IND vs SL: ભારતે T20 શ્રેણીની પ્રથમ મેચમાં શ્રીલંકાને 43 રને હરાવ્યું હતું, સૂર્યાની કપ્તાની અને ગંભીરની કોચિંગમાં રોમાંચક જીત

| Updated on: Jul 27, 2024 | 10:50 PM

IND vs SL, 1st T20 Live : ભારત અને શ્રીલંકા વચ્ચે શનિવારથી ત્રણ મેચની T20 સિરીઝ શરૂ થઈ રહી છે. તેની પ્રથમ મેચ શ્રીલંકાના પલ્લેકેલે સ્ટેડિયમમાં રમાશે. મુખ્ય કોચ બન્યા બાદ ગૌતમ ગંભીર માટે આ પ્રથમ મેચ છે અને તે જીત સાથે શરૂઆત કરવા માંગે છે. જ્યારે શ્રીલંકા ભારતને ઘરઆંગણે હરાવવા ઈચ્છશે.

IND vs SL: ભારતે T20 શ્રેણીની પ્રથમ મેચમાં શ્રીલંકાને 43 રને હરાવ્યું હતું, સૂર્યાની કપ્તાની અને ગંભીરની કોચિંગમાં રોમાંચક જીત
India vs Srilanka

ભારત અને શ્રીલંકા વચ્ચે આજથી 3 મેચની T20 સિરીઝ શરૂ થઈ રહી છે. તેની પ્રથમ મેચ પલ્લેકેલેમાં રમાશે. તાજેતરમાં ગૌતમ ગંભીરે મુખ્ય કોચ અને સૂર્યકુમાર યાદવે T20માં કેપ્ટન તરીકેની ભૂમિકા સંભાળી છે. જવાબદારી મળ્યા બાદ બંનેની આ પ્રથમ મેચ છે. તેથી, આ મેચ બંને માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, આવી સ્થિતિમાં બંને જીત સાથે શરૂઆત કરવા માંગે છે. બીજી તરફ T20 વર્લ્ડ કપના સ્ટેજમાંથી પહેલા જ બહાર થઈ ગયેલી શ્રીલંકાની ટીમ ભારતને હરાવીને તેનું મનોબળ વધારવા માંગે છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 27 Jul 2024 10:44 PM (IST)

    ભારતે શ્રીલંકાને 43 રને હરાવ્યું

    ભારતે શ્રીલંકાને 43 રને હરાવ્યું, રિયાન પરાગે બે બોલમાં બે વિકેટ ઝડપી ભારતને અપાવી જીત

  • 27 Jul 2024 10:39 PM (IST)

    સિરાજે આઠમી સફળતા અપાવી

    મોહમ્મદ સિરાજે ભારતને આઠમી સફળતા અપાવી, ભારત જીતથી માત્ર બે વિકેટ દૂર

  • 27 Jul 2024 10:30 PM (IST)

    વાનિન્દુ હસરંગા આઉટ, ભારત જીતની નજીક પહોંચ્યું

    વાનિન્દુ હસરંગા આઉટ, ભારત જીતની નજીક પહોંચ્યું
  • 27 Jul 2024 10:27 PM (IST)

    રિયાન પરાગે લીધી વિકેટ

    શ્રીલંકા બેકફૂટ પર, રિયાન પરાગે કામિન્દુ મેન્ડિસને કર્યો ક્લીન બોલ્ડ

  • 27 Jul 2024 10:25 PM (IST)

    શનાકા 0 પર આઉટ

    શ્રીલંકાને પાંચમો ઝટકો, દાસુન શનાકા 0 પર થયો આઉટ, મોહમ્મદ સિરાજે કર્યો રનઆઉટ

  • 27 Jul 2024 10:23 PM (IST)

    રવિ બિશ્નોઈએ લીધી વિકેટ

    શ્રીલંકાને ચોથો ઝટકો, ચારિથ અસલંકા 0 રન બનાવી થયો આઉટ, રવિ બિશ્નોઈએ લીધી વિકેટ

  • 27 Jul 2024 10:13 PM (IST)

    અક્ષર પટેલે લીધી બીજી વિકેટ

    શ્રીલંકાને ત્રીજો ઝટકો, કુસાલ પરેરા 20 રન બનાવી થયો આઉટ, અક્ષર પટેલે લીધી વિકેટ

  • 27 Jul 2024 10:11 PM (IST)

    શ્રીલંકાને બીજો ઝટકો

    શ્રીલંકાને બીજો ઝટકો, પથુમ નિસાન્કા 79 રન બનાવી થયો આઉટ, અક્ષર પટેલે લીધી વિકેટ

  • 27 Jul 2024 09:53 PM (IST)

    શ્રીલંકાનો સ્કોર 100ને પાર

    શ્રીલંકાનો સ્કોર 100ને પાર, પથુમ નિસાન્કાની દમદાર ફિફ્ટી

  • 27 Jul 2024 09:40 PM (IST)

    શ્રીલંકાને પહેલો ઝટકો

    શ્રીલંકાને પહેલો ઝટકો, કુસાલ મેન્ડિસ 45 રન બનાવી થયો આઉટ, અર્શદીપ સિંહે લીધી વિકેટ

  • 27 Jul 2024 09:26 PM (IST)

    શ્રીલંકાનો સ્કોર 50 ને પાર 

    શ્રીલંકાનો સ્કોર 50 ને પાર, ઓપનરોની શાનદાર શરૂઆત, પથુમ નિસંકા અને કુસલ મેન્ડિસની મજબૂત બેટિંગ

  • 27 Jul 2024 09:18 PM (IST)

    પહેલી ઓવરમાં બે ચોગ્ગા સાથે શરૂઆત

    શ્રીલંકાની ટીમે પ્રથમ ઓવરની શરૂઆત 2 ચોગ્ગાથી કરી હતી. ઓપનરોએ અર્શદીપ સિંહની ઓવરમાં 9 રન બનાવ્યા હતા.

  • 27 Jul 2024 08:51 PM (IST)

    શ્રીલંકાને જીતવા 214 રનનો ટાર્ગેટ

    ભારતે શ્રીલંકાને જીતવા 214 રનનો આપ્યો ટાર્ગેટ, સૂર્યાની ફિફ્ટી, પાથિરાનાની ચાર વિકેટ, અક્ષર પટેલે અંતિમ બોલ પર શાનદાર સિક્સર ફટકારી.

  • 27 Jul 2024 08:48 PM (IST)

    રિંકુ સિંઘ 1 રન બનાવી આઉટ

    ભારતનો સ્કોર 200 ને પાર, રિંકુ સિંઘ માત્ર 1 રન બનાવી થયો આઉટ

  • 27 Jul 2024 08:42 PM (IST)

    પંત એક રન માટે ફિફ્ટી ચૂક્યો

    ભારતનો સ્કોર 200 ને પાર, રિષભ પંત 49 રન બનાવી આઉટ, પંત એક રન માટે ફિફ્ટી ચૂક્યો

  • 27 Jul 2024 08:38 PM (IST)

    રિયાન પરાગ સસ્તામાં આઉટ

    ભારતને પાંચમો ઝટકો, રિયાન પરાગ માત્ર 7 રન બનાવી થયો આઉટ, માથિશા પાથિરાનાએ કર્યો LBW આઉટ

  • 27 Jul 2024 08:30 PM (IST)

    હાર્દિક પંડયા 9 રન બનાવી આઉટ

    ભારતને ચોથો ઝટકો, હાર્દિક પંડયા માત્ર 9 રન બનાવી થયો આઉટ, માથિશા પાથિરાનાએ કર્યો ક્લીન બોલ્ડ

  • 27 Jul 2024 08:23 PM (IST)

    15 ઓવર બાદ ભારત 159/3

    15 ઓવર બાદ ભારતનો સ્કોર 159/3, રિષભ પંત અને હાર્દિક પંડયા ક્રિઝ પર હાજર

  • 27 Jul 2024 08:12 PM (IST)

    સૂર્યકુમાર આઉટ

    ભારતનો સ્કોર 150 ને પાર, સૂર્યકુમાર યાદવ ફિફ્ટી ફટકારી આઉટ

  • 27 Jul 2024 08:06 PM (IST)

    સૂર્યાની ફિફ્ટી

    કેપ્ટન સૂર્યકુમાર યાદવની દમદાર ફિફ્ટી, ભારત 150 નજીક પહોંચ્યું

  • 27 Jul 2024 07:58 PM (IST)

    સૂર્યાની બેક ટૂ બેક બાઉન્ડ્રી

    11 ઓવર બાદ ભારતનો સ્કોર 122/2, સૂર્યકુમાર યાદવે શરૂ કરી ફટકાબાજી, હસારંગાને બેક ટૂ બેક બાઉન્ડ્રી ફટકારી

  • 27 Jul 2024 07:46 PM (IST)

    ભારતનો સ્કોર 100ને પાર

    ભારતનો સ્કોર 100ને પાર, સૂર્યકુમાર યાદવ અને રિષભ પંતની મજબૂત બેટિંગ

  • 27 Jul 2024 07:33 PM (IST)

    ભારતને બે બોલમાં બે ઝટકા

    ભારતને બે બોલમાં બે ઝટકા, શુભમન ગિલ બાદ યશસ્વી જયસ્વાલ 40 રન બનાવી થયો આઉટ, વાનિન્દુ હસરંગાએ તેની પહેલી ઓવરના પહેલા જ બોલ પર લીધી વિકેટ

    
    
  • 27 Jul 2024 07:30 PM (IST)

    ભારતને પહેલો ઝટકો

    ભારતને પહેલો ઝટકો, શુભમન ગિલ 16 બોલમાં 34 રન બનાવી થયો આઉટ, દિલશાન મદુશંકાએ લીધી વિકેટ

  • 27 Jul 2024 07:22 PM (IST)

    ભારતનો સ્કોર 50ને પાર

    શુભમન-યશસ્વી જયસ્વાલની ફટકાબાજી, ભારતનો સ્કોર 50ને પાર, જયસ્વાલે જોરદાર સિક્સર ફટકારી સ્કોર 50 ને પાર પહોંચાડ્યો

  • 27 Jul 2024 07:05 PM (IST)

    શુભમન-યશસ્વીની મજબૂત શરૂઆત

    ત્રણ બાઉન્ડ્રી સાથે ભારતની મજબૂત શરૂઆત, શુભમન-યશસ્વીએ ફટકારી બાઉન્ડ્રી

  • 27 Jul 2024 06:43 PM (IST)

    ભારતની પ્લેઈંગ ઈલેવન

    શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, રિયાન પરાગ, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, અક્ષર પટેલ, રિષભ પંત, અર્શદીપ સિંહ, રવિ બિશ્નોઈ, મોહમ્મદ સિરાજ.

  • 27 Jul 2024 06:42 PM (IST)

    આ ચાર ખેલાડીઓ બહાર

    ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાંથી સંજુ સેમસન, શિવમ દુબે, ખલીલ અહેમદ અને વોશિંગ્ટન સુંદર બહાર.

  • 27 Jul 2024 06:32 PM (IST)

    ભારત બેટિંગ ફર્સ્ટ

    શ્રીલંકાએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, ટીમ ઈન્ડિયા પહેલા કરશે બેટિંગ

  • 27 Jul 2024 06:29 PM (IST)

    ટીમ ઈન્ડિયા 12 વર્ષ બાદ પલ્લેકેલેમાં રમશે

    ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ T20 મેચ પલ્લેકેલે સ્ટેડિયમમાં રમાશે. ટીમ ઈન્ડિયા આ મેદાન પર માત્ર એક જ T20 મેચ રમી છે. 2012માં ભારતે શ્રીલંકાને 39 રનથી હરાવ્યું હતું. હવે 12 વર્ષ બાદ ભારત ફરી એકવાર જીતના ઈરાદા સાથે ઉતરશે.

Published On - Jul 27,2024 6:28 PM

Follow Us:
દ્વારકામાં વૃદ્ધને હનીટ્રેપની જાળમાં ફસાવીને લૂંટ કરતી ટોળકી ઝડપાઈ
દ્વારકામાં વૃદ્ધને હનીટ્રેપની જાળમાં ફસાવીને લૂંટ કરતી ટોળકી ઝડપાઈ
અમદાવાદવાસીઓ ઠંડીમાં ઠુંઠવાવા થઈ જાવ તૈયાર
અમદાવાદવાસીઓ ઠંડીમાં ઠુંઠવાવા થઈ જાવ તૈયાર
News9 global summit માં VfB સ્ટુટગાર્ટના CMO રુવેન કેસ્પરેનું નિવેદન
News9 global summit માં VfB સ્ટુટગાર્ટના CMO રુવેન કેસ્પરેનું નિવેદન
Tv9 નેટવર્કને સ્ટુટગાર્ટમાં આમંત્રણ આપવા બદલ જર્મનીનો આભાર : બરુણ દાસ
Tv9 નેટવર્કને સ્ટુટગાર્ટમાં આમંત્રણ આપવા બદલ જર્મનીનો આભાર : બરુણ દાસ
બનાસકાંઠાના આ ખેડૂતના પાડાની કરોડોમાં લાગે છે બોલી- Video
બનાસકાંઠાના આ ખેડૂતના પાડાની કરોડોમાં લાગે છે બોલી- Video
અમદાવાદમાં વધુ એક વૃદ્ધ બન્યા ડિજિટલ અરેસ્ટનો શિકાર, પડાવ્યા 1 કરોડ
અમદાવાદમાં વધુ એક વૃદ્ધ બન્યા ડિજિટલ અરેસ્ટનો શિકાર, પડાવ્યા 1 કરોડ
ભાવનગરમાં રખડતી રંઝાડને કારણે વધુ એક યુવકે ગુમાવ્યો જીવ
ભાવનગરમાં રખડતી રંઝાડને કારણે વધુ એક યુવકે ગુમાવ્યો જીવ
મહુવામાં વિદ્યાર્થીઓને આપવાની સાયકલનો જથ્થો ભંગાર બનીને કાટ ખાઈ ગયો
મહુવામાં વિદ્યાર્થીઓને આપવાની સાયકલનો જથ્થો ભંગાર બનીને કાટ ખાઈ ગયો
સુરતની વિવિધ પુરવઠા કચેરીમાં રાશન કાર્ડની E-KYC માટે લાંબી કતારો
સુરતની વિવિધ પુરવઠા કચેરીમાં રાશન કાર્ડની E-KYC માટે લાંબી કતારો
દાણીલીમડામાંથી 1 કરોડથી વધુની કિંમતનું 1.23 કિલો MD ડ્રગ્સ ઝડપ્યુ
દાણીલીમડામાંથી 1 કરોડથી વધુની કિંમતનું 1.23 કિલો MD ડ્રગ્સ ઝડપ્યુ
g clip-path="url(#clip0_868_265)">