Good News : ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો, ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર આપી માહિતી, જુઓ Video

દિવાળી પહેલા ST કર્મચારીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર કર્યો છે. મળતી માહિતી અનુસાર રાત-દિવસ પોતાની ફરજને પ્રાધાન્ય આપતા નિગમન કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં વધારો કરાયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 20, 2024 | 4:03 PM

Good News : દિવાળી પહેલા ST કર્મચારીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર કર્યો છે. મળતી માહિતી અનુસાર રાત-દિવસ પોતાની ફરજને પ્રાધાન્ય આપતા નિગમન કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરાયો છે.

 

તેમજ ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ 46 ટકા મુજબ મોંઘવારી ભથ્થા સહિત એરિયર્સ ચૂકવવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. આ સમગ્ર માહિતી ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ ટ્વિટર પર ટ્વિટ કરીને આપી છે. રાજ્યના નિગમ વિભાગના કર્મચારીઓને અંદાજિત 125 કરોડ રુપિયાનો લાભ થશે. બીજી તરફ આ અગાઉ એસ.ટી. નિગમના કર્મચારીઓએ આશરે 11 મહિના પહેલા મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં માટે વિરોધ પ્રદર્શન કર્યો હતો.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">