પોલીસને હવે ભાજપનો ખેસ પહેરવાનો બાકી છે : વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ

શહેર કોંગ્રેસના આગેવાનોએ રાહુલ ગાંધી વિરૂદ્ધ અભદ્ર ટિપ્પણીના આરોપ સાથે કોંગ્રેસ કાર્યાલય ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કોંગ્રેસ કાર્યાલયથી રેલી કાઢી કાર્યકરો રાવપુરા પોલીસ સ્ટેશને આવ્યા હતા.

Anjali oza
| Edited By: | Updated on: Sep 20, 2024 | 4:05 PM

કોંગ્રેસના વિરોધ પ્રદર્શન દરમ્યાન રાવપુરા પોલીસ સ્ટેશનમાં ડીસીપી ઝોન 2 અભય સોનીએ પૂર્વ મંત્રી અને શહેર કોંગ્રેસ પ્રમુખને ધક્કે ચઢાવતા માહોલ ગરમાયો હતો. અને ડીસીપી તથા શહેર કોંગ્રેસ પ્રમુખ વચ્ચે તુ…તુ… મેં… મેં…ના દ્રશ્યો સર્જાયા હતા.

કોંગી કાર્યકરો સાથે અણછાજતું વર્તનના આક્ષેપ

લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી વિરૂદ્ધ અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હોવાની વાત સાથે. આ મામલે   વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા દેખાવો કરવામાં આવ્યા હતા. જ્યાં પોલીસ દ્વારા કડકાઇ દાખવતા તમામ ફરિયાદ આપવા માટે કોંગ્રેસ કાર્યાલયથી રાવપુરા પોલીસ મથકમાં આવ્યા હતા. જ્યાં ડીસીપી ઝોન-2 અભય સોનીએ કોંગ્રેસના શહેર પ્રમુખ રૂત્વિજ જોષી અને રાજ્યના પૂર્વ મંત્રી ભીખા રબારીને ધક્કે ચઢાવ્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં ધક્કો મારતા ડીસીપી અભય સોનીએ કહ્યું કે, બહાર નિકાલો ઇનકો.

પૂર્વ મંત્રી છું આવું વર્તન તમે ન કરી શકો – ભીખા રબારી

તો બીજી તરફ પૂર્વ મંત્રી ભીખાભાઇ રબારીએ જણાવ્યું હતું કે, હું પૂર્વ મંત્રી છું તમે આવી રીતે ના કરી શકો. અને રૂત્વિજ જોશીએ તરત જ આક્રોશિત થઇને પ્રતિકાર કરવાનો શરૂ કરી દીધો હતો. દરમિયાન અન્ય પોલીસ કર્મીઓ વચ્ચે પડ્યા હતા.

કડકાઇ દાખવત ડીસીપી અભય સોનીને શાંતિપૂર્વક રીતે ત્યાંથી અંદર લઇ ગયા હતા. તો બીજી તરફ મામલો થાળે પાડવા માટે અન્ય પોલીસ કર્મીઓએ કોંગ્રેસના આગેવાનો સાથે સમજાવટ શરૂ કરી હતી. અને મામલો થાળે પાડયો હતો.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">