IPL 2024 : જે મેચમાં ધોનીએ રચ્યો ઈતિહાસ, તે જ મેચમાં જાડેજાએ તોડ્યો ધોનીનો જ રેકોર્ડ

ધર્મશાલામાં રમાયેલી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે પંજાબ કિંગ્સને 28 રનથી હરાવ્યું હતું. CSKની આ જીત દરમિયાન ધોનીએ ઈતિહાસ રચ્યો અને જાડેજાએ મોટો રેકોર્ડ બનાવ્યો. આ બંને ખેલાડીઓએ એક જ મેચમાં એક જ ટીમ તરફથી રમતા એક-એક રેકોર્ડ બનાવ્યો હતો. જેમાં જાડેજાએ તો ધોનીને જ પાછળ છોડી દીધો હતો.

IPL 2024 : જે મેચમાં ધોનીએ રચ્યો ઈતિહાસ, તે જ મેચમાં જાડેજાએ તોડ્યો ધોનીનો જ રેકોર્ડ
Dhoni & Jadeja
Follow Us:
| Updated on: May 06, 2024 | 6:22 PM

પહેલા એમએસ ધોની ઈતિહાસ રચે છે અને પછી બીજી જ ક્ષણે જાડેજાએ તેનો મોટો રેકોર્ડ તોડે છે. આ બંને ઘટના 5 મેના રોજ પંજાબ કિંગ્સ સામે રમાયેલી મેચમાં બની હતી. ધોનીએ જે ઈતિહાસ રચ્યો તે ફિલ્ડિંગ વખતે બન્યો. પરંતુ જાડેજાએ તેનો એક રેકોર્ડ તોડ્યો તે ઘટના CSK અને PBKS વચ્ચે રમાયેલી મેચ પછી બની હતી.

ધોની અને જાડેજાના નામે રેકોર્ડ

ધોની દ્વારા રચવામાં આવેલો ઈતિહાસ IPLમાં તેના 150 કેચ પકડવાથી સંબંધિત હતો. આ સાથે જ જાડેજાએ આ મેચમાં પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીતીને ધોનીનો રેકોર્ડ તોડ્યો હતો. પંજાબ સામેની મેચમાં જાડેજાએ બેટ અને બોલ બંનેથી પ્રભાવિત કર્યા, જેના કારણે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો.

IPLમાં 150 કેચ ઝડપનાર ધોની પ્રથમ ખેલાડી

જો કે, સૌથી પહેલા ધોનીએ રચેલા ઈતિહાસની વાત કરીએ. તે IPL ઈતિહાસમાં 150 કેચ લેનારો પ્રથમ ખેલાડી બની ગયો છે. ધોનીએ જીતેશ શર્માનો 150મો કેચ લીધો હતો. આ 150 કેચમાંથી ધોનીએ કીપર તરીકે 146 કેચ લીધા છે. તેણે ફિલ્ડર તરીકે 4 કેચ લીધા છે. જો આપણે IPLમાં ધોનીના ઓવરઓલ શિકારની વાત કરીએ તો આ આંકડો 192 છે, જેમાં 150 કેચ અને 42 સ્ટમ્પિંગ સામેલ છે.

તમારા મગજને શાર્પ કરવાની 10 સરળ રીતો
132 કરોડ રૂપિયાનો માલિક છે અશ્વિન, ઘરની કિંમત જાણીને ચોંકી જશો
ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો
આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન

જાડેજાએ ધોનીને પાછળ છોડી દીધો

રવીન્દ્ર જાડેજાએ બેટ અને બોલ બંનેથી કમાલ પ્રદર્શન કર્યું. બેટિંગ કરતી વખતે જાડેજાએ 26 બોલમાં 43 રન બનાવ્યા હતા અને જ્યારે તે બોલિંગ કરવા આવ્યો ત્યારે તેણે 4 ઓવરમાં 20 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. આ પ્રદર્શન માટે રવીન્દ્ર જાડેજાને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો. આ રીતે, તે IPLમાં CSK માટે સૌથી વધુ પ્લેયર ઓફ ધ મેચ જીતનાર ખેલાડી બન્યો. અગાઉ તે અને ધોની 15-15 પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ સાથે સંયુક્ત રીતે ટોચ પર હતા.

આ પણ વાંચો : IPL 2024 MI vs SRH: પોઈન્ટ ટેબલમાં ટોપ-4 ટીમો કઈ હશે? આજની મેચના પરિણામ બાદ ચિત્ર લગભગ સ્પષ્ટ થઈ જશે

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

તરણેતરના મેળામાં ભોજપૂરી ડાન્સરના ડાન્સથી લજવાઈ સંસ્કૃતિ- Video
તરણેતરના મેળામાં ભોજપૂરી ડાન્સરના ડાન્સથી લજવાઈ સંસ્કૃતિ- Video
iPhone 16 ખરીદવા પડાપડી, શો રૂમ બહાર ખરીદારોની લાગી લાંબી લાઈનો
iPhone 16 ખરીદવા પડાપડી, શો રૂમ બહાર ખરીદારોની લાગી લાંબી લાઈનો
ક્ષત્રિય સંમેલનમાં કૃષ્ણકુમારસિંહજીના વારસદારની પ્રમુખ તરીકે વરણી
ક્ષત્રિય સંમેલનમાં કૃષ્ણકુમારસિંહજીના વારસદારની પ્રમુખ તરીકે વરણી
વુુડામાં 11 જેટલી સોસાયટીમાં 9 મહિનાથી પાણી ન આવતા લોકોને હાલાકી
વુુડામાં 11 જેટલી સોસાયટીમાં 9 મહિનાથી પાણી ન આવતા લોકોને હાલાકી
કડીના રાજપુરમાં બોરમાંથી લાલ પાણી આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ
કડીના રાજપુરમાં બોરમાંથી લાલ પાણી આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ
રેસિડેન્શિયલ ઝોનમાં ઈન્ડસ્ટ્રીયલ પ્લોટની ફાળવણી કરાતા લોકોમાં રોષ
રેસિડેન્શિયલ ઝોનમાં ઈન્ડસ્ટ્રીયલ પ્લોટની ફાળવણી કરાતા લોકોમાં રોષ
જનતા પર ઝીંકાયો મોંઘવારીનો વધુ એક માર, ખાદ્યતેલના ભાવમાં ધરખમ વધારો
જનતા પર ઝીંકાયો મોંઘવારીનો વધુ એક માર, ખાદ્યતેલના ભાવમાં ધરખમ વધારો
પોલીસને હવે ભાજપનો ખેસ પહેરવાનો બાકી છે
પોલીસને હવે ભાજપનો ખેસ પહેરવાનો બાકી છે
ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
દ્વારકાના દરિયાની વચ્ચેથી પસાર થતી ટ્રેનનો અદભૂદ નજારો, જુઓ Video
દ્વારકાના દરિયાની વચ્ચેથી પસાર થતી ટ્રેનનો અદભૂદ નજારો, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">