IPL 2024: હાર્દિક પંડ્યાનું અપમાન થતું જોઈને માંજરેકરને આવ્યો ગુસ્સો, ફેન્સને કહી આ વાત

મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચમાં કંઈક એવું જોવા મળ્યું જે તમે ભાગ્યે જ ક્યાંય જોયું હશે. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સના ચાહકો કેપ્ટન હાર્દિક પંડ્યા સામે બૂમાબૂમ કરી રહ્યા હતા, ત્યારે ટોસનું સંચાલન કરી રહેલા સંજય માંજરેકરે ચાહકોને શિસ્તબદ્ધ રીતે વર્તવાની સલાહ આપી હતી.

IPL 2024: હાર્દિક પંડ્યાનું અપમાન થતું જોઈને માંજરેકરને આવ્યો ગુસ્સો, ફેન્સને કહી આ વાત
Sanjay Manjrekar & Hardik Pandya
Follow Us:
| Updated on: Apr 01, 2024 | 11:11 PM

જ્યારથી હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બન્યો છે ત્યારથી તેની વિરુદ્ધ સતત નારાબાજી થઈ રહી છે. IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સે જ્યાં પણ મેચ રમી ત્યાં હાર્દિક પંડ્યાને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. આવું જ કંઈક મુંબઈ ઈન્ડિયન્સના હોમ ગ્રાઉન્ડ વાનખેડે સ્ટેડિયમમાં જોવા મળ્યું. જ્યારે હાર્દિક પંડ્યા રાજસ્થાન રોયલ્સ સામે ટોસ કરવા આવ્યો ત્યારે તેની સામે બૂમાબૂમ શરૂ થઈ ગઈ હતી. મેચમાં ટોસ પ્રેઝન્ટેશન કરી રહેલા સંજય માંજરેકરે બંને ટીમના કેપ્ટનોને બોલાવ્યા કે તુરંત જ સ્ટેડિયમમાં હોબાળો શરૂ થઈ ગયો હતો. આ પછી સંજય માંજરેકર સ્ટેડિયમમાં બેઠેલા ફેન્સને શિષ્ટાચાર રહેવાની સલાહ આપી.

ચાહકો સહમત ન હતા

સંજય માંજરેકરે મુંબઈના ચાહકોને નમ્રતાથી વર્તવાનું કહ્યું તેમ છતાં ફેન્સ તેની વાત સાથે સહમત ન થયા. સ્ટેડિયમમાં હાર્દિક પંડ્યા સામે બૂમાબૂમ કરવા ઉપરાંત રોહિત-રોહિતના નારા પણ લાગ્યા હતા. હાર્દિક પંડ્યા જ્યારે બેટિંગ કરવા આવ્યો ત્યારે પણ ચાહકો સતત બૂમાબૂમ કરી રહ્યા હતા.

મુંબઈના ચાહકોનું દિલ તૂટી ગયું

જોકે, રોહિત શર્મા પહેલા જ બોલ પર આઉટ થતાં મુંબઈના ચાહકોના દિલ તૂટી ગયા હતા. હિટમેન પ્રથમ ઓવરમાં ટ્રેન્ટ બોલ્ટના આઉટ સ્વિંગરને સમજી શક્યો ન હતો અને તે તેના હોમ ગ્રાઉન્ડ પર ગોલ્ડન ડક પર આઉટ થયો હતો. રોહિત શર્મા જ નહીં તેની સાથે નમન ધીર પણ પ્રથમ બોલ પર ટ્રેન્ટ બોલ્ટનો શિકાર બન્યો હતો. ડેવાલ્ડ બ્રેવિસ પણ પ્રથમ બોલ પર શૂન્ય રને આઉટ થયો હતો. ત્રણેયને ટ્રેન્ટ બોલ્ટે આઉટ કર્યા હતા.

Ajwain seeds health benefits : અજમો ખાવાના ફાયદા અનેક, જાણો તેના સ્વાસ્થ્ય લાભો, ઉપયોગ અને પોષક મૂલ્ય
આજનું રાશિફળ તારીખ : 14-12-2024
પાકિસ્તાનની આ 5 એક્ટ્રેસને ભારતમાં ખૂબ સર્ચ કરે છે લોકો, સુંદરતા છે અદભૂત
ભારતના 100 રૂપિયા ટ્રુડોના કેનેડામાં કેટલા થઈ જાય ?
લાઈફમાં એકવાર ઝીનત અમાનની આ 7 ફિલ્મો જરૂર જોવી
રાજ કપૂરનું આ 3 એક્ટ્રેસ સાથે જોડાયેલું હતું નામ, એક ના કારણે પત્નીએ છોડ્યું હતું ઘર!

હાર્દિક-તિલક સંભાળી બાજી

ચોથી ઓવર સુધી મુંબઈ ઈન્ડિયન્સની 4 વિકેટ પડી ગઈ હતી. ઈશાન કિશન પણ 16 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી મુંબઈનો કબજો કેપ્ટન હાર્દિક પંડ્યા અને તિલક વર્માએ સંભાળ્યો હતો. હાર્દિકે ઝડપી બેટિંગ કરીને રાજસ્થાન રોયલ્સ પર દબાણ બનાવ્યું હતું. જોકે, જ્યારે હાર્દિક સેટ હતો ત્યારે તેણે ચહલના બોલ પર ખોટો શોટ રમીને પોતાની વિકેટ ગુમાવી હતી. પંડ્યાએ 21 બોલમાં 34 રનની ઈનિંગ રમી હતી. તિલક વર્માએ 32 રનની ઈનિંગ રમી હતી. યુઝવેન્દ્ર ચહલે તેને આઉટ કર્યો હતો. પરંતુ અહીં મહત્વની વાત એ છે કે કેપ્ટન બદલવાના કારણે મુંબઈને ઘણું નુકસાન થઈ રહ્યું છે. ટીમને તેના પોતાના પ્રશંસકો તરફથી સમર્થન નથી મળી રહ્યું.

આ પણ વાંચો : IPL 2024: મુંબઈના 3 બેટ્સમેન પ્રથમ બોલ પર થયા આઉટ, રોહિત શર્માએ 0 પર આઉટ થઈને બનાવ્યો મોટો રેકોર્ડ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો કેવો રહેશે દિવસ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો કેવો રહેશે દિવસ
ગુજરાતીઓને નહીં મળે હાડ થીજવતી ઠંડીથી રાહત ! માવઠાની આગાહી
ગુજરાતીઓને નહીં મળે હાડ થીજવતી ઠંડીથી રાહત ! માવઠાની આગાહી
હવે 'અપાર કાર્ડ' વિદ્યાર્થીઓ માટે ફરજિયાત !
હવે 'અપાર કાર્ડ' વિદ્યાર્થીઓ માટે ફરજિયાત !
સુરતમાં 2 બોગસ તબીબ ઝડપાયા, જુઓ Video
સુરતમાં 2 બોગસ તબીબ ઝડપાયા, જુઓ Video
પુષ્પા સ્ટાઈલમાં પાટણમાં કરોડોના રક્ત ચંદનની દાણચોરી ઝડપાઈ
પુષ્પા સ્ટાઈલમાં પાટણમાં કરોડોના રક્ત ચંદનની દાણચોરી ઝડપાઈ
રાયખડમાં સલમાન એવન્યુ ગેરકાયદે બાંધકામ: હાઈકોર્ટની રોક, ચુકાદો અનામત
રાયખડમાં સલમાન એવન્યુ ગેરકાયદે બાંધકામ: હાઈકોર્ટની રોક, ચુકાદો અનામત
કન્ટેનરમાં વિદેશી દારુની હેરાફેરીનો થયો પર્દાફાશ, 2 આરોપીની ધરપકડ
કન્ટેનરમાં વિદેશી દારુની હેરાફેરીનો થયો પર્દાફાશ, 2 આરોપીની ધરપકડ
GILમાં ફરજ બજાવનાર તત્કાલીન એકજીક્યુટિવ રુચિ ભાવસારની અટકાયત
GILમાં ફરજ બજાવનાર તત્કાલીન એકજીક્યુટિવ રુચિ ભાવસારની અટકાયત
સિદ્ધપુર GIDCમાંથી 4 મહિના પહેલા લીધેલા ઘીના નમૂના ફેઈલ
સિદ્ધપુર GIDCમાંથી 4 મહિના પહેલા લીધેલા ઘીના નમૂના ફેઈલ
અલ્લુ અર્જુનની ધરપકડ થતા તેની પત્ની સ્નેહાના આંખોમાંથી છલક્યા આંસુ
અલ્લુ અર્જુનની ધરપકડ થતા તેની પત્ની સ્નેહાના આંખોમાંથી છલક્યા આંસુ
g clip-path="url(#clip0_868_265)">