iPhone 16 લોંચ થતા જ ખરીદવા માટે શો રૂમ બહાર લાગી મસમોટી લાઈનો- Video
iPhone 16 લોંચ થતા જ ખરીદવા માટે ખરીદારોએ શોરૂમ બહાર લાઈનો લગાવતા જોવા મળ્યા. દિલ્હી અને મુંબઈમાં શોરૂમ બહાર રીતસરની ખરીદારોની પડાપડી જોવા મળી.આપ અહીં વીડિયોમાં પણ જોઈ શકો છે લોકો 16 સિરિઝનો આ ફોન ખરીદવા તલપાપડ બન્યા છે.
એપલના ફોનનો ક્રેઝ લોકોમાં કેવો છે તે અનેક વખતે જોવા મળ્યું છે. આજે iPhone 16 સિરીઝના ફોનનું વેચાણ ભારતમાં શરૂ થયું અને દિલ્લી અને મુંબઈમાં જોવા મળી પડાપડી.
પ્રીમિયમ મોબાઇલ નિર્માતા એપલે ભારતમાં આજે iPhone 16 સિરીઝના સ્માર્ટફોનનું વેચાણ શરૂ કર્યું. આ ફોન ખરીદવા માટે લોકોમાં હરીફાઈ ચાલી રહી છે. મુંબઈના BKCમાં એપલ સ્ટોરની બહાર સવારથી જ ભારે ભીડ જામી. આ ભારતનો પહેલો એપલ સ્ટોર છે જ્યાં iPhone 16 ખરીદવા માટે લોકો મોડી રાતથી જ લાઈનોમાં ઉભા રહ્યાં. આવા જ દ્રશ્યો દિલ્હીમાં પણ જોવા મળી રહ્યાં છે. iPhone 16 સેલ સાથે લોકો તેને લેવા માટે મોડી રાતથી જ લાઈનમાં ઉભા રહ્યા હતા.
Latest Videos