ખૂબસૂરતીથી જાણીતી પાકિસ્તાની ટેનિસ સ્ટારની આજીજી, કહ્યુ ‘સાનિયા ભાભીને કહો’ અમારી ટીમને મદદ કરે

ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા (Sania Mirza) હવે પાકિસ્તાનની ટેનિસ ટીમને કોચિંગ કરે એવી માંગ ઉઠી છે. પાકિસ્તાની ટેનિસ ખેલાડી મહેક ખોખરે (Maheq Khokhar) આ માંગ એક વિડીયો સંદેશા વડે કરી છે. તેની આ માંગણીને લઈને આ મુદ્દો ચર્ચાનો બની ગયો છે.

ખૂબસૂરતીથી જાણીતી પાકિસ્તાની ટેનિસ સ્ટારની આજીજી, કહ્યુ 'સાનિયા ભાભીને કહો' અમારી ટીમને મદદ કરે
Meheq Khokharr તેના ગ્લેમરસથી જાણીતી છે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 08, 2022 | 9:18 AM

ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા (Sania Mirza) એ ભારતને ટેનિસની રમતમાં ગૌરવ અપાવ્યુ છે. હૈદરાબાદની સાનિયા મિર્ઝા ભારત સરકાર દ્વારા અર્જૂન પુરસ્કાર સન્માનિત છે. તેણે શાનદાર રમત સાથે ટેનિસ કરીયરની શરુઆત કરી હતી અને એટલે જ તે બે દાયકાથી ભારતીય ટેનિસ સ્ટાર તરીકે વિશ્વભરમાં જાણીતી રહી છે. તે ભારત તરફથી ગ્રાન્ડ સ્લેમ જીતનારી પ્રથમ મહિલા ખેલાડી બની હતી. તેણે વિમ્બલ્ડનનુ ટાઈટલ જીતીને ઈતિહાસ રચી દીધો હતો. જોકે હવે આ ટેનિસ સ્ટારના અનુભવને હવે પાકિસ્તાનના ટેનિસ ખેલાડીઓમાં વર્તાવા લાગી છે. પાકિસ્તાની ટેનિસ ખેલાડીએ સાનિયા મિર્ઝાને અપિલ કરી છે કે, તે પાકિસ્તાનની નેશનલ ટેનિસ ટીમ (Pakistan Tennis Team) ના ટીમના ખેલાડીઓને કોચિંગ કરે. જોકે હજુ સુધી સાનિયા તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. ખૂબસૂરતીથી જાણીતી ખેલાડી મહેક ખોખરે (Meheq Khokhar) આ માંગ એક વિડીયો દ્વારા કરી છે.

સાનિયા મિર્ઝાને અપીલ કરવા સાથે મહેક ખોખરે પાકિસ્તાની ક્રિકેટર શોએબ અખ્તરને પણ પોતાની વાત પર ધ્યાન ખેંચવા પ્રયાસ કર્યો છે. તેણે કહ્યુ હતુ કે શોએબ મલિક પણ સાનિયા ભાભીને કહે કે તે પાકિસ્તાનની ટેનિસ ટીમને ટ્રેનિંગ આપે. આમ મહેંકની આ અપિલ હવે ચર્ચાનો વિષય બની ગયો છે. તો વળી હવે સાનિયા અને શોએબની પ્રતિક્રિયા પણ આવશે કે કેમ તેની પર પણ સૌની નજર ઠરી છે.

ખોખરે એક વિડીયોમાં કહ્યુ હતુ કે, ટૂંકા સમયમાં જ પાકિસ્તાન ફેડરેશન કપ સહિત અનેક આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ આવનારી છે. આવામાં સાનિયા મિર્ઝા અવારનાર પાકિસ્તાન આવતી હોય છે. જેમણે અમારી ટીમને કોચિંગ આપવુ જોઈએ. તેણે વિડીયોમાં આગળ વાત કરતા કહ્યુ હતુ કે હું શોએબ મલિકને પણ કહેવા માંગીશ કે તેઓ સોનિયા ભાભીને કહે કે તે પાકિસ્તાનની ટેનિસ ટીમને ટ્રેનિંગ આપે, જેનાથી અમને ખૂબ ફાયદો રહેશે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

સાનિયાની જેમ ગ્લેમરસથી જાણીતી

પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે સાનિયા મિર્ઝાએ લગ્ન કર્યા હતા. જેને લઈ તે અવાર નવાર પાકિસ્તાન જતી રહે છે અને મોટાભાગનો સમય તે દુબઈમાં રહેતી હોય છે. તે પાકિસ્તાનના કેટલાક કાર્યક્રમોમાં પણ ક્યારેક ક્યારેક હિસ્સો લેતી હોય છે. પાકિસ્તાનમાં મહેક ટેનિસ પ્લેયર તરીકે જાણીતી છે. પરંતુ પોતાની રમત કરતા પોતાના ગ્લેમરસ રુપથી વધારે જાણીતી છે. તે અવાર નવાર તેની તસ્વીરોથી છવાયેલી રહે છે. હાલના સમયમાં તેનો પાકિસ્તાનની ગણતરીની ટેનિસ પ્લેયરમાં સમાવેશ થાય છે. તે અનેક ટીવી શોને હોસ્ટ કરી ચુકી છે.

Latest News Updates

રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સંકલન સમિતિની આજે બેઠક
રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સંકલન સમિતિની આજે બેઠક
g clip-path="url(#clip0_868_265)">