IPL 2024 MI vs SRH: પોઈન્ટ ટેબલમાં ટોપ-4 ટીમો કઈ હશે? આજની મેચના પરિણામ બાદ ચિત્ર લગભગ સ્પષ્ટ થઈ જશે

IPL 2024ના પોઈન્ટ ટેબલમાં ચોથી ટીમ કઈ હશે તે મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાનારી મેચના પરિણામ પછી લગભગ નક્કી થઈ જશે. આ મેચના પરિણામ બાદ ફેરબદલ થઈ શકે છે. હાલ KKR ટોપ પર છે જ્યારે RR બીજા અને CSK ત્રીજા સ્થાને છે. સોમવારે મુંબઈ અને હૈદરાબાદનો મુકાબલો છે અને આ મેચના પરિણામ બાદ ટોપ 4 ટીમોની સ્થિતિ વિશે પણ સ્પષ્ટતા થઈ જશે.

IPL 2024 MI vs SRH: પોઈન્ટ ટેબલમાં ટોપ-4 ટીમો કઈ હશે? આજની મેચના પરિણામ બાદ ચિત્ર લગભગ સ્પષ્ટ થઈ જશે
MI v SRH
Follow Us:
| Updated on: May 06, 2024 | 5:48 PM

5 મેના રોજ ધર્મશાલામાં રમાયેલી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે પંજાબ કિંગ્સને હરાવ્યું હતું અને તે જ દિવસે કોલકાતા નાઈટ રાઈડર્સે લખનૌ સુપર જાયન્ટ્સને તેના જ ઘરમાં હરાવ્યું. આ બે મેચોના પરિણામોની સીધી અસર IPL 2024ના પોઈન્ટ ટેબલ પર પડી હતી, જ્યાં KKR અને CSKને બમ્પર ફાયદો થતો જોવા મળ્યો હતો. આ સાથે જ 6 મેના રોજ રમાનાર સનરાઈઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની મેચ બાદ ચોથા ક્રમની રેસમાં કોઈ પહોંચે છે તે લગભગ નક્કી થઈ જશે.

KKR એ LSG ને 98 રનથી હરાવ્યું

5 મે સુધી રમાયેલી મેચ બાદ હવે કોલકાતા નાઈટ રાઈડર્સ નંબર 1 પર છે. આનો સીધો અર્થ એ થયો કે રાજસ્થાન રોયલ્સનું લાંબા સમયથી વર્ચસ્વ હવે છીનવાઈ ગયું છે. KKR એ LSG ને લખનૌના એકાના સ્ટેડિયમમાં 98 રનથી હરાવ્યું, જે IPLના ઈતિહાસમાં KL રાહુલની આગેવાની હેઠળની ટીમ માટે રન મામલે સૌથી મોટી હાર હતી. કોલકાતાની ટીમ પોઈન્ટ ટેબલમાં રાજસ્થાન રોયલ્સને પાછળ ધકેલવામાં સફળ રહી. મતલબ કે RR ટીમ હવે બીજા સ્થાને સરકી ગઈ છે.

KKR નંબર 1 ટીમ

KKR પાસે 11 મેચ બાદ 16 પોઈન્ટ છે અને તેનો રન રેટ 1.453 છે. જ્યારે રાજસ્થાન રોયલ્સ માત્ર 10 મેચ રમી છે અને તેના 16 પોઈન્ટ પણ છે. પરંતુ, તેનો રન રેટ કોલકાતા કરતા ઓછો (0.622) છે એટલે શ્રેયસ અય્યરની કપ્તાની હેઠળની KKR ટીમને આનો ફાયદો થયો છે. જેના કારણે શાહરૂખ ખાનની KKR નવી નંબર 1 ટીમ બની ગઈ છે.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024

CSKએ પણ લાંબી છલાંગ લગાવી

KKR અને RR પછી ચેન્નાઈ સુપર કિંગ્સ IPL 2024ના પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. ધર્મશાલામાં પંજાબ કિંગ્સને 28 રને હરાવીને CSK ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે. CSK પાસે હવે 11 મેચ બાદ 12 પોઈન્ટ છે અને તેનો રન રેટ 0.700 છે. સનરાઈઝર્સ હૈદરાબાદ હાલમાં 10 મેચમાં 12 પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે. SRHનો રન રેટ 0.072 છે. લખનૌ સુપર જાયન્ટ્સને KKR સામે હારનો નુક્સાન સહન કરવું પડ્યું છે કે તેઓ ટોચના પાંચમા સ્થાને આવી ગયા છે.

MI vs SRH મેચ બાદ ટોપ-4માં ફેરફાર થશે

હવે સવાલ એ છે કે હાલમાં SRH પોઈન્ટ ટેબલમાં ચોથા નંબર પર છે. જો SRH આજે મુંબઈ ઈન્ડિયન્સને હરાવી દે છે, તો તે 14 પોઈન્ટ સાથે IPL 2024ના પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી જશે. જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ ચોથા નંબરે સરકી જશે. પરંતુ જો મુંબઈ ઈન્ડિયન્સ તેમને હરાવે છે, તો SRH નંબર 4 પર જ રહી જશે. 11-11 મેચ બાદ SRH અને LSGના સમાન પોઈન્ટ હશે પરંતુ સારા રન રેટને કારણે સનરાઈઝર્સ હૈદરાબાદને ફાયદો થશે.

આ પણ વાંચો : એવી જગ્યાએ બોલ વાગ્યો કે 11 વર્ષના બાળકનું મેદાનમાં જ મોત થયું, જુઓ Video

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

106 દંપત્તીને બારોબાર લગ્ન નોંધણીના પ્રમાણપત્ર આપાયા હોવાની આશંકા
106 દંપત્તીને બારોબાર લગ્ન નોંધણીના પ્રમાણપત્ર આપાયા હોવાની આશંકા
ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !
ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">