Breaking News IPL 2026 Flop Players : નામ બડે દર્શન છોટે, 10 કરોડથી વધારે પગારવાળા 13 ખેલાડીઓ આ સીઝનમાં રહ્યા ફ્લોપ
આઈપીએલ 2026માં 10 કરોડથી વધારે કિંમત વાળા અનેક નામ છે. આ ખેલાડીઓ ફ્લોપ રહ્યા છે. પંતથી લઈ કૈમરન ગ્રીન અને સૂર્યકુમાર યાદવ જેવા સ્ટાર ખેલાડીઓ આશા પર સાચા ઉતરી શક્યા નહી. બોલર અને મિડલ ઓર્ડર બેટ્સમેનનું પ્રદર્શન ફ્લોપ જોવા મળ્યું છે. જેની અસર રિઝલ્ટ પર પડી છે.

આઈપીએલ 2026માં અનેક એવા ખેલાડીઓ છે. જેના પર ફ્રેન્ચાઈઝીએ 10 કરોડથી વધારે રુપિયા ખર્ચ કર્યા હતા. પરંતુ તેના ખરાબ પ્રદર્શનના કારણે ખેલાડીએ અત્યારસુધી ટીમને પોઈન્ટ ટેબલમાં આગળ લઈ જઈ શક્યા નથી. આ ખેલાડીઓ પોતાની ટીમ માટે મેચ વિનર નહી પરંતુ સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. જેના પર ચાહકો અને એક્સપર્ટ બંન્ને હેરાન છે. તો ચાલો આજે આપણે જાણીએ આઈપીએલ 2026માં અત્યારસુધી ફ્લોપ રહેલા ખેલાડીઓ વિશે.
IPL 2026: 10 કરોડથી વધુ પગાર ધરાવતા ફ્લોપ ખેલાડીઓ
| ખેલાડી | ટીમ | IPL 2026 પગાર |
| રિંકુ સિંહ | (KKR) | 13.00 કરોડ |
| ટ્રેન્ટ બોલ્ટ | (MI) | 12.50 કરોડ |
| વરુણ ચક્રવર્તી | (KKR) | 12.00 કરોડ |
| ઋષભ પંત | (LSG) | 27.00 કરોડ |
| કેમેરોન ગ્રીન | (KKR) | 25.20 કરોડ |
| નિકોલસ પૂરન | (LSG) | 21.00 કરોડ |
| ઋતુરાજ ગાયકવાડ | (CSK) | 18.00 કરોડ |
| અર્શદીપ સિંહ | (PBKS) | 18.00 કરોડ |
| જસપ્રીત બુમરાહ | (MI) | 18.00 કરોડ |
| સૂર્યકુમાર યાદવ | (MI) | 16.35 કરોડ |
| કાર્તિક શર્મા | (CSK) | 14.20 કરોડ |
| પ્રશાંત વીર | (CSK) | 14.20 કરોડ |
| રિયાન પરાગ | (RR) | 14.00 કરોડ |
| કાર્તિક શર્મા | (CSK) | 14.20 કરોડ |
| પ્રશાંત વીર | (CSK) | 14.20 કરોડ |
| રિયાન પરાગ | (RR) | 14.00 કરોડ |
ટીમો પર પડી અસર
આ મોંઘા ખેલાડીઓના ફ્લોપ પ્રદર્શનની સીધી અસર ટીમના પ્રદર્શન પર પડી છે. એક ટીમ હજુ એવી છે કે, આઈપીએલ 2026 જીતવાની રાહ જોઈ રહી છે. તો કેટલીક ટીમ એવી છે કે, તે વધુ એક મેચ જીતવા માટે સંધર્ષ કરી રહી છે. આઈપીએલ જેવી ટૂર્નામેન્ટમાં જ્યાં દરેક મેચ મહત્વની રહે છે. ત્યાં મોટા ખેલાડીઓ ફેલ થવા પર ટીમની રણનીતિ પર સવાલો ઉભા થતાં હોય છે.
મોંઘા મિડ-રેન્જ ખેલાડીઓ અપેક્ષાઓ પર ખરા ઉતરી શક્યા નથી
કેકેઆરના વાઈસ કપ્તાન રિંકુ સિંહ અને રાજસ્થાન રોયલ્સના કેપ્ટન રિયાન પરાગ અત્યાર સુધી ખાસ અસર કરી શક્યા નથી. તેમની પાસેથી મિડલ ઓર્ડરને મજબૂત બનાવવાની અપેક્ષા રાખવામાં આવી હતી, પરંતુ તેમનું પ્રદર્શન અસંગત રહ્યું છે. આરઆરમાં 14 કરોડ કમાતા રિયાને આ સિઝનમાં પાંચ મેચમાં 49 રન બનાવ્યા છે, જેમાં તેનો શ્રેષ્ઠ સ્કોર 20 છે. દરમિયાન, રિંકુ ચાર ઇનિંગ્સમાં ફક્ત 78 રન જ બનાવી શક્યો છે. તેનો સ્ટ્રાઇક રેટ પણ ઘટી ગયો છે. આ સિઝનમાં, તે અત્યાર સુધી 120 ના સ્ટ્રાઇક રેટથી સ્કોર કરવામાં સફળ રહ્યો છે.
