PAK vs WI: શે હોપે પાકિસ્તાનના બોલરોને હંફાવી દીધા, શાનદાર સદી નોંધાવી વેસ્ટ ઈન્ડિઝની સ્થિતી મજબૂત બનાવી

Pakistan vs West Indies, 1st ODI: વેસ્ટ ઈન્ડિઝ અને પાકિસ્તાન વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણી રમાઈ રહી છે. શ્રેણીની પ્રથમ મેચ મુલ્તાનમાં રમાઈ હતી.

PAK vs WI: શે હોપે પાકિસ્તાનના બોલરોને હંફાવી દીધા, શાનદાર સદી નોંધાવી વેસ્ટ ઈન્ડિઝની સ્થિતી મજબૂત બનાવી
Shai Hope એ શાનદાર સદી નોંધાવી છે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 08, 2022 | 9:06 PM

પાકિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝ (Pakistan vs West Indies) વચ્ચે રમાઈ રહેલી ODI સિરીઝમાં ચાહકોને શે હોપ (Shai Hopes) ની તોફાની બેટિંગ જોવા મળી. બંને ટીમો વચ્ચે રમાઈ રહેલી ODI શ્રેણીની આ પ્રથમ મેચ હતી. મુલતાનમાં રમાઈ રહેલી મેચમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરી હતી. પ્રથમ વિકેટ વહેલી ગુમાવ્યા બાદ શે હોપે સ્થિતીને  સંભાળી લીધી હતી. તેણે શાનદાર સદી ફટકારી હતી. ઓપનર શે હોપે બ્રુક્સ સાથે મળીને વિશાળ ભાગીદારી રમત રમી હતી અને જેને લઈ કેરેબિયન ટીમ યજમાન પાકિસ્તાન ટીમ સામે મોટો સ્કોર ખડકી શકી હતી.

પ્રથમ બેટિંગ કરવા આવેલી વેસ્ટ ઈન્ડિઝે ઓપનર કૈલી મેયર્સની વિકેટ ઝડપથી ગુમાવી દીધી હતી. જ્યારે માયર્સ આઉટ થયો ત્યારે ટીમનો સ્કોર માત્ર 9 રન હતો. મેયર્સ બાદ શે હોપે ઈનિંગની કમાન સંભાળી અને 134 બોલમાં 127 રન બનાવ્યા. આ ઇનિંગમાં તેણે 15 ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા હતા. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 95.45 હતો. હોપે શર્મહ બ્રુક્સ સાથે મળીને મોટી ભાગીદારી કરી હતી. તેણે શર્મહ બ્રૂક્સ સાથે 154 રનની ભાગીદારી નોંધાવી હતી. બંનેએ ટીમનો સ્કોર 163 રન પર પહોંચાડ્યો હતો. આ દરમિયાન બ્રુક્સ 70 રન નોંધાવીને આઉટ થયો હતો. તેણે 83 બોલમાં 7 ચોગ્ગાની મદદ થી આ સ્કોર નોંધાવ્યો હતો.

અડધી સદી બાદ હોપે ગિયર બદલ્યો

હોપે શરૂઆતમાં ધીમી બેટિંગ કરી અને અડધી સદી પૂરી કરવા માટે 68 બોલ લીધા. તે સમયે અડધી સદી બાદ હોપે ગિયર બદલ્યો અને 118 બોલમાં સદી પૂરી કરી. તે 127 રનના સ્કોર પર હેરિસ રૌફનો શિકાર બન્યો અને બોલ્ડ થયો. તેણે 134 બોલમાં 127 રન બનાવ્યા. આ ઇનિંગમાં તેણે 15 ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા હતા. હોપ અને બ્રુક્સની ઈનિંગના આધારે વેસ્ટ ઈન્ડિઝે 8 વિકેટ ગુમાવીને 305 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

નિકોલસ પૂરને 16 બોલમાં 21 રનની ઈનીંગ રમી હતી. જેમાં તેણે 3 છગ્ગા જમાવી દીધા હતા. જોકે તે હેરીસ રઉફનો શિકાર ખયો હતો. બ્રેન્ડન કિંગસે માત્ર 4 રન 9 બોલમાં નોંધાવ્યા હતા. રોવમેન પોવેલે 23 બોલમાં 32 રન નોંધાવ્યા હતા. રોમારીયો શેફર્ડે 18 બોલમાં 25 રન ફટકાર્યા હતા. આમ મીડલ ઓર્ડરે પણ ટુકડે ટુકડે પણ ઝડપી રમત વડે ટીમના સ્કોરમાં યોગદાન આપતા ટીમનો સ્કોર 300 ને પાર પહોંચી શક્યો હતો.

રઉફે રન ખર્ચીને વિકેટ ઝડપી

હેરીસ રઉફે વેસ્ટ ઇન્ડિઝના બેટ્સમેનોને રન આપ્યા હતા. પરંતુ સામે 4 વિકેટ ઝડપી હતી. તે સૌથી ખર્ચાળ બોલર પાકિસ્તાન તરફથી રહ્યો હતો. તેણે 10 ઓવરમાં 77 રન ગુમાવ્યા હતા. શાહિન આફ્રિદીએ પણ 10 ઓવરમાં 55 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. નવાઝ અને શાદાબ ખાને એક એક વિકેટ મેળવી હતી. હસન અલીને કોઈ વિકેટ મળી નહોતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">