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
શૂટર રૂબિના ફ્રાન્સિસે પેરિસ પેરાલિમ્પિક્સ 2024ના ત્રીજા દિવસે ભારતને પહેલો મેડલ અપાવ્યો છે. રૂબિના ફ્રાન્સિસે મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ SH1 I ની ફાઇનલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ તેનો પહેલો પેરાલિમ્પિક મેડલ છે. ભારતે પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં કુલ 5 મેડલ જીત્યા છે. જેમાંથી 4 મેડલ શૂટિંગમાં આવ્યા છે. રૂબિનાએ 211.1 માર્ક્સ સાથે આ મેડલ જીત્યો છે.
રૂબિના ફ્રાન્સિસે જીત્યો બ્રોન્ઝ મેડલ
ફાઈનલના સ્ટેજ 1 પછી રૂબિના ફ્રાન્સિસ ત્રીજા સ્થાને હતી. તેણે આ તબક્કામાં 10 શોટમાં કુલ 97.6 (10.7, 10.3, 10.3, 9.7, 9.0, 8.4, 10.0, 9.8, 9.6, 9.8) સ્કોર કર્યો. રૂબિના ફ્રાન્સિસે સ્ટેજ 2 માં તેની શાનદાર રમત ચાલુ રાખી. આ મેડલ રૂબિના ફ્રાન્સિસ માટે તેમજ ભારત માટે ખૂબ જ ઐતિહાસિક છે. હકીકતમાં, તે પિસ્તોલ શૂટિંગમાં પેરાલિમ્પિક મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બની છે.
And that’s medal no. 5⃣ for at #ParisParalympics2024
Rubina Francis’ magic prevails, she claims a #Bronzein #ParaShooting P2 – Women’s 10m Air Pistol SH1 event with a score of 211.1
She becomes 1st Indian female para-shooting athlete to win a medal in Pistol event.… pic.twitter.com/dQ1EjVUzD3
— SAI Media (@Media_SAI) August 31, 2024
પિસ્તોલ શૂટિંગમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા
મધ્યપ્રદેશના જબલપુરની પેરા પિસ્તોલ શૂટર રૂબિના ફ્રાન્સિસે તાજેતરના સમયમાં ભારત માટે મજબૂત પ્રદર્શન કર્યું છે. આ પહેલા તેણે ઘણી ઈવેન્ટ્સમાં ભારતને ગૌરવ અપાવ્યું છે, રૂબિના ફ્રાન્સિસે વર્લ્ડ શૂટિંગ પેરા સ્પોર્ટ્સ વર્લ્ડ કપ- 2023માં 10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. રૂબિના ફ્રાન્સિસે પેરાશુટિંગ વર્લ્ડ કપમાં P-6 એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો છે.
Medal no. 5⃣ for at #ParisParalympics2024! Rubina Francis creates history as the first Indian female para-shooter to win a medal in Pistol, securing BRONZE in P2 Women’s 10m Air Pistol SH1 with a score of 211.1. India is proud! #ParaShooting#Cheer4Bharat pic.twitter.com/fVuNTJlVfK
— India in France (@IndiaembFrance) August 31, 2024
મિકેનિકની દીકરીનું મોટું પરાક્રમ
પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ભારતને પાંચમો મેડલ અપાવનાર રૂબિના ફ્રાન્સિસની માતા સુનીતા ફ્રાન્સિસ જબલપુરના પ્રસૂતિ ગૃહમાં નર્સ તરીકે કામ કરે છે, જ્યારે રૂબિના ફ્રાન્સિસના પિતા સિમોન ફ્રાન્સિસ મોટર મિકેનિક તરીકે જબલપુરમાં કામ કરે છે. મિકેનિકની દીકરીએ પેરાલિમ્પિક્સ મેડલ જીતીને તેનાઆ માતા-પિતાની સાથે જબલપુરનું પણ નામ રોશન કર્યું છે.
આ પણ વાંચો: Paralympics 2024માં ભારતનો ચોથો મેડલ, મનીષ નરવાલે શૂટિંગમાં સિલ્વર મેડલ જીત્યો