Lakshya vs Ginting Thomas Cup Final: લક્ષ્ય સેનની જીત સાથે ભારત ઈતિહાસ રચવા તરફ આગળ વધ્યું
Thomas Cup First Match Report 2022: થોમસ કપમાં સૌથી સફળ ટીમ સામે લક્ષ્ય સેને(Lakshya Sen) ભારતને જરૂરી શરૂઆત અપાવી છે.
Thomas Cup First Match Report 2022: 73 વર્ષ બાદ પ્રથમ વખત થોમસ કપની ફાઈનલ રમવી એ પોતાનામાં મોટી વાત છે. ભારતની મેન્સ બેડમિન્ટન ટીમે આ સાથે ઈતિહાસ રચ્યો હતો. પણ, એ ઈતિહાસનું છેલ્લું પાનું હજી લખવાનું બાકી હતું. અને, આ ભારતીય શટલરો બેંગકોકમાં સારું પ્રદર્શન કરતા જોવા મળે છે. લક્ષ્ય સેને (Lakshya Sen) થોમસ કપની સૌથી સફળ ટીમ સામે ભારતને જરૂરી શરૂઆત અપાવી છે.
Lakshya Sen also a Mentality Monster Losing the first game 8-21 and losing 12 points in a row and yet finding the courage to come back and beat Olympic bronze medallist Anthony Ginting. Come on @lakshya_sen
— Viren Rasquinha (@virenrasquinha) May 15, 2022
લક્ષ્ય સેને છેલ્લી ઘડીએ બાજી પલટી
હવે દાવ 1-1ની બરાબરી પર હતો. એટલે કે ત્રીજી ગેમ નિર્ણાયક રહી હતી. એક સમય એવો હતો જ્યારે લક્ષ્ય સેન ત્રીજી ગેમમાં 9-12થી પાછળ હતો. સેને બાજી પલટી ભારતને લક્ષ્ય પર રાખવાના ઈરાદાથી આવું જ કર્યું. શરૂઆતમાં, તે ચોક્કસપણે પછળ હતો, પરંતુ જ્યારે રમતનો વળાંક આવ્યો, ત્યારે ગિન્ટિંગ પાસે ઘૂંટણિયે પડવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. લક્ષ્ય સેને ત્રીજી ગેમ 21-16થી જીતીને ભારતને ઇન્ડોનેશિયા પર 1-0ની લીડ અપાવી હતી.
Yas yas yasssssssss @lakshya_sen you beauty !!
1-0 – India
Come onnnnnnnnnnnnn
— PRANNOY HS (@PRANNOYHSPRI) May 15, 2022
લક્ષ્યની જીતથી જોશ ઊંચો છે!
હવે વિજય થયો હતો અને તે પણ મોટો હતો. આ જીતે બાકીની ટીમનો ઉત્સાહ ભરવાનું કામ કર્યું હતું. 14 વખતના ચેમ્પિયનને હરાવવાનો રસ્તો બતાવ્યો. અને આ બાબતો લક્ષ્ય સેનની ટીમના સાથી એચએસ પ્રણયના ટ્વિટ કર્યું છે.
ભારતે ઈન્ડોનેશિયા સામે પ્રથમ અવરોધ પાર કર્યો છે. પરંતુ રમત હજી પૂરી થઈ નથી. બાજી હવે બાકીના ખેલાડીઓએ જાળવી રાખવી પડશે,