AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ફરી એકવાર તેલના ભાવમાં ભડકો, એક જ સપ્તાહમાં સતત બીજીવાર કપાસિયા અને પામ તેલના ભાવમાં ધરખમ વધારો

હાલ ચોમાસા બાદ શાકભાજીના ભાવો આસમાને છે. કોથમીર, લીંબુ, સહિત તમામ લીલા શાકભાજીના ભાવમાં વધ્યા છે ત્યારે વધુ એક મોંઘવારીનો માર જનતા પર ઝીંકાયો છે. ફરી એકવાર તેલના ભાવમાં 50 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. એક જ સપ્તાહમાં તેલના ભાવમાં ફરી 50 રૂપિયાનો વધારો થતા જનતાને એક સાંધે ત્યા તેર તૂટે જેવી સ્થિતિ સર્જાઈ છે.

Mohit Bhatt
| Edited By: | Updated on: Sep 20, 2024 | 4:16 PM
Share

હાલ ચોમાસા બાદ શાકભાજીના ભાવો આસમાને છે. કોથમીર, લીંબુ, સહિત તમામ લીલા શાકભાજીના ભાવમાં વધ્યા છે ત્યારે જતા પર વધુ એક મોંઘવારીનો માર ઝીંકાયો છે. ફરી એકવાર તેલના ભાવમાં 50 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. એક જ સપ્તાહમાં તેલના ભાવમાં ફરી 50 રૂપિયાનો વધારો થતા જનતાને એક સાંધે ત્યા તેર તૂટે જેવી સ્થિતિ સર્જાઈ છે.

રાજ્યની જનતા પર વધુ એક મોંઘવારીનો માર ઝીંકાયો છે. હજુ 12 સપ્ટેમ્બરે જ તેલના ભાવમાં વધારો કરાયો હતો. જેમા કપાસિયા તેલના ભાવમાં 75 રૂપિયા અને પામ ઓઈલમાં 6 રૂપિયા વધ્યા હતા. ત્યા ફરી એકવાર આજે આ બંને તેલના ભાવમાં વધારો કરાયો છે. કપાસિયા તેલમાં રૂપિયા 50 અને પામ ઓઈલના ભાવમાં પણ 50 રૂપિયાનો વધારો કરાયો છે. ત્યારે જનતાને પડતા પર પાટુ જેવી સ્થિતિ સર્જાઈ છે. આ ઉપરાંત સનફ્લાવર, મકાઈ, સરસવ સહિતના તેલના ભાવમાં પણ 50 રૂપિયાનો ભાવ વધારો કરાયો છે. ચાલુ સપ્તાહમાં જ તેલના ભાવમાં 225થી 275 રૂપિયાનો તોતિંગ વધારો જનતા પર ઝીંકવામાં આવ્યો છે. હાલ કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2130 રૂપિયા થયો છે. જ્યારે પામતેલના ડબ્બાનો ભાવ વધીને 1935 રૂપિયા થયો છે.

છેલ્લા 50 દિવસમાં સાઈડ તેલમાં 400 થી 450 રૂપિયાનો કરાયો વધારો

ખાદ્યતેલના વેપારી ભાવેશ પોપટના જણાવ્યા મુજબ છેલ્લા 50 દિવસમાં કપાસિયા, સહિત અન્ય તેલાં 400 થી 450 રૂપિયાનો ધરખમ વધારો થયો છે. પામ ઓઈલની ઈમ્પોર્ટમાં શોર્ટ સપ્લાઈ જોવા મળી રહી છે. આ ઉપરાંત તહેવારની ઘરાકી ચાલુ હોય ત્યારે ખાદ્ય તેલની અવેલિબિલીટી ઓછી હોવાને કારણે પણ ખાદ્ય તેલમાં તેજી જોવા મળી રહી છે. આ ઉપરાંત સરકારે 20 ટકા જેટલી ડ્યુટી લગાવતા એક ટીન ઉપર 300 રૂપિયા ડ્યુટી લાગી ગઈ છે. તેને કારણે ખાદ્ય તેલમાં સાઈડ તેલમાં પામ ઓઈલ, સનફ્લાવર, મકાઈના તેલમાં સારા પ્રમાણમાં તેજી જોવા મળી રહી છે.

કપાસિયા તેલ, પામ ઓઈલમાં હાલ 50 રૂપિયાનો કરાયો વધારો

ભાવની જો વાત કરીએ તો 15 કિલોનો તેલનો ડબ્બો એકસમયે 1500 થી 1600ની કિંમતે મળી રહ્યો હતો તે 2050 થી 2100ની આસપાસ મળી રહ્યો છે. સનફ્લાવર તેલનો ડબ્બો 1500 માંથી 1900 રૂપિયાનો મળી રહ્યો છે. જ્યારે પામઓઈલ પણ જે 1600 રૂપિયાની આસપાસ મળી રહ્યુ હતુ તેનો ડબ્બો પણ 2000થી 2050 ની કિમતે મળી રહ્યો છે.જેની સામે સિંગતેલના જે 2700 થી 2750 રૂપિયા હતા તે સિંગતેલનો ભાવ હાલ 2450 રૂપિયા મળી રહ્યો છે. વેપારીના જણાવ્યા મુજબ આગામી સમયમાં પણ આ ભાવ વધારો ઘટવાની શક્યતા બિલકુલ નથી.

રાજકોટ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">