AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

150 kmથી વધુની ટોપ સ્પીડ, 6 ગિયર, શાનદાર ફીચર્સ…લોન્ચ થયું Pulsarનું નવું મોડલ, કિંમત છે બસ આટલી

ઓફિશિયલ લોન્ચની સાથે જ બજાજે ગ્રાહકો માટે પલ્સરના નવા મોડલનું બુકિંગ પણ શરૂ કરી દીધું છે. જો તમે પણ પલ્સરનું નવું મોડલ ખરીદવા માંગો છો, તો તમે 5,000 રૂપિયાની બુકિંગ રકમ ચૂકવીને આ બાઇકને તમારા નામે કરાવી શકો છો.

150 kmથી વધુની ટોપ સ્પીડ, 6 ગિયર, શાનદાર ફીચર્સ...લોન્ચ થયું Pulsarનું નવું મોડલ, કિંમત છે બસ આટલી
Bajaj Pulsar
| Updated on: May 03, 2024 | 5:12 PM
Share

લોકો લાંબા સમયથી બજાજ ઓટોના નવા પલ્સર મોડલની રાહ જોઈ રહ્યા હતા અને આજે તેમની આતુરતાનો અંત આવ્યો છે. કંપનીએ બજાજ પલ્સર NS400ને ચાર અલગ-અલગ રાઇડિંગ મોડ્સ સાથે લોન્ચ કર્યું છે. આ ચાર મોડમાં રેન, ઓફ-રોડ, રોડ અને સ્પોર્ટનો સમાવેશ થાય છે. બજાજે લોન્ચ સાથે જ આ બાઇકનું બુકિંગ પણ શરૂ કરી દીધું છે.

બજાજ પલ્સર NS400માં ગ્રાહકોને ડ્યુઅલ-ચેનલ ABS અને 5 સ્ટેપ એડજસ્ટેબલ લિવર્સ આપવામાં આવ્યા છે. બજાજ પલ્સરના આ નવા મોડલમાં ફુલી-પેક્ડ સુવિધાઓથી સજ્જ, એડવાન્સ ફુલી-ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ પેનલ, બજાજ રાઇડ કનેક્ટ એપ્લિકેશન દ્વારા બ્લૂટૂથ કનેક્ટિવિટી, કોલ્સ અને મેસેજ એલર્ટ, ટર્ન બાય ટર્ન નેવિગેશન અને યુએસબી ચાર્જિંગ પોર્ટ જેવી ઘણી સુવિધાઓ છે.

બજાજ પલ્સર NS400ની ભારતમાં કિંમત

બજાજ ઓટોએ પલ્સરના આ નવા મોડલની કિંમત 1.85 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) નક્કી કરી છે. આ બાઇકની શરૂઆતની કિંમત છે, એટલે કે મર્યાદિત સમય માટે આ કિંમતે બાઇક વેચવામાં આવશે. હાલમાં તે માહિતી સામે આવી નથી કે કંપની આ બાઇકને આ કિંમતે કેટલા સમય સુધી વેચશે.

બજાજ પલ્સર NS400 બુકિંગ

ઓફિશિયલ લોન્ચની સાથે જ બજાજે ગ્રાહકો માટે પલ્સરના નવા મોડલનું બુકિંગ પણ શરૂ કરી દીધું છે. જો તમે પણ પલ્સરનું નવું મોડલ ખરીદવા માંગો છો, તો તમે 5,000 રૂપિયાની બુકિંગ રકમ ચૂકવીને આ બાઇકને તમારા નામે બુક કરાવી શકો છો. બજાજ ઓટોની ઓફિશિયલ સાઇટ સિવાય તમે તમારા ઘરના નજીકના બજાજ ડીલર પાસે જઈને પણ બાઇક બુક કરાવી શકો છો.

બજાજ પલ્સર NS400 ટોપ સ્પીડ અને એન્જિનની વિગતો

કંપનીએ બજાજ પલ્સરનું નવું મોડલ 154 kmphની ટોપ સ્પીડ સાથે માર્કેટમાં લોન્ચ કર્યું છે. આ બાઇકમાં 373 cc સિંગલ સિલિન્ડર લિક્વિડ કૂલ્ડ એન્જિન છે, જે 8800 rpm પર 40 psનો પાવર જનરેટ કરે છે. આ સિવાય તે 6500 rpm પર 35 Nmનો ટોર્ક જનરેટ કરે છે. તમને આ બાઇક 6 સ્પીડ ગિયરબોક્સ સાથે મળશે.

આ પણ વાંચો મહિન્દ્રા XUV 3XO, ટાટા નેક્સોન કે Kia Sonet…કઈ SUV આપશે વધુ માઈલેજ ?

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">