AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India vs Pakistan : ભારતે એશિયા કપમાં સતત ચોથી જીત મેળવી, પાકિસ્તાનને સતત બીજી વખત હરાવ્યું

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 22, 2025 | 12:04 AM
Share

India vs Pakistan LIVE Cricket Score Asia Cup 2025 in Gujarati : ભારત અને પાકિસ્તાન ફરી એકવાર ટક્કર થશે. એશિયા કપ 2025ના સુપર 4 રાઉન્ડમાં બંને ટીમો ટકરાશે. આ મેચ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. મેચ રાત્રે 8 વાગ્યે શરુ થશે, મેચના અડધો કલાક પહેલા 7:30 વાગ્યે ટોસ થશે. 

India vs Pakistan : ભારતે એશિયા કપમાં સતત ચોથી જીત મેળવી, પાકિસ્તાનને સતત બીજી વખત હરાવ્યું
India vs Pakistan

ભારત અને પાકિસ્તાન એશિયા કપ 2025માં ફરી એકવાર એકબીજા સામે ટકરાશે. આ વખતે, આ સુપર ફોર મેચ છે. આ ટુર્નામેન્ટમાં બંને ટીમો વચ્ચેનો બીજો મુકાબલો હશે. અગાઉ, આ બંને ટીમો ગ્રુપ સ્ટેજમાં પહેલીવાર ટકરાઈ હતી, જ્યાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું. ભારત અને પાકિસ્તાન વચ્ચે સુપર ફોર મેચ પણ દુબઈમાં રમાઈ રહી છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 22 Sep 2025 12:03 AM (IST)

    ભારતે પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું

    ભારતે એશિયા કપમાં સતત ચોથી જીત મેળવી, પાકિસ્તાનને સતત બીજી વખત હરાવ્યું, ભારતે પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું, તિલક વર્માએ બાઉન્ડ્રી ફટકારી અપાવી જીત.

  • 21 Sep 2025 11:47 PM (IST)

    સંજુ સેમસન ક્લીન બોલ્ડ

    ભારતને ચોથો ઝટકો, સંજુ સેમસન 13 રન બનાવી થયો આઉટ, હારિશ રૌફે કર્યો ક્લીન બોલ્ડ

  • 21 Sep 2025 11:25 PM (IST)

    અભિષેક શર્મા 74 રન બનાવી આઉટ

    Ind vs Pakistan, Asia Cup 2025 :  ભારતને ત્રીજો ઝટકો, અભિષેક શર્મા 74 રન બનાવી થયો આઉટ, સિક્સર ફટકારવાના ચક્કરમાં કેચ આઉટ થયો.

  • 21 Sep 2025 11:16 PM (IST)

    સુર્યા 0 પર આઉટ

    ભારતને બીજો ઝટકો, કેપ્ટન સુર્યકુમાર યાદવ 0 પર આઉટ, હારિશ રૌફે લીધી વિકેટ

  • 21 Sep 2025 11:10 PM (IST)

    ભારતને પહેલો ઝટકો

    ભારતને પહેલો ઝટકો, શુભમન ગિલ 47 રન બનાવી થયો આઉટ, શુભમન ગિલ થયો ક્લીન બોલ્ડ

  • 21 Sep 2025 11:01 PM (IST)

    ભારતનો સ્કોર 100 ને પાર

    ભારતનો સ્કોર 100 ને પાર, અભિષેક શર્માની ફિફ્ટી, શુભમન ગિલ ફિફ્ટી તરત આગળ વધી રહ્યો છે, શુભમન-અભિષેકની 100 રનની ઓપનિંગ પાર્ટનરશીપ

  • 21 Sep 2025 10:55 PM (IST)

    અભિષેક શર્માની ફિફ્ટી

    અભિષેક શર્માની આક્રમક ફિફ્ટી, શુભમન ગિલ શાનદાર બેટિંગ, જોરદાર બાઉન્ડ્રી ફટકારી પૂરી કરી અર્ધ સદી

  • 21 Sep 2025 10:42 PM (IST)

    ભારતનો સ્કોર 50 ને પાર

    ભારતનો સ્કોર 50ને પાર, અભિષેક શર્મા-શુભમન ગિલની આક્રમક બેટિંગ, બને ઓપનરોએ ચોગ્ગા છગ્ગા ફટકાર્યા,

  • 21 Sep 2025 10:22 PM (IST)

    સિક્સર સાથે શાનદાર શરૂઆત

    ભારતની શાનદાર શરૂઆત, અભિષેક શર્માએ ફટકારી જોરદાર સિક્સર,  શાહીન શાહ આફ્રીદીને પહેલા જ બોલ પર છગ્ગો ફટકાર્યો

  • 21 Sep 2025 10:00 PM (IST)

    ભારતને 172 રનનો ટાર્ગેટ

    IND vs PAK : પાકિસ્તાને ભારતને જીતવા 172 રનનો આપ્યો ટાર્ગેટ, ભારતીય ખેલાડીઓએ છોડ્યા ચાર કેચ, અંતિમ બોલ પર પણ કેચ ડ્રોપ, છેલ્લા બોલ પર સિક્સર ફટકારી.

  • 21 Sep 2025 09:49 PM (IST)

    સુર્યકુમાર યાદવે કર્યો રન આઉટ 

    પાકિસ્તાનને પાંચમો ઝટકો, નવાઝ 21 રન બનાવી થયો આઉટ, સુર્યકુમાર યાદવે કર્યો રન આઉટ

  • 21 Sep 2025 09:24 PM (IST)

    શિવમ દુબેએ ભારતને અપાવી ચોથી સફળતા

    શિવમ દુબેએ ભારતને અપાવી ચોથી સફળતા, ફરહાન 58 રન બનાવી થયો આઉટ, પાકિસ્તાનને ચોથો ઝટકો લાગ્યો

  • 21 Sep 2025 09:18 PM (IST)

    કુલદીપ યાદવે લીધી વિકેટ

    પાકિસ્તાનને ત્રીજો ઝટકો, કુલદીપ યાદવે હુસેન તલતને કર્યો આઉટ, કુલદીપ યાદવે ભારતને ત્રીજી સફળતા અપાવી, વરુણ ચક્રવર્તીએ કર્યો કેચ

  • 21 Sep 2025 09:03 PM (IST)

    પાકિસ્તાનને બીજો ઝટકો

    પાકિસ્તાનને બીજો ઝટકો, શિવમ દુબેએ સામ અયુબને કર્યો આઉટ, શિવમ દુબેએ ભારતને અપાવી બીજી સફળતા, સામ અયુબ 21 રન બનાવી આઉટ

  • 21 Sep 2025 08:56 PM (IST)

    બે જીવનદાન બાદ ફિફ્ટી

    સાહિબજાદા ફરહાનની 34 બોલમાં ફિફ્ટી, જોરદાર સિક્સર ફટકારી અર્ધ સદી પૂરી કરી, સાહિબજાદા ફરહાનને મળ્યા હતા બે જીવનદાન. 10 ઓવર બાદ પાકિસ્તાનનો સ્કોર 91/1

  • 21 Sep 2025 08:40 PM (IST)

    પાવરપ્લેમાં પાકિસ્તાનનો સ્કોર 50ને પાર

    પાવરપ્લેમાં પાકિસ્તાનનો સ્કોર 50ને પાર, સામ અયુબ અને સાહિબજાદા ફરહાનની મજબુત બેટિંગ

  • 21 Sep 2025 08:34 PM (IST)

    સાહિબજાદાને બીજું જીવનદાન

    પાકિસ્તાનને બીજું જીવનદાન, કુલદીપ યાદવે સાહિબજાદા ફરહાનનો છોડ્યો કેચ, સાહિબજાદાને બીજું જીવનદાન મળ્યું, આ પહેલા પ્રથમ ઓવરમાં હાર્દિક પંડ્યાની ઓવરમાં અભિષેક શર્માએ છોડ્યો હતો કેચ.

  • 21 Sep 2025 08:18 PM (IST)

    પાકિસ્તાનને પહેલો ઝટકો

    પાકિસ્તાનને પહેલો ઝટકો, હાર્દિક પંડ્યાએ ફખર ઝમાનને કર્યો આઉટ, સંજુ સેમસને પકડ્યો કેચ

  • 21 Sep 2025 08:08 PM (IST)

    અભિષેક શર્માએ છોડ્યો કેચ

    પહેલી જ ઓવરમાં પાકિસ્તાનને જીવનદાન, હાર્દિક પંડ્યાની બોલિંગમાં અભિષેક શર્માએ સાહિબજાદા ફરહાનનો છોડ્યો કેચ

  • 21 Sep 2025 07:52 PM (IST)

    ભારતની પ્લેઈંગ ઈલેવન

    અભિષેક શર્મા, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ.

  • 21 Sep 2025 07:52 PM (IST)

    પાકિસ્તાનની પ્લેઈંગ ઈલેવન

    સામ અયુબ, સાહિબજાદા ફરહાન, ફખર ઝમાન, સલમાન અલી આગા (કેપ્ટન), મોહમ્મદ નવાઝ, ફહીમ અશરફ, મોહમ્મદ હરિસ, શાહીન શાહ આફ્રિદી, હરિસ રઉફ, અબરાર અહેમદ, હુસૈન તલત.

  • 21 Sep 2025 07:32 PM (IST)

    ભારતે ટોસ જીતી બોલિંગ પસંદ કરી

    India vs Pakistan, Asia Cup : ભારતે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, પાકિસ્તાન પહેલા કરશે બેટિંગ

  • 21 Sep 2025 07:23 PM (IST)

    ભારત-પાકિસ્તાન વચ્ચે 15મો T20 મુકાબલો

    ભારત અને પાકિસ્તાન વચ્ચે આ 15મો T20 મુકાબલો. આ પહેલા રમાયેલી 14 T20 મેચોમાં, ભારત પાકિસ્તાન પર 11-3 થી આગળ છે. T20 એશિયા કપમાં, અત્યાર સુધી રમાયેલી ચાર મેચોમાં રેકોર્ડ 2-2 થી બરાબર છે. ODI ફોર્મેટ સહિત, એશિયા કપના ઇતિહાસમાં ભારત અને પાકિસ્તાન 20 વખત ટકરાયા છે, જેમાં ભારત 11 વખત જીત્યું છે અને પાકિસ્તાન 6 વખત જીત્યું છે. ત્રણ મેચ ડ્રો રહી છે.

  • 21 Sep 2025 07:02 PM (IST)

    IND vs PAK : હવામાન અહેવાલ

    દુબઈમાં ભારે ગરમી પડી રહી છે. રવિવારની મેચ દરમિયાન તાપમાન 35 થી 36 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની ધારણા છે. ગરમીના કારણે બીજી ઈનિંગમાં બોલિંગ કરવી વધુ મુશ્કેલ બને છે. દુબઈમાં રાત્રે તાપમાન ઘટી જાય છે અને મેદાન પર ઝાકળ પડે છે, જેના કારણે સ્કોર ડીફેન્સ કરવો મુશ્કેલ બને છે.

  • 21 Sep 2025 06:39 PM (IST)

    દુબઈ ક્રિકેટ સ્ટેડિયમનો પિચ રિપોર્ટ

    India vs Pakistan : દુબઈ ક્રિકેટ સ્ટેડિયમની પિચ અત્યાર સુધી ધીમી રહી છે, જોકે અબુ ધાબીની તુલનામાં સારો સ્કોર બન્યો છે. દુબઈની પિચ પર મોટા શોટ રમવા માટે, તમારે ઓછામાં ઓછા મધ્ય ઓવરોમાં થોડા સેટ થવાની જરૂર છે. સ્પિનરો દુબઈની પિચ પર એક મોટો ખતરો સાબિત થયા છે.

  • 21 Sep 2025 06:00 PM (IST)

    ભારત-પાકિસ્તાનની ટક્કર

    એશિયા કપ 2025ના સુપર 4 રાઉન્ડમાં ફરી એકવાર ભારત અને પાકિસ્તાનની ટક્કર થશે. આ મેચ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે, મેચ રાત્રે 8 વાગ્યે શરુ થશે. 7:30 ટોસ થશે.

  • 21 Sep 2025 05:44 PM (IST)

    IND vs PAK

    દુબઈમાં ભારત-પાકિસ્તાનની ટક્કર, રાત્રે 8 થી મેચ

Published On - Sep 21,2025 5:44 PM

Follow Us
g clip-path="url(#clip0_868_265)">