પ્રથમ વાર ભારતની બહાર યોજાયેલુ આઈપીએલ 2024નું ઓક્શન ઐતિહાસિક બન્યુ હતુ. દુબઈમાં યોજાયેલા આઈપીએલ ઓક્શનમાં આઈપીએલ ઈતિહાસની સૌથી ઊંચી બોલી લાગી હતી. આ ઓક્શનમાં બાદ સ્ટાર્ક-કમિંગ સાથે ધોની-પંત પણ ચર્ચામાં રહ્યા હતા. રિષભ પંત દિલ્હી કેપિટલ્સ સાથે ઓક્શનમાં હાજર હતો, ધોની દુબઈ આવ્યો હતો પણ ઓક્શનનો ભાગ બન્યો ના હતો.
દુબઈમાં મંગળવારના રોજ આઈપીએલ 2024ના ઓક્શન બાદ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન ધોની અને યુવા વિકેટરકીપર બેટ્સમેન રિષભ પંત પિકલબોલ અથવા તો ટેનિસ રમતા જોવા મળ્યા હતા. તેમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ પહેલા રિષભ અને ધોની એક પાર્ટીમાં પણ સાથે જોવા મળ્યા હતા.
MS Dhoni and Rishabh Pant playing tennis after IPL auction in Dubai. pic.twitter.com/ZfynaAwdjI
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 20, 2023
વર્ષ 2022ના અંતિમ મહિનામાં અકસ્માતનો ભોગ બન્યા બાદ રિષભ પંત લાંબા સમયથી ક્રિકેટથી દૂર રહ્યો છે. વર્ષ 2023ની આઈપીએલમાં તે દિલ્હી કેપિટલ્સની મેચ દરમિયાન સ્ટેડિયમમાં જોવા મળ્યો હતો. હાલમાં રિષભ પંત રિહૈબિલિટેશનમાં છે અને આવતા વર્ષે ટીમ ઈન્ડિયામાં વાપસી કરવા માટે તૈયાર થઈ રહ્યો છે.
જોકે, વીડિયોમાં એ વાતની પુષ્ટિ થઈ શકી નથી કે બંને ટેનિસ રમી રહ્યા હતા કે પિકલબોલ. તમને જણાવી દઈએ કે ધોનીની ટીમ CSKએ હરાજીમાં ઘણા મોટા નામ સામેલ કર્યા છે. CSK એ સૌથી મોંઘા અનકેપ્ડ ખેલાડી સમીર રિઝવીને 8 કરોડ 40 લાખ રૂપિયા સાથે પોતાની ટીમમાં સામેલ કર્યા છે. તે જ સમયે, દિલ્હીએ પણ ઘણા મોટા ખેલાડીઓને પોતાના કેમ્પમાં સામેલ કરીને ટીમને મજબૂત કરવાનો પ્રયાસ કર્યો હતો.
આ પણ વાંચો : 3 લાખના કપમાં પીવે છે ચા, 40 લાખની ગાડી 100 કરોડની સાડી 2 કરોડનું બેગ, આઈપીએલના પર્સમાં હોય છે કરોડો રુપિયા