Paris Olympics 2024 : ભારતીય બોકસર નિશાંત દેવ સાથે થયું ચિટીંગ ? જીતની બાજી જજોએ ફેરવી નાખી ! વિજેન્દર સિંહે સ્કોરિંગ પર ઉઠાવ્યા સવાલ
Paris Olympics : ભારતીય બોક્સર નિશાંત દેવની પેરિસ ઓલિમ્પિકની સફર ક્વાર્ટર ફાઇનલમાં નિરાશાજનક રીતે પૂર્ણ થઈ. નિશાંત મેક્સિકોના માર્કો વર્ડે અલ્વારેઝ સામે સ્પિલિટ ડિસીઝનમાં હારી ગયો. પ્રથમ રાઉન્ડ બાદ નિશાંતની લીડ હતી. મેચ બાદ ઓલિમ્પિકના જજે નિશાંત સાથે છેતરપિંડી કરી હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.
પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય બોક્સર નિશાંત દેવની ( Nishant Dev) સફર શનિવારની મોડી રાત્રીએ ક્વાર્ટર ફાઈનલમાં હાર સાથે સમાપ્ત થઈ ગઈ. 71 કિલોગ્રામની શ્રેણીમાં નિશાંતને મેક્સિકોના માર્કો વર્ડે અલ્વારેજ સામેની નજીકની મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. નિશાંત ભારત માટે મેડલ સુનિશ્ચિત કરવાથી માત્ર એક જીત દૂર હતો. મેક્સીકન બોક્સર માર્કો વર્ડે અલ્વારેજે ગઈકાલે રમાયેલ ક્વાર્ટર ફાઈનલ મેચ 4-1થી જીતીને પેરિસ ઓલિમ્પિકમાં પોતાનો મેડલ સુરક્ષિત કર્યો હતો.
પ્રથમ બે રાઉન્ડમાં નિશાંતનો દબદબો રહ્યો હતો
વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ વિજેતા 23 વર્ષીય નિશાંત દેવે 2021 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં અલ્વારેજને હરાવ્યો હતો. નિશાંતે પ્રથમ રાઉન્ડમાં જીત મેળવી હતી. બીજા રાઉન્ડમાં પણ બાઉટ પર તેનો સંપૂર્ણ અંકુશ દેખાતો હતો. તેણે મેક્સીકન બોક્સર પર ઘણી તાકાતવાળા જેબ હૂક લગાવ્યા, આમ છતા, જજોએ આશ્ચર્યજનક રીતે તે રાઉન્ડમાં અલ્વારેઝની તરફેણમાં નિર્ણય આપ્યો, અને તે 3-1થી આગળ થયો.
Nishant had won it .. कती सूत दिया था मेक्सिकन .. what’s this scoring ? Robbed of the medal but won hearts .. Sad!! Many more to go छोरे !! #NishantDev #OlympicGames #Paris2024 pic.twitter.com/idg6exkOq1
— Randeep Hooda (@RandeepHooda) August 3, 2024
અલ્વારેઝે અંતિમ રાઉન્ડની આક્રમક શરૂઆત કરી અને નિશાંતને અનેક મુક્કા માર્યા. ભારતીય બોક્સર નિશાંત તેમાંથી કેટલાક મુક્કાઓને ચુકવ્યા પણ હતા. પરંતુ જેમ જેમ રમત આગળ વધતી ગઈ તેમ તેમ નિશાંત સંપૂર્ણપણે થાકી ગયેલો દેખાતો હતો. નિશાંતે છેલ્લા રાઉન્ડમાં અલ્વારેઝને મુક્કા મારવાનો પ્રયત્ન કર્યો, પણ તે પંચ પ્રમાણમાં ધીમો હતો. આલ્વારેઝે આનો ફાયદો ઉઠાવ્યો અને જીત મેળવી લીધી.
I don’t know what’s the scoring system but I think very close fight..he play so well..koi na bhai #NishantDev
— Vijender Singh (@boxervijender) August 3, 2024
સોશિયલ મીડિયા પર ઉઠ્યા પ્રશ્નો
નોર્થ પેરિસ એરેનામાં 71 કિલોગ્રામની શ્રેણીની બોક્સિગ સ્પર્ધામાં નિશાંતની હાર બાદ લોકોએ સોશિયલ મીડિયા પર જજો પર નિશાંત પ્રત્યે ભારે પક્ષપાત દાખવી હોવાનો આરોપ લગાવી રહ્યા છે. બેઇજિંગ ઓલિમ્પિકમાં મેડલ જીતનાર બોક્સર વિજેન્દર સિંહે સોશિયલ મીડિયા X પર લખ્યું- મને ખબર નથી કે સ્કોરિંગ સિસ્ટમ શું છે પરંતુ મને લાગે છે કે તે ખૂબ જ નજીકની મેચ હશે. તે બહુ સારું રમે છે, કઈ નહીં ભાઈ.