IPL 2024: આશિષ નેહરાના દિમાગે મુંબઈ ઈન્ડિયન્સને હરાવ્યું, ગુજરાતના આ ખેલાડીએ કર્યો મોટો ખુલાસો

જો કોચ આશિષ નેહરા જેવા છે તો ચિંતા કરવાની કોઈ જરૂર જ નથી. ગુજરાત ટાઇટન્સની જીત પાછળ આશિષ નેહરા દ્વારા બનાવવામાં આવેલી વ્યૂહરચના જવાબદાર છે. આઈપીએલ 2024માં પણ આવું જ જોવા મળ્યું. કેપ્ટન બદલાયો પરંતુ કોચનો ગેમ પ્લાન હજુ પણ ગુજરાત માટે મેદાનમાં કામ કરી રહ્યો છે, અને આ વાત સાબિત થઈ મુંબઈ ઈન્ડિયન્સને હરાવીને.

IPL 2024: આશિષ નેહરાના દિમાગે મુંબઈ ઈન્ડિયન્સને હરાવ્યું, ગુજરાતના આ ખેલાડીએ કર્યો મોટો ખુલાસો
Ashish Nehra, Shubman Gill
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 25, 2024 | 6:47 PM

આખરે આશિષ નહેરાએ સાબિત કરી આપ્યું કે ગુજરાત ટાઈટન્સ માટે હાર્દિક નહી પણ પોતે જ સાચી તાકાત છે. તેણે સાબિત કરી આપ્યું કે ચાચા ચૌધરીનુ દિમાગ જ ટીમની તાકાત છે નહી કે હાર્દિક પંડ્યા. મુંબઈ સામેની મેચમાં આશિષ નહેરાએ ગ્રાઉન્ડની બહાર રહીને એવી સ્ટ્રેટજી ગોઠવી કે, મુંબઈના ખેલાડીઓ એક પછી એક આઉટ થતા ગયા અને એક તબક્કે મુંબઈ ઈન્ડિયન્સ તરફે રહેલી મેચ ધીમે ધીમે ગુજરાત તરફે આવી. આ સ્થિતિ મેચની બારમી ઓવર બાદ સર્જાઈ.

169 રનના લક્ષ્યાંકનો પીછો કરતા મુંબઈ ઈન્ડિયન્સે 12 ઓવરના અંતે બે વિકેટના ભોગે 107 રન કર્યા હતા. ત્યારબાદ 13મી ઓવરમાં રોહિતને આઉટ કરાવડાવીને મેચ ગુજરાત તરફે સરકાવી લીધી. 16મી ઓવરમાં બ્રેવિસને આઉટ કરાવડાવીને મેચ ઉપર કાબુ લઈ લીધો હતો. 16 ઓવરના અંતે મુંબઈએચાર વિકેટના ભોગે 130 રન કર્યા હતા. 18મી ઓવરના અંતે પાંચ વિકેટના ભોગે 142 રને મુંબઈને પહોચાડ્યું હતું.

ગુજરાત ટાઇટન્સના ખેલાડીએ આશિષ નેહરા વિશે શું કહ્યું?

ગુજરાત ટાઇટન્સના ખેલાડી સ્પેન્સર જોન્સને જણાવ્યું કે આશિષ નેહરાને પહેલાથી જ જીતનો વિશ્વાસ હતો. તેણે મને અને ટીમના દરેક ખેલાડીને શાંત રહેવા કહ્યું. અને પરિણામ સૌની સામે છે. સ્પેન્સર જ્હોન્સનના મતે આશિષ નેહરાએ દરેક ખેલાડીમાં જે જીતનો મંત્ર આપ્યો તેની અસર પણ દેખાઈ રહી હતી. ગુજરાત ટાઇટન્સે મુંબઈ ઈન્ડિયન્સ જેવી મજબૂત ટીમ સામે એવા ગ્રાઉન્ડ પર સ્કોરનો બચાવ કર્યો કે જેના પર આવું કરવું મુશ્કેલ હતું. કારણ કે ઝાકળ એક મોટું પરિબળ હતું.

નારિયેળની છાલને ફેંકશો નહીં, દાંતથી લઈ વાસણ ચમકાવા માટે છે ઉપયોગી
RCB vs CSK મેચમાં 'મિસ્ટ્રી ગર્લ'એ કર્યો જબરદસ્ત ડાન્સ, વીડિયો વાયરલ
ધર્મેન્દ્ર થી જાહ્નવી કપૂર સુધી, મુંબઈના મતદાન મથકો પર ચમક્યું બોલિવૂડ
ઉનાળામાં પેટમાં એસીડિટીથી રાહત મેળવવા માટે કરો આ ઉપાય
બિહારી અને ઈન્દોરી પૌઆમાં શું અંતર છે? સ્વાદના ચટાકાથી જ તમે જાણી શકશો
પહેલા મગર તો હવે સાપ વાળો નેકલેસ પહેરી Cannesમાં ઉતરી ઉર્વશી રૌતેલા, જુઓ-Photo

આશિષ નેહરાએ પોતાના ખેલાડીઓ દ્વારા મેદાન પર રણનીતિનો અમલ કર્યો. આ સાથે ભારતીય ક્રિકેટ ચાહકોને પણ ઘણી વસ્તુઓ જોવા મળી જે જોવા માટે તેઓ આતુર હતા. આપણે વાત કરી રહ્યા છીએ શુભમન ગીલની કેપ્ટનશીપની, જેને હાર્દિક પંડ્યાની વિદાય બાદ કોચ આશિષ નેહરાએ આ ભૂમિકા માટે યોગ્ય વ્યક્તિ ગણાવ્યો હતો. એવું પણ કહેવામાં આવ્યું હતું કે આપણે બધા એ જોવા માટે ઉત્સુક છીએ કે શુભમન ગિલ કેવા પ્રકારની કેપ્ટનશીપ કરે છે?

નેહરા અને ગિલ માટે હજુ પિક્ચર બાકી છે !

પરંતુ, જેમ કે સ્પેન્સર જોન્સને મેચ પછી કહ્યું, ગિલ પણ કોચ નેહરાજીની જેમ ખૂબ જ શાનદાર છે. તે અકલ્પનીય યુવા કેપ્ટન છે. એકંદરે, આશિષ નેહરા અને શુભમન ગિલ તેની પરીક્ષાનો પ્રથમ તબક્કો પાસ કરી ચૂક્યા છે, પરંતુ કામ હજુ પૂર્ણ થયું નથી. તેઓ બંને જાણે છે. આશિષ નેહરા IPL 2024 માં શુભમન ગિલ સાથે કંઈક એવું જ કરવા માંગે છે જે રીતે તેણે IPL 2022 માં હાર્દિક પંડ્યા સાથે કર્યું હતું.

Latest News Updates

પાણીની કિંમત તંત્રને નથી સમજાતી? મોડાસા નજીક પાઈપલાઈન મહિનાઓથી લીકેજ
પાણીની કિંમત તંત્રને નથી સમજાતી? મોડાસા નજીક પાઈપલાઈન મહિનાઓથી લીકેજ
500 રૂપિયા આપવાની ના પાડતા નરાધમ પુત્રએ પોતાના જ ઘરને લગાવી દીધી આગ
500 રૂપિયા આપવાની ના પાડતા નરાધમ પુત્રએ પોતાના જ ઘરને લગાવી દીધી આગ
ચાકુની અણીએ હિંમતનગરમાં વેપારી લૂંટાયો, રુપિયા 6.15 લાખની લૂંટ
ચાકુની અણીએ હિંમતનગરમાં વેપારી લૂંટાયો, રુપિયા 6.15 લાખની લૂંટ
આકરા ઉનાળા વચ્ચે પાણીકાપ ! 40 હજારથી વધુ લોકોને નહીં મળે પાણી
આકરા ઉનાળા વચ્ચે પાણીકાપ ! 40 હજારથી વધુ લોકોને નહીં મળે પાણી
અમદાવાદમાં આગામી પાંચ દિવસ જાહેર કરાયુ ગરમીનું રેડ એલર્ટ- Video
અમદાવાદમાં આગામી પાંચ દિવસ જાહેર કરાયુ ગરમીનું રેડ એલર્ટ- Video
બનાસકાંઠા: સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી છોડવા ખેડૂતોની માંગ, જુઓ
બનાસકાંઠા: સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી છોડવા ખેડૂતોની માંગ, જુઓ
અમદાવાદની 15 મદરેસાઓએ માહિતી આપવાનો કર્યો ઇન્કાર, જુઓ-video
અમદાવાદની 15 મદરેસાઓએ માહિતી આપવાનો કર્યો ઇન્કાર, જુઓ-video
મચ્છી પીઠ વિસ્તારમાં જૂથ અથડામણ
મચ્છી પીઠ વિસ્તારમાં જૂથ અથડામણ
કોડિનારના નવાગામમાં બે દિવસથી ખેતરમાં સિંહણે ધામા નાખતા ફફડાટ
કોડિનારના નવાગામમાં બે દિવસથી ખેતરમાં સિંહણે ધામા નાખતા ફફડાટ
કાળઝાળ ગરમીને લઈ આરોગ્ય તંત્ર એલર્ટ, ઇડર અને હિંમતનગર સિવિલ સજ્જ
કાળઝાળ ગરમીને લઈ આરોગ્ય તંત્ર એલર્ટ, ઇડર અને હિંમતનગર સિવિલ સજ્જ
g clip-path="url(#clip0_868_265)">