IPL 2024 : જો વરસાદના કારણે રદ થઈ મેચ તો કઈ ટીમ ફાઈનલમાં સ્થાન બનાવશે ? જાણો

હવે આઈપીએલના ખિતાબ જીતવા માટે 3 ટીમ રેસમાં છે, આરસીબીની ટીમ રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ એલિમિનેટર મેચમાં હારી બહાર થઈ હતી. આ પહેલા કેકેઆરની ટીમે ફાઈનલમાં સ્થાન બનાવી લીધું છે. હવે સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સમાંથી કોઈ એકને ફાઈનલમાં સ્થાન મળશે.

IPL 2024 : જો વરસાદના કારણે રદ થઈ મેચ તો કઈ ટીમ ફાઈનલમાં સ્થાન બનાવશે ? જાણો
Follow Us:
| Updated on: May 23, 2024 | 1:31 PM

આઈપીએલ 2024ની ચેમ્પિયન ટીમ 2 દિવસમાં મળી જશે, આઈપીએલ સિઝનને પૂર્ણ થવામાં હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે તેમ છતાં ચેમ્પિયન બનવા માટે હજુ પણ 3 ટીમ દાવેદાર છે. આ 3 ટીમમાંથી આપણે આઈપીએલ 2024ની ચેમ્પિયન ટીમ મળી જશે. હૈદરાબાદે પહેલી ક્વોલિફાયર મેચમાં કેકેઆર સામે ટકકરાય હતી, જેમાં હૈદરાબાદે હારનો સામનો કરવો પડ્યો હતો, હવે ફરી એક વખત હૈદરાબાદની ક્વોલિફાય મેચ છે. આ વખતે તેની સામે રાજસ્થાન રોયલ્સની ટીમ છે.

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

હારનારી ટીમ આઈપીએલ 2024માંથી બહાર

સંજુ સેમસનની કેપ્ટનશીપમાં રાજસ્થાન રોયલ્સનું પ્રદર્શન શાનદાર જોવા મળી રહ્યું છે. હવે 24 મેના રોજ રાજસ્થાન અને હૈદરાબાદ વચ્ચે કરો યા મરો જેવી પરિસ્થિત જોવા મળશે. આમાં હારનારી ટીમ આઈપીએલ 2024માંથી બહાર થઈ જશે, તો જીતનારી ટીમ ફાઈનલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ટકરાશે. બંન્ને ટીમ વચ્ચે આ મેચ 24 મેના રોજ ચેન્નાઈના ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે.

પોઈન્ટ ટેબલમાં ઉપર રહેનારી ટીમ ફાઈનલમાં પહોંચશે

ચેન્નાઈમાં શુક્રવારના રોજ વરસાદની સંભાવના છે. ત્યારે જો આ મેચમાં વરસાદ પડે છે અને મેચ 5 ઓવર પણ રમાઈ શકી નહિ તો મેચ રદ કરવામાં આવશે. તેમજ પોઈન્ટ ટેબલમાં ઉપર રહેનારી ટીમ ફાઈનલમાં પહોંચશે. એટલે કે, સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ ફાઈનલમાં સ્થાન બનાવી લેશે. તેનો સામનો ફાઈનલમાં કોલકાતા સામે થશે. સનરાઈઝર્સ હૈદરાબાદ નેટ રન રેટ ટીમ રાજસ્થાનથી આગળ છે. એટલા માટે તે ફાઈનલમાં સ્થાન બનાવી શકે છે.

હૈદરાબાદનું પલડું ભારે

સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સની ટીમ આઈપીએલમાં અત્યારસુધી કુલ 19 મેચમાં આમને-સામને આવી છે. આ દરમિયાન હૈદરાબાદનું પલડું ભારે છે, સનરાઈઝર્સ હૈદરાબાદે 19 માંથી 10 મેચમાં જીત મેળવી છે. રાજસ્થાન રોયલ્સે 19માંથી 9 મેચમાં જીત મેળવી છે.

હવે એ જોવાનું રહેશે કે, શુક્રવારના રોજ રમાનારી મેચમાં કઈ ટીમ જીત મેળવે છે.બુધવારે રમાયેલી મેચમાં રાજસ્થાન રોયલ્સે બેગ્લુરુને હાર આપી ક્વોલિફાયર-2માં જગ્યા બનાવી લીધી છે. હવે 24 મેના રોજ તેનો સામનો વધુ એક નોકઆઉટ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે થશે. આ મેચમાં જીતનારી ટીમ 26 મેના રોજ ફાઈનલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે રમશે.

આ પણ વાંચો : IPL 2024 માંથી RCB બહાર, સતત 17મી વખત ચેમ્પિયન બનવાનું સપનું તૂટી ગયું

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">