AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025: રાઈટ ટુ મેચ કાર્ડના નવા નિયમોને લઈ હોબાળો, ઘણી ટીમોએ BCCIને કરી ફરિયાદ

IPL 2025ની મેગા ઓક્શન માટે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા હતા. આ વખતે રાઈટ ટુ મેચ કાર્ડના ઉપયોગ માટે પણ નિયમોમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા હતા. હવે ઘણી ટીમો આ બદલાવથી ખુશ નથી અને BCCIને તેની ફરિયાદ કરી છે.

IPL 2025: રાઈટ ટુ મેચ કાર્ડના નવા નિયમોને લઈ હોબાળો, ઘણી ટીમોએ BCCIને કરી ફરિયાદ
Indian Premier LeagueImage Credit source: PTI
| Updated on: Oct 05, 2024 | 5:35 PM
Share

રાઈટ ટુ મેચ કાર્ડના નવા નિયમોને લઈને હોબાળો મચી ગયો છે. આ વખતે રાઈટ ટુ મેચ (RTM) કાર્ડ ફર ઓક્શનમાં લાવવામાં આવ્યો છે. જોકે, તેના નિયમોમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા હતા. હવે આમાંના એક ફેરફારને લઈને હોબાળો થઈ રહ્યો છે. ઘણી ટીમો આ ફેરફારથી ખુશ નથી અને BCCIને ફરિયાદ કરીને પોતાની ચિંતા વ્યક્ત કરી છે.

RTM કાર્ડના નિયમમાં ફેરફાર

વાસ્તવમાં, અગાઉની ટીમો હરાજીમાં ખેલાડી પર મુકવામાં આવેલી સૌથી વધુ બોલી સાથે મેચ કરવા અને ખેલાડીને તેમની ટીમમાં પાછા સામેલ કરવા માટે સંમત થઈને RTM કાર્ડનો ઉપયોગ કરતી હતી. પરંતુ હવે આ કાર્ડનો ઉપયોગ કર્યા બાદ સૌથી વધુ બોલી લગાવનાર ટીમને બિડ વધારવાની બીજી તક આપવામાં આવશે. આ ફેરફારને લઈને ઘણી ટીમોએ BCCIને ફરિયાદ કરી છે.

ફ્રેન્ચાઈઝીઓએ ફરિયાદમાં શું કહ્યું?

RTM કાર્ડ અંગે ફ્રેન્ચાઈઝીએ કહ્યું છે કે RTMનો હેતુ ખેલાડીની બજાર કિંમત નક્કી કરવાનો છે. પરંતુ BCCIએ છેલ્લી વખત સૌથી વધુ બોલી લગાવનારી ટીમ માટે કિંમત વધારવા પર કોઈ મર્યાદા લગાવી નથી. આ કારણે, હરાજી દરમિયાન બિડ વધારી શકાય છે. જો આમ થશે તો તેનો કોઈ અર્થ નહીં રહે. ક્રિકબઝના અહેવાલ મુજબ, ઘણી ટીમોએ આ બાબતે સત્તાવાર રીતે BCCIને લેખિતમાં ફરિયાદ કરી છે. કેટલીક ફ્રેન્ચાઈઝી બોર્ડના અધિકારીઓ સાથે ચર્ચા કરી રહી છે.

ફ્રેન્ચાઈઝી RTM કાર્ડને બદલે રીટેન્શન પસંદ કરશે

એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે BCCIના આ નિયમને કારણે કોઈપણ ફ્રેન્ચાઈઝી RTM કાર્ડને બદલે રિટેન્શનનો ઉપયોગ કરવાનું પસંદ કરશે. કારણ કે BCCIએ હરાજી માટે વધુને વધુ સ્ટાર ખેલાડીઓને આકર્ષવા માટે આ નિયમ લાવવાનું લક્ષ્ય નક્કી કર્યું હતું. બીજી તરફ, નંબર 4 અને નંબર 5 રીટેન્શન રેન્ક ધરાવતા ખેલાડીઓ માટે રૂ. 18 કરોડ અને રૂ. 14 કરોડ નક્કી કરવામાં આવ્યા હતા. આનાથી ફ્રેન્ચાઈઝી RTM કાર્ડને બદલે રીટેન્શન પસંદ કરી શકે છે. આ કારણે સ્ટાર ખેલાડીઓ હરાજીમાં આવી શકશે નહીં.

નવા નિયમો હેઠળ RTM કાર્ડ કેવી રીતે કામ કરશે?

IPL 2025 માં, ફ્રેન્ચાઈઝીઓને વધુમાં વધુ 6 ખેલાડીઓને જાળવી રાખવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. આમાં રાઈટ ટુ મેચ કાર્ડનો પણ સમાવેશ કરવામાં આવશે. ફ્રેન્ચાઈઝી વધુમાં વધુ પાંચ કેપ્ડ પ્લેયર (ભારતીય/વિદેશી) અને વધુમાં વધુ બે અનકેપ્ડ પ્લેયર્સને જાળવી શકે છે. ફ્રેન્ચાઈઝી જેટલા ઓછા ખેલાડીઓ જાળવી રાખશે, તેની પાસે તેટલા વધુ રાઈટ ટુ મેચ કાર્ડ હશે, જેનો ફ્રેન્ચાઈઝી હરાજીમાં ઉપયોગ કરી શકશે.

ખેલાડીને ફાયદો, ફ્રેન્ચાઈઝીને નુકસાન

નવા નિયમ હેઠળ, જો કોઈ ખેલાડીની હરાજી થઈ રહી છે અને કોઈ ટીમે તેના માટે સૌથી વધુ 6 કરોડ રૂપિયાની બોલી લગાવી છે, તો તે ખેલાડીની વર્તમાન ફ્રેન્ચાઈઝીને પહેલા પૂછવામાં આવશે કે શું તેઓ તેમના RTMનો ઉપયોગ કરવા માગે છે. જો તે સંમત થાય છે, તો પ્રથમ ટીમને બિડ વધારવાની બીજી તક આપવામાં આવશે. જો તે હવે તેને વધારીને 10 કરોડ રૂપિયા કરે છે, તો ખેલાડીની વર્તમાન ટીમ તેના RTM કાર્ડનો ઉપયોગ કરી શકે છે અને તેને 10 કરોડ રૂપિયામાં ફરીથી સાઈન કરી શકે છે. તેનાથી ખેલાડીને ફાયદો થશે પરંતુ હાલની ફ્રેન્ચાઈઝીને નુકસાન થશે.

આ પણ વાંચો: IPL રિટેન્શન પર BCCIની મોટી જાહેરાત, 5 ખેલાડીઓને રિટેન કરવા 75 કરોડ રૂપિયા ખર્ચવા પડશે

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">