IND vs ENG 3rd Test Day 3 Highlights: ઝાંખા પ્રકાશને લઇને ત્રીજા દિવસની રમત વહેલા સમાપ્ત, ભારતનો સ્કોર 215-2, પૂજારા શતક થી 9 રન દૂર

Avnish Goswami
| Edited By: | Updated on: Aug 28, 2021 | 12:04 AM

India vs England 3rd Test Day 3 Live Score: આજે ભારતીય ટીમે હારને ટાળવા માટેની રમત રમવી પડશે. આ માટે ભારતીય બોલરો અને બેટ્સમેનો તેમનો દમદાર પ્રદર્શનને રજૂ કરવાનો પડકાર ઝીલવો પડશે. લીડઝ ટેસ્ટ હારવા સાથે શ્રેણી જીતવાની તક મુશ્કેલ બની શકે છે.

IND vs ENG 3rd Test Day 3 Highlights: ઝાંખા પ્રકાશને લઇને ત્રીજા દિવસની રમત વહેલા સમાપ્ત, ભારતનો સ્કોર 215-2, પૂજારા શતક થી 9 રન દૂર

ભારત અને ઈંગ્લેન્ડ (India vs Engand) વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝની ત્રીજી ટેસ્ટ મેચની આજે ત્રીજા દિવસનીમાં ભારતીય ટીમે મુશ્કેલ પડકાર ઝીલ્યો છે. લીડ્ઝ ટેસ્ટ (Leeds Test) માં ઇંગ્લેન્ડ 353 રનની લીડ મેળવી પોતાનો પ્રથમ દાવ સમાપ્ત કર્યો હતો. ભારતીય બેટ્સમેનોએ બીજી બેટીંગ ઇનીંગ દરમ્યાન કસોટીરુપ રમતને પાર પાડી દર્શાવવાનો પ્રયાસ કર્યો છે.

પ્રથમ દિવસે વિરાટ કોહલી (Virat Kohli)એ ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. પરંતુ પ્રથમ દિવસની રમતમાં ભારતીય ઈનીંગ પુરા 2 સેશન પણ ચાલી શકી નહોતી. એન્ડરસન અને ઓવર્ટનની બોલીંગ સામે ભારતીય બેટ્સમેનો નિષ્ફળ રહ્યા હતા. ભારતીય ટીમ (Team India)ની પ્રથમ બેટીંગ ઈનીંગ 78 રન પર સમેટાઈ હતી. ઇંગ્લેન્ડની ટીમનો પ્રથમ દાવ 432 રને સમેટાયો હતો. આજે ત્રીજા દીવસની રમતમાં અંતિમ બંને વિકેટ ઇંગ્લેન્ડના સ્કોર બોર્ડમાં ખાસ રન ઉમેર્યા વિના ઝડપથી પેવેલિયન પરત ફરતા પ્રથમ દાવ સમેટાયો હતો.

ભારતની બેટીંગ ઇનીંગ

ભારતીય ઓપનરો કેએલ રાહુલ અને રોહિત શર્માએ વિશાળ લીડને પાર કરવાના ઇરાદે મેદાને ઉતર્યા હતા. પરંતુ કેએલ રાહુલના રુપમાં પ્રથમ વિકેટ ભારતે ગુમાવી હતી. રાહુલે 54 બોલનો સામનો કરીને 8 રન બનાવ્યા હતા. 34 રનના સ્કોર પર ભારતે પ્રથમ વિકેટ ગુમાવી હતી.

રોહિત શર્માએ શાનદાર અર્ધશતક જમાવ્યુ હતુ. તેણે યોગ્ય સમયે ધૈર્યપૂર્ણ રમત દર્શાવી હતી. ભારતીય ટીમ અને ચાહકોની આશાઓના માટે રોહિત શર્માની ટેકા રુપ રમત રહી હતી. રોહિતે 156 બોલની રમત રમીને 59 રન બનાવ્યા હતા. ચેતેશ્વર પુજારાએ પણ તેને સાથ પુરાવતી રમત રમી હતી. પુજારાએ શરુઆત થી જ બેટને ખોલીને રમત શરુ કરી મેદાન પર એક બાદ એક બાઉન્ડરી લગાવવી શરુ કરી હતી. તેની રમતે ચાહકોને ખુશ કરી દીધા હતા.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 27 Aug 2021 10:47 PM (IST)

    ઝાંખા પ્રકાશને લઇને રમત રોકી દેવાઇ, ત્રીજા દિવસનો અંત

  • 27 Aug 2021 10:42 PM (IST)

    પુજારાએ જબરદસ્ત ચોગ્ગો સ્કેવર લેગ પર.. અંપાયર સહેજ માટે બચ્યા

    પુજારાએ મોઇન અલીના શોર્ટ પીચ બોલને લેગ સ્કેવેર લેગ પર જબરદસ્ત શોટ ફટકાર્યો હતો. જે તીવ્ર ગતી સાથે સીધો જ બાઉન્ડરી પર પહોંચ્યો હતો. આ દરમ્યાન લેગ અંપાયર રિચાર્ડ સહેજ માટે બચ્યા હતા. તેઓ એકદમ નમી જતા માથા પર બોલ વાગતા રહી ગયો હતો. અંપાયર મેદાનમાં નિચે પડી ગયા હતા.

  • 27 Aug 2021 10:35 PM (IST)

    ભારત ના 200 રન પુરા

    પુજારા અને કોહલીએ રમતને આગળ વધારતા ટીમનો સ્કોર 200 રનને પાર કર્યો હતો. આ માટે ભારતે 2 વિકેટ ગુમાવી હતી.

  • 27 Aug 2021 10:27 PM (IST)

    ચેતેશ્વર પુજારાએ ઓફ સાઇડ લગાવ્યો ચોગ્ગો

    પુજારા એ તેની બાઉન્ડરી લગાવીને રન મેળવતા રહેવાના મુડને જાળવી રાખ્યો છે. પુજારા હવે લાંબા સમય બાદ સદી પુરી કરવા તરફ આગળ વધી રહ્યો છે.

    ભારત 190-2

  • 27 Aug 2021 10:16 PM (IST)

    કેપ્ટન રુટ બોલીંગમાં.. સ્ટ્રાઇકમાં સામે કોહલી

    રાઇટ આર્મ આફ બ્રેક બોલીંગ કરતા કેપ્ટન જો રુટ પોતે જ બોલીંગની જવાબદારી લીધી છે.

  • 27 Aug 2021 09:52 PM (IST)

    જેમ્સ એન્ડરસન ફરી થી બોલીંગમાં

  • 27 Aug 2021 09:22 PM (IST)

    પુજારા ની લોંગ ઓફ પર બાઉન્ડરી

    પુજારાએ તેના 70 રન પૈકી મોટા ભાગના રન બાઉન્ડરી દ્વારા મેળવ્યા છે. ઓવર્ટનના બોલ પર તેણે લોંગ ઓફ પર ચાર રન મેળવ્યા હતા.

  • 27 Aug 2021 09:15 PM (IST)

    પુજારા લાગલગાટ 2 ચોગ્ગા લગાવી એન્ડરસનને પરેશાન કર્યો

    ચેતેશ્વર પુજારાએ આજે તેની રમત વડે દિવસમાં જીવ ભરી દીધો છે. ભારતીય ક્રિકેટ ચાહકોને ખુશ કરી દીધા છે. પુજારાએ એક બાદ એક બે સળંગ ચોગ્ગા જેમ્સ એન્ડરસનની ઓવરમાં લગાવી દીધા હતા. એન્ડરસનની આગળની ઓવરમાં પણ પુજારા અને કોહલીએ 12 રન મેળવ્યા હતા. જેમાં 2 ચોગ્ગા સામેલ હતા. ફરી એકવાર 2 ચોગ્ગા વડે એન્ડરસની ઓવરને મોંઘી રહી હતી.

    ભારત 151-2

  • 27 Aug 2021 09:09 PM (IST)

    પુજારા એ લગાવી બાઉન્ડરી

    રોબિન્સનના બોલ પર પુજારાએ થર્ડ મેન પર બાઉન્ડરી મેળવી હતી. પુજારા આત્મવિશ્વાસ સાથે આજે શાનદાર રમત રમી રહ્યો છે. તેણે 10 મો ચોગ્ગો લગાવ્યો હતો.

  • 27 Aug 2021 09:06 PM (IST)

    ફરી થી એન્ડરસ પર કોહલીની બાઉન્ડરી, ઓવરમાં 12 રન

    વિરાટ કોહલીએ ફરી એકવાર ચોગ્ગો જેમ્સ એન્ડરસન પર લગાવ્યો હતો. આ દરમ્યાન પુજારાએ પણ ત્રણ રન મેળવ્યા હોઇ જીમીની ઓવરમાં થી બંને એ 12 રન મેળવ્યા હતા.

    ભારત 138-2

  • 27 Aug 2021 09:05 PM (IST)

    એન્ડરસન આવતા જ કોહલીએ ચોગ્ગો લગાવ્યો

    જેમ્સ એન્ડરસનને બોલીંગ માટે ફરી લાવવામાં આવ્યો છે. વિરાટ કોહલી ક્રિઝ પર હોવાને લઇને એન્જરસનના હાથમાં બોલ થમાવાયો છે. કોહલીએ એન્ડરસના બોલ ને બાઉન્ડરી પર ફટકારી દીધો હતો.

    ભારત 130-2

  • 27 Aug 2021 08:53 PM (IST)

    બાઉન્ડરી સાથે પુજારાનુ અર્ધશતક

    ઓવર્ટનનના બોલ પર પુજારાએ બાઉન્ડરી લગાવી હતી. પુજારાએ તેના અર્ધશતકીય રમત દરમ્યાન 9 ચોગ્ગા લગાવ્યા હતા.

    ભારત 123-2

  • 27 Aug 2021 08:47 PM (IST)

    રોહિત શર્મા LBW આઉટ

    રોહિત શર્મા એ ચેતેશ્વર પુજારા સાથે મળીને શાનદરા રમત રમી હતી. રોહિત શર્મા 59 રન કરીને આઉટ થયો હતો. રોબિન્સને તેની વિકેટ LBW ના રુપમાં મેળવી હતી.

  • 27 Aug 2021 08:12 PM (IST)

    ટી બ્રેક.. બીજુ સેશન ભારતને નામ

    ભારતે ટી બ્રેક સુધીના બીજા સેશનને પોતાના નામે કર્યુ હતુ. ત્રીજા સેશનની રમતમાં ભારતને નામ પ્રથમ સેશન આવ્યુ હતુ. કોણ પણ વિકેટ ગુમાવ્યા વિના વિકેટ ટકાવી રમત રમી હતી.

    ભારત 112-1

  • 27 Aug 2021 08:11 PM (IST)

    રોહિત શર્મા એ શાનદાર ચોગ્ગો લગાવ્યો

    ઓન સાઇડ પર રોહિત શર્માએ સેમ કરનના શોર્ટ બોલ પર શોટ રમ્યો હતો. રોહિત શર્મા અને ચેતેશ્વર પુજારાએ શાનદાર રમત રમી હતી. બીજા સેશનને રોહિતે પોતાની રમત વડે ભારતને નામ બનાવ્યુ હતુ.

  • 27 Aug 2021 07:57 PM (IST)

    ભારતીય ટીમે 100 સ્કોરને પાર કર્યો

    પુજારાએ 2 રન મેળવતા જ ભારતીય ટીમના 100 રન પુરા થયા હતા. ભારતીય ટીમે શરુઆતમાં એક વિકેટ ઓપનર કેએલ રાહુલની ગુમાવ્યા બાદ ચેતેશ્વર પુજારા અને રોહિત શર્માએ રમતને મક્કમતા પુર્વક આગળ વધારી હતી. બંને વચ્ચે તાલમેલ સારો જોવા મળ્યો હતો. બંને વચ્ચે 67 રનની ભાગીદારી રમત થઇ હતી.  જોકે ભારત હજુ ઇંગ્લેન્ડે મેળવેલી લીડ થી 253 રન દુર છે.

    ભારત 101-1

  • 27 Aug 2021 07:49 PM (IST)

    પુજારાની બાઉન્ડરી

    ચેતેશ્વર પુજારાનુ બેટ ખુલી ચુક્યુ છે. તેણે 7 મો ચોગ્ગો લગાવ્યો હતો. પુજારાએ જબરદસ્ત શોટ લગાવ્યો હતો અને બોલ ઝડપ થી સીધો જ બાઉન્ડરીને પાર પહોંચી ગયો હતો.

    ભારત 96-1

  • 27 Aug 2021 07:38 PM (IST)

    રોહિત શર્માની ફીફટી

    રોહિત શર્માએ ધૈર્ય પૂર્ણ રમત રમીને પોતાનુ અર્ધશતક પુરુ કર્યુ હતુ. રોહિત શર્મા સામે હરીફ ટીમે અનેક પ્રયાસ કરવા છતાં રોહિતની ધીરજ સામે તમામ દાવ નિષ્ફળ નિવડ્યા હતા.

    ભારત 89-1

  • 27 Aug 2021 07:38 PM (IST)

    રોહિત શર્માના સળંગ બે ચોગ્ગા

    રોહિત શર્મા એ બેક ટુ બેક બાઉન્ડરી લગાવી છે. સેમ કરનની ઓવરમાં રોહિતે બાઉન્ડરી લગાવી હતી. આ સાથે જ રોહિત શર્મા અર્ધશતકની નજીક પહોંચી ચુક્યો છે. રોહિત શર્મા અને ચેતેશ્વર પુજારાની ભાગીદારી રમત 50 રનને પાર થઇ હતી.

  • 27 Aug 2021 07:14 PM (IST)

    પુજારાની ચોગ્ગા વાળી રમત.. વધુ એક ચોગ્ગો

    એન્ડરસનના બોલ પર પુજારાએ બાઉન્ડરી લગાવી હતી. પુજારાએ તેની છઠ્ઠી બાઉન્ડરી આજની ઇનીંગમાં લગાવી હતી. આ દરમ્યાન પુજારાએ 24 રન માત્ર બાઉન્ડરી વડે મેળવ્યા છે. જ્યારે 2 જ રન તેની દોડીને મેળવ્યા છે. આમ 39 રન બોલનો સામનો કરીને 26 રન કર્યા છે.

    ભારત 77-1

  • 27 Aug 2021 06:59 PM (IST)

    પુજારા એ ઓવર્ટનની ઓવરમાં 2 બાઉન્ડરી લગાવી

    પુજારાની ઇનીંગ દરમ્યાન આ પાંચમી બાઉન્ડરી છે. પુજારા આજે આત્મવિશ્વાસ સાથે રમતો જોવા મળી રહ્યો છે. પુજારાએ શરુઆત થી જ બાઉન્ડરી મેળવતા શોટ્સ લગાવવાનુ જારી રાખ્યુ છે. ઓવર્ટનની ઓવરમાં એક બાદ એક 2 ચોગ્ગા લગાવ્યા હતા.

  • 27 Aug 2021 06:32 PM (IST)

    પુજારાનુ બેટ ખુલ્યુ.. ત્રીજો ચોગ્ગો

    જેમ્સ એન્ડરસનના બોલ પર પુજારાએ ચોગ્ગો લગાવ્યો હતો. પુજારાએ ઝડપથી રમીને તેણે ઇનીંગીમાં પોતાની ત્રીજી બાઉન્ડરી મેળવી હતી. તેના શોટમાં ભરપૂર આત્મવિશ્વાસ જોવા મળી રહ્યો છે.

    પુજારાના ચોગ્ગા સાથે જ ભારતે 50 રનના આંકડાને પાર કર્યો હતો.

  • 27 Aug 2021 06:28 PM (IST)

    ઓવર્ટનના બોલ પર પુજારાનો ચોગ્ગો

    ઓવર્ટનની ઓવર દરમ્યાન ચેતેશ્વર પુજારાએ નિયંત્રણ પુર્વકનો ચોગ્ગો લગાવ્યો હતો. તેણે આ બીજો ચોગ્ગો લગાવ્યો હતો.

  • 27 Aug 2021 06:21 PM (IST)

    પુજારાએ લગાવી બાઉન્ડરી

    શોર્ટ લેગ અને મીડ ઓન વચ્ચે થી પુજારાએ બોલને નિકાળતો શોટ લગાવ્યો હતો. જે શોટ પર તેને ચાર રન મળ્યા હતા. જેમ્સ એન્ડરસનના બોલ પર ચોગ્ગો લગાવ્યો હતો.

    ભારત 39-1

  • 27 Aug 2021 06:17 PM (IST)

    લંચ બાદ રમત શરુ

    રોહિત શર્મા અને ચેતેશ્વર પુજારા હાલમાં રમતમાં છે. કેએલ રાહુલની વિકેટ ભારતે લંચ પહેલા પહેલા ગુમાવી હતી.

  • 27 Aug 2021 05:31 PM (IST)

    કેએલ રાહુલ આઉટ

    ક્રેગ ઓવર્ટનના બોલ પર કેએલ રાહુલ કેચ આઉટ થયો હતો. રાહુલ બોલીંગ સામે સેટ થવામાં મુશ્કેલી અનુભવી રહ્યો હતો. એવા સમયે જ તેણે વિકેટ ગુમાવી હતી. ભારતીય ટીમ હજુ લીડ થી 320 રન દૂર છે. રાહુલે 8 રન કર્યા હતા.

    ભારત 34-1

  • 27 Aug 2021 04:55 PM (IST)

    રાહુલ ને DRS એ બચાવ્યો

    રાહુલને રોબિન્સનના બોલ પર LBW આઉટ આપવામાં આવ્યો હતો. અંપાયરના નિર્ણય સામે રોહિત શર્માની સલાહ પર રાહુલે રિવ્યૂ માંગ્યુ હતુ. જેમાં તેનો બચાવ થયો હતો.

  • 27 Aug 2021 04:05 PM (IST)

    ભારત નો બીજો દાવ શરુ

    રોહિત શર્મા અને કેએલ રાહુલે ભારતીય બેટીંગ ઇનીંગની શરુઆત કરી હતી.

  • 27 Aug 2021 03:46 PM (IST)

    ઇંગ્લેન્ડનો પ્રથમ દાવ 432 રને સમાપ્ત

    ઓલી રોબિન્સનની વિકેટ સાથે જ જસપ્રિત બુમરાહે ઇગ્લેન્ડની પ્રથમ ઇનીંગ સમાપ્ત થઇ હતી.

  • 27 Aug 2021 03:43 PM (IST)

    ઇંગ્લેન્ડની 9 મી વિકેટ, ઓવર્ટન આઉટ

    મહંમદ શામીએ ઓવર્ટનની વિકેટ ઝડપી હતી. ઓવર્ટને દિવસની શરુઆતે જ આક્રમકતા અપનાવી હતી. ત્યાં જ શામીએ તેને એલબીડબલ્યુ આઉટ કર્યો હતો.

  • 27 Aug 2021 03:36 PM (IST)

    ઓવર્ટનનની બેક ટુ બેક બાઉન્ડરી

    ઓવર્ટરને શામીની ઓવરમાં દિવસની પ્રથમ ઓવર દરમ્યાન જ એક બાદ એક બાઉન્ડરી લગાવી હતી. આમ ભારત પર લીડને ઝડપથી વધારવાનો પ્રયાસ કરવાનો મુડ દર્શાવ્યો હતો.

  • 27 Aug 2021 03:34 PM (IST)

    ત્રીજા દિવસની રમત શરુ

    ઓવર્ટન અને રોબિન્સન બંનેએ ત્રીજા દિવસની રમત ઇંગ્લેન્ડના પ્રથમ દાવસ સાથે આગળ વધારી છે. ભારત તરફ થી મહંમદ શામીએ બોલીંગ શરુ કરી હતી.

Published On - Aug 27,2021 3:29 PM

Follow Us:
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">