IPL 2024 : વિરાટ કોહલીનું સપનું 17મી વખત તૂટતા અનુષ્કા શર્મા નિરાશ થઈ, જુઓ વીડિયો
આઈપીએલ ફાઈનલ પહેલા અનુષ્કા શર્મા સાથે એવું થયું કે, તેનું દિલ તુટી ગયું. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં અનુષ્કા શર્મા ખુબ જ દુખી જોવા મળી રહી છે. અભિનેત્રી પોતાના ઈમોશનલને રોકી શકી ન હતી.
બોલિવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા પોતાના ક્રિકેટર પતિ વિરાટ કોહલીની સૌથી મોટી ચીયરલીડર છે. દરેક મેચમાં પતિનો ઉત્સાહ વધારવા માટે સ્ટેડિયમમાં પહોંચી જાય છે. આઈપીએલ 2024 દરમિયાન રોયલ ચેલેન્જર્સ બેગ્લુરુની દરેક મેચમાં અનુષ્કા શર્મા જોવા મળી હતી પરંતુ આઈપીએલની ફાઈનલ પહેલા અનુષ્કા શર્માનું દિલ તુટી ગયું હતુ. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં અનુષ્કા શર્મા ઉદાસ જોવા મળી રહી છે. અભિનેત્રી કેમેરા સામે પોતાના ઈમોશનલ રોકી શકી ન હતી. કારણ કે, તેનો પતિ આ ટીમ સાથે જોડાયેલો છે.
આ વખતે પણ વિરાટના હાથમાં ન આવી ટ્રોફી
બુધવારના રોજ આઈપીએલ 2024ની ફાઈનલ પહેલા વિરાટ કોહલીની ટીમ આરસીબીની સફર પૂર્ણ થઈ ચુકી છે. ટીમની હાર સાથે વિરાટ કોહલીનું સપનું 17મી વખત તુટી ગયું છે. જે અનુષ્કા શર્મા પણ સહન કરી શકી નહિ તે ખુબ જ ઈમોશનલ જોવા મળી હતી. સોશિયલ મીડિયા પર અનુષ્કા શર્માનો આ વીડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે તણાવમાં જોવા મળી રહી છે.
View this post on Instagram
વિરાટ પણ થયો ઉદાસ
વિરાટ કોહલી હાર બાદ ગ્રાઉન્ડમાં જ ઉદાસ થઈ ગયો હતો. સ્ટેડિયમમાં બેસેલી તેમની પત્ની અનુષ્કા શર્મા પણ પોતાને રોકી શકી નહિ, આ વસ્તુ તેના ચેહરા પર સ્પષ્ટપણે જોવા મળી રહે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થઈ રહ્યો છે. જેના પર કેટલાક યુઝર્સ પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું તે હંમેશા વિરાટ માટે ઉભી છે. અન્યએ લખ્યું તે વિરાટની સૌથી મોટી ચીયર લીડર છે.
આ પણ વાંચો : IPL 2024 : જો વરસાદના કારણે રદ થઈ મેચ તો કઈ ટીમ ફાઈનલમાં સ્થાન બનાવશે ? જાણો