IND vs SL: શિખર ધવને T20 સિરીઝમાં પ્રથમવાર જ કેપ્ટનશીપ નિભાવતા આ શરમજનક રેકોર્ડ નોંધાવ્યો

વન ડેમાં ગાવાસ્કર અને ટેસ્ટ ક્રિકેટમાં અમરનાથ જેવા દિગ્ગજો જે શરમજનક રેકોર્ડ નોંધાવી ચુક્યા છે. તેવો જ રેકોર્ડ શિખર ધવન (Shikhar Dhawan) પોતાના નામે હવે T20 ક્રિકેટમાં કેપ્ટન તરીકે નોંધાવી ચુક્યો છે.

IND vs SL: શિખર ધવને T20 સિરીઝમાં પ્રથમવાર જ કેપ્ટનશીપ નિભાવતા આ શરમજનક રેકોર્ડ નોંધાવ્યો
Shikhar-Dhawan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 30, 2021 | 5:52 PM

ભારત અને શ્રીલંકા (India vs Sri Lanka) વચ્ચે 3 T20 મેચોની શ્રેણી રમાઈ હતી. ભારતે આ શ્રેણીને 2-1થી ગુમાવી દીધી છે. ભારતીય કેપ્ટન શિખર ધવને (Shikhar Dhawan) ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. જેની પાછળ મોટો સ્કોર ખડકીને તેનો બચાવ કરવાની યોજના હોવાનું ધવને ટોસ વેળાએ કહ્યું હતુ. જોકે બાદમાં તેનો આ નિર્ણય શ્રીલંકાના બોલરોએ ઉલ્ટો કરી દીધો હતો. ટોપ ઓર્ડરના 4 બેટ્સમેન 5 ઓવરમાં જ વિકેટ ગુમાવી બેઠા હતા.

શિખર ધવને પોતાની વિકેટ ગુમાવ્યા બાદ એક બાદ એક ભારતીય બેટ્સમેનો પોતાની વિકેટ ગુમાવતા રહ્યા હતા. ભારતીય ટીમનો ટોપ ઓર્ડર નિષ્ફળ રહેતા જ ભારતીય ટીમ શ્રીલંકા સામે આસાન લક્ષ્ય કરી શકી હતી. જેને શ્રીલંકાએ સરળતાથી પાર પાડી લઈ શ્રેણી જીતી લીધી હતી. ભારતીય ટીમના કેપ્ટન શિખર ધવને ઈનીંગની પ્રથમ વિકેટ ગુમાવી હતી. ધવન તેના પ્રથમ બોલને જ રમવા જતા સ્લીપમાં કેચ આપી બેઠો હતો. ચામિરાના બોલ પર તે શૂન્ય રને આઉટ થયો હતો.

#majaniwedding લગ્નના બંધનમાં બંધાયા મલ્હાર અને પૂજા, જુઓ ફોટો
ઓછું પાણી પીવાથી સ્વાસ્થ્યને થઈ શકે છે આ 5 નુકસાન, જાણો અહીં
Vastu Tips: સીડી નીચે ટોયલેટ બનાવવાથી શું થાય છે ? જાણો
Immunity Increase : શિયાળામાં ઈમ્યુનિટી વધારવા માટે આ 4 વસ્તુઓ આરોગો
આજનું રાશિફળ તારીખ : 26-11-2024
Jyotish Shastra : કઈ કીડીનું ઘરમાં આવવું શુભ છે, લાલ કે કાળી?

શૂન્ય રને આઉટ થવાને લઈને શિખર ધવને અણગમતો રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યો હતો. શિખર ધવન T20 ફોર્મેટની ક્રિકેટમાં પ્રથમ ભારતીય કેપ્ટન બન્યો છે કે જે ગોલ્ડન ડક આઉટ થયો છે. ધવન પહેલા કોઈ જ ભારતીય કેપ્ટન T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ગોલ્ડન ડક વિકેટ ગુમાવી શક્યો નથી. શિખર ધવને ભારતીય બેટીંગ ઈનીંગની પ્રથમ ઓવરમાં જ વિકેટ ગુમાવી હતી. આમ ભારતીય ટીમ પ્રથમ ઓવરથી જ દબાણમાં આવી ગઈ હતી.

ધવને જે રીતે T20 ક્રિકેટમાં પોતાના નામે કેપ્ટન તરીકે શરમજનક રેકોર્ડ નોંધાવ્યો છે. એવો જ રેકોર્ડ સુનિલ ગાવાસ્કર અને લાલા અમરનાથ જેવા દિગ્ગજો વન ડે અને ટેસ્ટ ક્રિકેટમાં પોતાના નામે નોંધાવી ચુક્યા છે. વન ડે ક્રિકેટમાં સુનિલ ગાવાસ્કર ગોલ્ડ ડક વિકેટ ગુમાવી ચુક્યા છે. જ્યારે લાલા અમરનાથ ટેસ્ટ ક્રિકેટમાં ગોલ્ડ ડક વિકેટ ગુમાવી બેઠા હતા.

વિરાટ કોહલી 3 વખત શૂન્ય પર, પરંતુ ગોલ્ડન ડક નહીં

નિયમિત કેપ્ટન વિરાટ કોહલી હવે આ બાબતથી સુરક્ષિત થઈ ચુક્યો છે. કારણ કે તે હવે ગોલ્ડન ડક આઉટ થવા છતાં T20 ક્રિકેટમાં ભારતીય કેપ્ટન તરીકે અમરનાથ અને ગાવાસ્કરની હરોળમાં નહીં આવે. શિખર ધવને T20 ક્રિકેટમાં બાકી રહેલો આ રેકોર્ડ પોતાના નામે નોંધાવી લેતા હવે કોહલીને આ બાબતે રાહત રહેશે. જોકે કોહલી કેપ્ટન તરીકે સૌથી વધુ વખત શૂન્ય રન પર વિકેટ ગુમાવી ચુક્યો છે. જોકે તે પ્રથમ બોલે આઉટ થયો નહોતો. જ્યારે રોહિત શર્મા અને ધવન 1-1 વાર શૂન્ય રને આઉટ થઈ ચુક્યા છે.

આ પણ વાંચોઃ  Tokyo Olympics: બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુની રોમાંચક જીત, જાપાનની યામાગુચીને હરાવી સેમિફાઈનલમાં

આ પણ વાંચોઃ Team India: શ્રીલંકા પ્રવાસે રહેલા યુઝવેન્દ્ર ચહલ અને ગૌથમ કોરોના પોઝિટિવ જણાયો, કૃણાલ સહિત ત્રીજો ખેલાડી સંક્રમિત

g clip-path="url(#clip0_868_265)">