ક્રિકેટની દુનિયામાં એમએસ ધોનીની છબી કેપ્ટન કુલ તરીકે બનેલી છે. મેચમાં મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ તે ખુબ શાંત જોવા મળે છે. જ્યારે કેમેરો તેના પર હોય છે. તો ધોનીના ચેહરા પર કોઈ પણ પ્રકારનું રિએક્શન જોવા મળતું નથી. પરંતુ જ્યારે કેમેરો તેનાથી હટે છે તો તે ખેલાડીઓ પર ગુસ્સે થાય છે.અનેક ખેલાડી તેના વિશે જણાવી ચૂક્યા છે. પરંતુ હાલમાં ઈશાંત શર્માએ ધોની વિશે ખુલાસો કરતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
એક યુટ્યુબ પોડકાસ્ટ પર ધોનીના સિક્સ સેન્સને લઈ ઈંશાત શર્માને સવાલ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન ધોનીના શાંત સ્વભાવ વિશે વાતચીત કરી હતી. ઈશાંત શર્માએ કહ્યું ધોની ક્યારે પણ એકલો હોતો નથી. જ્યારે તે ઊંઘે છે ત્યારે જ તે એકલો હોય છે.થોડા વર્ષો પહેલા લાઈવ ચેટ દરમિયાન સાક્ષીએ ધોની વિશે વાત કરી અને ઘણા ખુલાસા કર્યા. તેમણે જણાવ્યું કે ધોની લોકડાઉનમાં પોતાનો સમય કેવી રીતે પસાર કરતા. સાક્ષીએ જણાવ્યું કે, ધોની આખો દિવસ PUBG ગેમ રમે છે. આ ક્લિપ બધે વાયરલ થઈ હતી.
મહેન્દ્ર સિંહ ધોનીએ આઈપીએલ 2025 સીઝનની તૈયારી શરુ કરી દીધી છે. ધોની બેટિંગ કરતો હોય તેવો ફોટો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.ધોની બેટ હાથમાં લઈ પ્રેક્ટિસ કરતા જોવા મળ્યો હતો. ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સફળતા મેળવ્યા બાદ મહેન્દ્ર સિંહ ધોનીએ આઈપીએલમાં પણ ધમાલ બોલાવી છે. ભારતને 2007માં ટી20 વર્લ્ડકપ, 2011માં વનડે વર્લ્ડ કપ અને 2013માં ચેમ્પિયન ટ્રોફી જીતાડનાર ધોનીએ CSKને પાંચ IPL ટ્રોફી (2010, 2011, 2018, 2021, 2023) જીતાડી છે.
આઈપીએલની 18મી સીઝનની શરુઆત 21 માર્ચથી થઈ રહી છે. 10 ટીમ વચ્ચે ફરી એક વખત ટકકર જોવા મળશે. પહેલી મેચ અને ફાઈનલ મેચ કોલકત્તાના ઈર્ડન ગાર્ડન મેદાનમાં રમાશે.