બેન સ્ટોક્સ માટે રાજકોટ ટેસ્ટ છે ખાસ, બે મોટી સિદ્ધિ હાંસલ કરવાની તક

બેન સ્ટોક્સ રાજકોટ ટેસ્ટમાં કમાલ કરી શકે છે. તે આ ટેસ્ટમાં સદી અને બેવડી સદી બંને બનાવી શકે છે. તમને જણાવી દઈએ કે રાજકોટમાં અત્યાર સુધીમાં 9 બેટ્સમેન છે જેમણે ટેસ્ટ સદી ફટકારી છે, જેમાંથી એક બેન સ્ટોક્સ છે. ત્રીજી ટેસ્ટ 15 ફેબ્રુઆરીથી રાજકોટમાં રમાશે.

બેન સ્ટોક્સ માટે રાજકોટ ટેસ્ટ છે ખાસ, બે મોટી સિદ્ધિ હાંસલ કરવાની તક
Ben Stokes
Follow Us:
| Updated on: Feb 13, 2024 | 5:14 PM

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે હૈદરાબાદ અને વિશાખાપટ્ટનમના પરિણામો જોયા બાદ હવે રાજકોટમાં રમાનારી ત્રીજી ટેસ્ટનો વારો છે. હાલમાં 1-1 થી બરોબરી રહેલ ટેસ્ટ સિરીઝમાં કોણ લીડ લેશે તે રાજકોટમાં નક્કી થાય તેમ લાગી રહ્યું છે. આવી સ્થિતિમાં સૌથી વધુ નજર ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સ પર રહેશે. સ્ટોક્સ અગાઉ પણ રાજકોટમાં સદી ફટકારી ચૂક્યો છે અને આ વખતે પણ તે સદી ફટકારતો જોવા મળી શકે છે અને માત્ર સદી કેમ નહીં, તે બેવડી સદી પણ ફટકારી શકે છે.

સદી ફટકારવા સ્ટોક્સને બેટની જરૂર નહીં પડે

રાજકોટમાં રમાનારી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની સિરીઝની ત્રીજી ટેસ્ટમાં બેન સ્ટોક્સ સદી ફટકારવા જઈ રહ્યો છે. તે મેદાન પર આવતાની સાથે જ આ સદી ફટકારી દેશે. મતલબ કે આ સદી ફટકારવા માટે બેન સ્ટોક્સને તેના બેટની જરૂર નહીં પડે.

રાજકોટમાં બેન સ્ટોક્સની સદી

વાસ્તવમાં, બેન સ્ટોક્સ તેની કારકિર્દીની 100મી ટેસ્ટથી માત્ર એક મેચ દૂર છે. તે રાજકોટમાં તેની ઐતિહાસિક ટેસ્ટ મેચ રમતો જોવા મળશે. સ્ટોક્સ ટોસ માટે મેદાનમાં આવતાની સાથે જ તેનું નામ 100 ટેસ્ટ રમી ચૂકેલા ખેલાડીઓની યાદીમાં નોંધાઈ જશે. તે 100 ટેસ્ટ રમનાર ઈંગ્લેન્ડનો 16મો અને આ સિદ્ધિ મેળવનાર વિશ્વનો 76મો ક્રિકેટર હશે.

પ્રી-વેડિંગમાં રાધિકા મર્ચેન્ટે કિસ્ટલ ગાઉન પહેરી આ અભિનેત્રીના લુકને કર્યો કોપી !
અંબાણી પરિવાર સાથે ડાન્સ કરતી વખતે ફાટી ગયો Rihanna નો ડ્રેસ, ભીડમાં oops moment નો શિકાર બની, જુઓ વીડિયો
લીંબુ નીચોવી તેની છાલને ફેંકી ન દેતા ! ત્વચા ચમકાવવાથી લઈને વજન ઘટાડવામાં છે ઉપયોગી
અનંત રાધિકાના લગ્નમાં ખર્ચ થશે આટલા હજાર કરોડ! થશે દેશના સૌથી મોંઘા લગ્ન
અનંત-રાધિકાના પ્રી-વેડિંગમાં સેલેબ્સનો જલવો, રિહાનાએ મચાવી ધૂમ, જુઓ તસવીરો
આજનું રાશિફળ તારીખ : 02-03-2024

બેવડી સદીની પણ તક મળશે

રાજકોટમાં બેન સ્ટોક્સ માત્ર ટેસ્ટ મેચમાં સદી જ નહીં પરંતુ બેવડી સદી પણ પૂર્ણ કરી શકશે. જોકે આ સિદ્ધિ બેટિંગમાં નહીં પરંતુ બોલિંગમાં હાંસલ કરી શકશે. તે એક ઈનિંગમાં અથવા તો આખી મેચમાં 3 વિકેટ લઈને આવું કરી શકે છે. બેન સ્ટોક્સના નામે હાલમાં ટેસ્ટમાં 197 વિકેટ છે.

સ્ટોક્સે હજુ સુધી શ્રેણીમાં બોલિંગ કરી નથી

જોકે, વિકેટની આ બેવડી સદી હાંસલ કરશે કે નહીં તે કહેવું થોડું મુશ્કેલ છે. તેની પાછળનું કારણ એ છે કે તેણે વર્તમાન ટેસ્ટ શ્રેણીમાં અત્યાર સુધી બોલિંગ કરી નથી. સ્ટોક્સે ભારત સામેની પ્રથમ બે ટેસ્ટ મેચમાં એક પણ ઓવર ફેંકી નથી. જો સ્ટોક્સ રાજકોટમાં આ જ ટ્રેન્ડ ચાલુ રાખશે તો તેને વિકેટની બેવડી સદી માટે રાહ જોવી પડી શકે છે.

આ પણ વાંચો: આ ખેલાડીઓને લઈને BCCI આવી એક્શનમાં, આઈપીએલ પહેલા રણજી ટ્રોફી રમો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

બનાસકાંઠાના વડગામમાં વીજળી પડતા ખેતરમાં કામ કરતા યુવકનું મોત
બનાસકાંઠાના વડગામમાં વીજળી પડતા ખેતરમાં કામ કરતા યુવકનું મોત
માવઠું થતા બહુમાળી ભવન પાસે એક સાથે 3 વાહન સ્લીપ થયા
માવઠું થતા બહુમાળી ભવન પાસે એક સાથે 3 વાહન સ્લીપ થયા
જામનગર એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટનો અપાયો દરજ્જો
જામનગર એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટનો અપાયો દરજ્જો
રાધનપુર માર્કેટયાર્ડમાં ખુલ્લામાં પડેલ ખેતી પાક કમોસમી વરસાદમાં પલળ્યો
રાધનપુર માર્કેટયાર્ડમાં ખુલ્લામાં પડેલ ખેતી પાક કમોસમી વરસાદમાં પલળ્યો
Ahmedabad: માંડલના નાના ઉભડા ગામે કૃષ્ણ મંદિરમાં લાખો રુપિયાની ચોરી
Ahmedabad: માંડલના નાના ઉભડા ગામે કૃષ્ણ મંદિરમાં લાખો રુપિયાની ચોરી
મહેસાણા જિલ્લામાં માવઠાને લઈ ખેડૂતોમાં ચિંતા, ઊંઝામાં ધીમી ધારે વરસાદ
મહેસાણા જિલ્લામાં માવઠાને લઈ ખેડૂતોમાં ચિંતા, ઊંઝામાં ધીમી ધારે વરસાદ
બલ્ગેરિયન યુવતી દુષ્કર્મ કેસ : પોલીસે 700 પાનાનો અહેવાલ રજૂ કર્યો
બલ્ગેરિયન યુવતી દુષ્કર્મ કેસ : પોલીસે 700 પાનાનો અહેવાલ રજૂ કર્યો
દેવભૂમિ દ્વારકામાં ભારે પવન સાથે વરસાદ લગ્નના મંડપ ધરાશાયી, જુઓ
દેવભૂમિ દ્વારકામાં ભારે પવન સાથે વરસાદ લગ્નના મંડપ ધરાશાયી, જુઓ
યાત્રાધામ અંબાજી સહિત બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ
યાત્રાધામ અંબાજી સહિત બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ
યાત્રાધામ શામળાજી સહિત અરવલ્લી અને સાબરકાંઠામાં કમોસમી વરસાદ
યાત્રાધામ શામળાજી સહિત અરવલ્લી અને સાબરકાંઠામાં કમોસમી વરસાદ
g clip-path="url(#clip0_868_265)">