AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SL 3rd T20 Live Updates: સુપર ઓવરમાં ભારતે શ્રીલંકાની કરી ક્લિન સ્વિપ, સિરીઝ 3-0 કરી નામે

| Updated on: Jul 31, 2024 | 6:52 PM
Share

ભારત vs શ્રીલંકા અપડેટ્સ: વોશિંગ્ટન સુંદર અને રવિ બિશ્નોઈએ ટીમ ઈન્ડિયાના પુનરાગમનમાં સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અને 2-2 વિકેટ લીધી હતી. આ પછી પણ શ્રીલંકા જીતવાની સ્થિતિમાં હતું પરંતુ 19મી ઓવરમાં રિંકુ સિંહ અને 20મી ઓવરમાં સૂર્યકુમાર યાદવે 2-2 વિકેટ લઈને મેચ ટાઈ કરી દીધી હતી. જે બાદ સુપર ઓવરમાં ભારતે જીત મેળવી હતી.

IND vs SL 3rd T20 Live Updates: સુપર ઓવરમાં ભારતે શ્રીલંકાની કરી ક્લિન સ્વિપ, સિરીઝ 3-0 કરી નામે
India vs Sri lanka

ટીમ ઈન્ડિયાએ ત્રીજી T20 મેચમાં પણ શ્રીલંકાને હરાવ્યું અને આ સાથે સીરિઝ 3-0થી ક્લીન સ્વીપ કરી. પલ્લેકલેમાં રમાયેલી આ છેલ્લી મેચ રોમાંચક સુપર ઓવરમાં સમાપ્ત થઈ હતી. ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા માત્ર 137 રન જ બનાવ્યા હતા પરંતુ જવાબમાં શ્રીલંકાની ટીમ જીતની સ્થિતિમાં હોવા છતાં માત્ર 137 રન જ બનાવી શકી હતી. મેચ ટાઈ થયા બાદ સુપર ઓવર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો, જ્યાં શ્રીલંકા માત્ર 2 રન બનાવી શકી હતી અને ભારતે માત્ર 1 બોલમાં ફોર ફટકારીને મેચ જીતી લીધી હતી.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 30 Jul 2024 11:52 PM (IST)

    સુપર ઓવરમાં ભારતે શ્રીલંકાની કરી ક્લિન સ્વિપ, સિરીઝ 3-0 કરી નામે

    ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી ત્રણ ટી-20 મેચની સિરીઝમાં ભારતે શ્રીલંકાને ત્રણેય મેચમાં હરાવીને શ્રીલંકાની ક્લિન સ્વિપ કરી છે, છેલ્લી મેચની સુપર ઓવરમાં શ્રીલંકાએ ભારતને જીત માટે 3 રનનો ટારગેટ આપ્યો હતો, જેને ભારતીય ટીમે પહેજ બોલે ચોક્કો મારીને પુરો કર્યો હતો.

  • 30 Jul 2024 11:38 PM (IST)

    ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રીજી T20 મેચ ટાઈ થઈ, હવે સુપર ઓવરથી થશે હાર-જીત

    ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રીજી T20 મેચ ટાઈ થઈ છે

    હવે બન્ને ટીમની જીત સુપર ઓવરથી નક્કિ થશે

    સુર્યકુમાર અને રિંકુની 2-2 વિકેટે બદલી મેચ

  • 30 Jul 2024 10:28 PM (IST)

    શ્રીલંકાને પહેલો ઝટકો

    શ્રીલંકાને પહેલો ઝટકો, રવિ રવિ બિશ્નોઈએ ભારતને પહેલી સફળતા અપાવી

  • 30 Jul 2024 10:20 PM (IST)

    6 ઓવર બાદ શ્રીલંકા 35/0

    પાવરપ્લે બાદ શ્રીલંકાનો સ્કોર 35/0, કુસલ મેન્ડિસ અને પથુમ નિસાન્કાની મજબૂત બેટિંગ

  • 30 Jul 2024 09:36 PM (IST)

    શ્રીલંકાને 138 રનનો ટાર્ગેટ

    ભારતે શ્રીલંકાને જીતવા 138 રનનો આપ્યો ટાર્ગેટ, શુભમન ગિલ-રિયાન પરાગની લડાયક બેટિંગ

  • 30 Jul 2024 09:33 PM (IST)

    સુંદર સારી બેટિંગ બાદ થયો આઉટ

    સુંદર સારી બેટિંગ બાદ થયો આઉટ, થીક્ષાનાએ લીધી વિકેટ, સુંદર બાદ બીજા જ બોલ પર સિરાજ રન આઉટ

  • 30 Jul 2024 09:21 PM (IST)

    ભારતની સાતમી વિકેટ પડી, રિયાન પરાગ 26 રન બનાવી થયો આઉટ

    ભારતની સાતમી વિકેટ પડી, રિયાન પરાગ 26 રન બનાવી થયો આઉટ

  • 30 Jul 2024 09:18 PM (IST)

    ભારતની છઠ્ઠી વિકેટ પડી, શુભમન ગિલ 39 રન બનાવી થયો આઉટ

    ભારતે છઠ્ઠી વિકેટ પણ ગુમાવી છે. શુભમન ગિલ 39 રન બનાવી આઉટ થયો.

  • 30 Jul 2024 08:47 PM (IST)

    ભારતની અડધી ટીમ પોવેલિયન ભેગી

    ભારતની અડધી ટીમ પોવેલિયન ભેગી, શિવમ દુબે માત્ર 13 રન બનાવી થયો આઉટ

  • 30 Jul 2024 08:30 PM (IST)

    સૂર્યકુમાર સસ્તામાં આઉટ

    ભારતને મોટો ઝટકો, કેપ્ટન સૂર્યકુમાર યાદવ માત્ર 8 રન બનાવી થયો આઉટ

  • 30 Jul 2024 08:19 PM (IST)

    રિંકુ 0 પર આઉટ

    ભારતના ટોપ ઓર્ડરનો ધબળકો, યશસ્વી બાદ સંજુ અને રિંકુ 0 પર થયા આઉટ

  • 30 Jul 2024 08:14 PM (IST)

    સંજુ સેમસન 0 પર થયો આઉટ

    ભારતને બીજો ઝટકો, સંજુ સેમસન 0 પર થયો આઉટ

  • 30 Jul 2024 08:11 PM (IST)

    ભારતને પહેલો ઝટકો

    ભારતને પહેલો ઝટકો, યશસ્વી જયસ્વાલ 10 રન બનાવી થયો આઉટ

  • 30 Jul 2024 08:09 PM (IST)

    ગિલ-જયસ્વાલ ક્રિઝ પર

    શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલની જોડી ક્રિઝ પર આવી છે. ચામિંડુ વિક્રમસિંઘે પ્રથમ ઓવર ફેંકી રહ્યો છે. પ્રથમ ઓવરમાં માત્ર 3 રન થયા હતા. શ્રીલંકા માટે શાનદાર શરૂઆત.

  • 30 Jul 2024 08:06 PM (IST)

    4 ખેલાડીઓ બહાર

    ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં ચાર ફેરફાર. હાર્દિક પંડ્યા, અર્શદીપ સિંહ, અક્ષર પટેલ, રિષભ પંતને આરામ આપવામાં આવ્યો હતો. ખલીલ અહેમદ, વોશિંગ્ટન સુંદર, શિવમ દુબેને તક.

  • 30 Jul 2024 07:43 PM (IST)

    ટીમ ઈન્ડિયા બેટિંગ ફર્સ્ટ

    શ્રીલંકાએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, ટીમ ઈન્ડિયા પહેલા કરશે

  • 30 Jul 2024 07:12 PM (IST)

    મેચ 8 વાગ્યે શરૂ થશે

    મેચ પલ્લેકેલેમાં રાત્રે 8 વાગ્યે શરૂ થશે. ટોસ સાંજે 7.40 કલાકે થશે. સારી વાત એ છે કે વરસાદ હોવા છતાં આખી પિચ સુકાઈ ગઈ છે.

  • 30 Jul 2024 07:06 PM (IST)

    ગ્રાઉન્ડ સ્ટાફ-અમ્પાયર મેદાન પર

    પલ્લેકેલે ગ્રાઉન્ડ સ્ટાફ અને અમ્પાયર મેદાનમાં છે. મેદાનની તપાસ ચાલુ છે. મેચ ક્યારે શરૂ થશે તે અંગે હજુ સુધી કોઈ અપડેટ નથી.

  • 30 Jul 2024 06:43 PM (IST)

    ટોસમાં વિલંબ

    પલ્લેકેલેમાં ભારે વરસાદને કારણે ટોસમાં વિલંબ થયો છે. મેદાન પર હજુ પણ કવર છે અને એવું લાગે છે કે 20-20 ઓવરની રમત ભાગ્યે જ શક્ય બનશે. જોકે, ઓવરો કાપવામાં હજુ ઘણો સમય બાકી છે.

Published On - Jul 30,2024 6:41 PM

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">